અમદાવાદ: નારોલના મેળામાં મોટી દુર્ઘટના, ચાલુ રાઈડમાંથી 5 લોકો નીચે પટકાયા, 2ના મોત

શહેરના નારોલ વિસ્તારમાં આઠમ નિમિત્તે મેળાનું આયોજન થયું હતું. આ મેળામાં હોડીવાળી રાઈડમાંથી 5થી વધુ લોકો નીચે પટકાયા હતાં..

અમદાવાદ: નારોલના મેળામાં મોટી દુર્ઘટના, ચાલુ રાઈડમાંથી 5 લોકો નીચે પટકાયા, 2ના મોત

જાવેદ સૈયદ, અમદાવાદ: શહેરના નારોલ વિસ્તારમાં આઠમ નિમિત્તે મેળાનું આયોજન થયું હતું. આ મેળામાં હોડીવાળી રાઈડમાંથી 5થી વધુ લોકો નીચે પટકાયા હતાં. નીચે પટકાતા જ 2 લોકોના  મોત નિપજ્યા હતાં. જ્યારે 4 લોકોને ઈજા થઈ છે. પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ અમદાવાદના નારોલ વિસ્તારમાં આઠમ નિમિત્તે મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ મેળામાં વિવિધ પ્રકારની રાઈડ્સ પણ હતી. જેમાં મંગળવારે મોડી રાતે એક હોડીની ચાલુ રાઈડમાંથી શોર્ટ સર્કિટના કારણે 5થી વધુ લોકો નીચે પટકાયા હતાં. જેમાંથી 2 લોકોના તો ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં.

જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થતા તેમને નજીકની એલ.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news