નારોલ

AHMEDABAD: નારોલમાં દેહ વ્યાપાર કરતી મહિલા પર અજાણ્યા યુવકોનો છરી વડે હુમલો

નારોલ વિસ્તારમાં દેહવ્યાપાર કરતી એક મહિલા પર બે અજાણ્યા શખ્સોએ છરી વડે ઘા મારીને ફરાર થઇ ગયા હતા. ઇજાગ્રસ્ત મહિલાઓ તેના મિત્ર સારવાર માટે ખાનગી દવાખાનામાં લઇ ગયો હતો. જ્યાં તેને પાટા પીંડી કરી દેવાઇ હતી. બીજા દિવસે દુખાવો થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં વધારે સારવાર માટે એલજી હોસ્પિટલમાં લઇ જતા ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરી દીધી હતી. સમગ્ર મામલો દબાવવા માટે વટવા પોલીસ સ્ટેશનમાં મચ્છી સમારવા દરમિયાન છરો વાગી ગયો હોવાનું કહેવાયું હતું. જો કે ડોક્ટરે છરીના ઘા મરાયા હોવાનું કહેતા ઇસનપુર પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીની શોધખોળ આદરી છે. 

Jul 20, 2021, 10:16 PM IST

અમદાવાદના નારોલ અને વટવા વિસ્તારમાં 2023 સુધી લાગૂ કરાયો અશાંત ધારો

અમદાવાદ શહેરના આ વિસ્તારોમાં હવેથી મિલ્કતનું વેચાણ કરતા અગાઉ અમદાવાદ કલેકટરની કાયદાની જોગવાઇઓ અનુસાર પૂર્વમંજૂરી મેળવવાની રહેશે.
 

Jun 4, 2020, 06:44 PM IST

ભાજપના ધારાસભ્ય બલરામ નથવાણી કોરોનાની ચપેટમાં

ભાજપના નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ બાદ હવે નરોડાના ધારાસભ્ય બલરામ નથવાણી પણ કોરોનાની ચપેટમાં આવ્યા છે. આજે નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે

Jun 1, 2020, 03:37 PM IST
Ahmedabad narol youth distribute food to the people PT2M37S

લોકડાઉનમાં નારોલના યુવાનોની અનોખી પહેલ

Ahmedabad narol youth distribute food to the people watch video

Apr 6, 2020, 04:15 PM IST

અમદાવાદ : ભાઈબીજની રાત્રે જિંદાલ ફેક્ટરીમાં લાગેલી આગ 12 કલાક બાદ પણ કાબૂમાં ન આવી

અમદાવાદ (Ahmedabad) ના નારોલ વિસ્તારમાં આવેલી જિંદાલ ફેક્ટરી (Jindal) માં ભાઈબીજના દિવસે આગ (Fire) લાગી હતી. આ ઘટનાને 12 કલાકથી વધુ સમય વિતી ગયો હજુય આગ સામાન્ય બેકાબૂ છે. 17 જેટલી ફાયરબ્રિગેડની ગાડીઓ હજુ પણ સ્થળ પર છે. આગને કાબૂમાં લેવાની કામગીરી હજી પણ યથાવત છે. હજી કાપડનો બચેલો માલ હોવાથી ફાયર બ્રિગેડ (Fire Brigade) સ્ટેન્ડ બાય છે. શોટ સર્કિટને કારણે આગ લાગી હોય અથવા તો કોઈ ફટાડકાને કારણે આગ લાગી હોય તેવું પ્રાથમિક અનુમાન છે.

Oct 30, 2019, 09:39 AM IST
 Fire at a textile factory in Narol Ahmedabad PT5M10S

અમદાવાદના નારોલમાં કાપડની ફેકટરીમાં લાગી ભીષણ આગ

અમદાવાદનાં નારોલ વિસ્તારમાં આગ લાગી હતી. જિંદાલ નામની કપડાની ફેક્ટ્રીના ગોડાઉનમાં જ આગ લાગી જતા નાસભાગ મચી ગઇ હતી. પ્રાથમિક તબક્કે નાનકડી લાગતી આગ જોત જોતામાં ખુબ જ વિકરાળ બની હતી. આગને પગલે પહેલા 15 અને ત્યાર બાદ 20 ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે આગની ગંભીરતાને જોતા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. જેના પગલે 30થી વધારે ગાડીઓ હાલ ઘટના સ્થળ પર હાજર છે. 100થી વધારે ફાયરના જવાનો આગ બુઝાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે.

Oct 29, 2019, 09:45 PM IST

અમદાવાદ : નારોલમાં કાપડના ગોડાઉનમાં ભીષણ આગ, 30 ગાડીઓ ઘટના સ્થળે

ફાયર વિભાગ દ્વારા કોલ જાહેર કરાતા 30થી વધારે ગાડીઓ અને 100થી વધારે જવાનો આગ પર કાબુ મેળવવા પ્રયાસરત, 50-60 લાખ મીટર કપડનું આગમાં બળીને ખાખ

Oct 29, 2019, 09:10 PM IST

અમદાવાદ: નારોલ વિસ્તારમાં બની હિટ એન્ડ રનની ઘટના, બે જોડિયા બાળકોના મોત

બુધવારે મોડી રાત્રે નારોલ પાસે આવેલા ખોડિયાર મંદિર પાસે બાઇક ચાલકે બે બાળકોને અડફેટે લીધા હતા. જેના પગલે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંને બાળકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાવમાં આવ્યા હતા. સારવાર દરમિયાન બંને જુડવા ભાઇઓનું મોત થયું હતું. જેના પગલે પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો.

Oct 10, 2019, 12:06 AM IST

અમદાવાદમાં દારૂના વ્યવસાય માટે ફરી સામે આવી વર્ચસ્વની લડાઇ, ગેંગ વોરમાં થઇ હત્યા

અમદાવાદમાં લતીફ બાદ ફરી એક વખત દારૂ અને જુગારના વ્યવસાય માટે ગેંગ વોર નો જીવતો જાગતો કિસ્સો સામે આવ્યો છે વાત છે અમદાવાદના નારોલ વિસ્તારની જ્યા 10 માસ અગાઉ થયેલ મોતએ તમામ રહસ્યો પરથી પરદો ઉંચકી નાખી ને ગેંગ વોર માં યુવક ની હત્યા થઇ હોવાનું પોલીસ તપાસ માં સામે આવ્યું છે.

Aug 26, 2019, 06:44 PM IST
Water Clogging Despite of Light Rain Showers At Juhapura,Ahmedabad PT4M28S

અમદાવાદ: સામાન્ય વરસાદમાં જ ઠેર ઠેર ભરાયા પાણી, જુઓ વીડિયો

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વરસાદી ઝાપટામાં પાણી ભરાયા છે. જુહાપુરા વિસ્તારમાં સર્વિસ રોડ પર પણ પાણી ભરાયા છે... નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે.. સ્થાનિકોમાં પણ પાણી ભરાતા રોષ જોવા મળ્યો છે...

Jun 26, 2019, 06:10 PM IST

અમદાવાદ: નારોલમાં પટેલ એસ્ટેટમાં થયેલા બ્લાસ્ટ મામલે એકની ધરપકડ

અમદાવાદનાં નારોલની મોની હોટેલની સામે આવેલા પટેલ એસ્ટેટમાં ગુરૂવારે તારીખ 20નાં રોજ સવારે ભયાનક ધડાકા સાથે બે મજૂરોના મોત નીપજ્યાં હતાં. એસ્ટેટમાં કામ કરાવનાર અશ્વિન અસારા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. આરોપીની ત્યાં જમીન અને દુકાન હતી અને અગાઉ બ્લાસ્ટ થયો હતો તે જાણવા છતાં તેણે મજૂરો પાસે કામ કાવ્યું જેથી તેની સામે ફરિયાદ નોંધી ધરપકડ કરવામાં આવી છે.

Jun 23, 2019, 07:39 PM IST

અમદાવાદ: ચારિત્ર્યની શંકા રાખી પતિએ કરી પત્નીની હત્યા, આરોપીની ધરપકડ

શહેરના નારોલ વિસ્તારમાં પતિએ જ પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પતિને પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી તેથી તેણે તિક્ષ્ણ હથિયારના ઘા મારી તેની પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘટનાને લઇ પોલીસે પતિની ધરપકડ કરી લીધી છે

Jun 23, 2019, 03:22 PM IST
Ahmedabad: Husband Murders Wife,Police Speaks on murder PT1M30S

પતિએ કરી પત્નીની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, જુઓ પોલીસે શું કહ્યું

અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા નજર પાર્કના અલીફ નગરમાં પતિએ પત્નીની હત્યા કરી છે. પત્નીના ચારિત્ર્ય અંગેની શંકા રાખી અબ્દુલ્લા શેખે શબાના બાનું શેખને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યાને અંજામ આપ્યો. આરોપી પતિ અબ્દુલા શેખે અગાઉ પણ બે વખત લગ્ન કર્યા હતા. હાલ નારોલ પોલીસે આરોપીની અટકાયત કરી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Jun 23, 2019, 01:30 PM IST
Ahmedabad: Husband Murders Wife PT3M9S

કેમ એક પતિએ કરી પત્નીની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, જાણો વિગત

અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા નજર પાર્કના અલીફ નગરમાં પતિએ પત્નીની હત્યા કરી છે. પત્નીના ચારિત્ર્ય અંગેની શંકા રાખી અબ્દુલ્લા શેખે શબાના બાનું શેખને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યાને અંજામ આપ્યો. આરોપી પતિ અબ્દુલા શેખે અગાઉ પણ બે વખત લગ્ન કર્યા હતા. હાલ નારોલ પોલીસે આરોપીની અટકાયત કરી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Jun 23, 2019, 01:30 PM IST
Narol: Fertilizer Scam, Police arrests people involved PT1M33S

નારોલમાંથી ઝડપાયેલા ખાતરનો મામલો, પોલીસે ગુનો નોંધી શરૂ કરી તપાસ

અમદાવાદના નારોલમાંથી ઝડપાયેલા ખાતરનો મામલો.ચાર શખ્સ સામે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.ફેક્ટરી માલિક સહિત ચાર લોકોની અટકાયત.ખાતરના સેમ્પલની તપાસ બાદ નોંધાયો ગુનો. 15 દિવસ પહેલા ઝડપાયું હતું યુરિયા ખાતર.

May 27, 2019, 03:50 PM IST

અમદાવાદનો કુખ્યાત ગુનેગાર શિવા મહાલિંગમ અંતે આવ્યો પોલીસ પકડમાં

અમદાવાદના કુખ્યાત ગુનેગાર શિવામહાલિંગમ ઉર્ફે આફતાબની નારોલથી ધરપકડ કરી લીધી છે. આરોપીએ જુહાપુરાના બિલ્ડર પાસેથી કરોડો રૂપિયાની ખંડણી માગી હતી. આરોપી મહાલિંગમ ઉર્ફે શિવ ઉર્ફે આફતાબએ ગઈ તારીખ 20મી ડિસેમ્બર 2018ના દિવસે જુહાપુરાના બિલ્ડર ઇસ્માઇલ શેખને ફોન કરી 50 લાખની ખંડણી માંગી હતી.

May 21, 2019, 08:51 PM IST
Urea found in huge quantity in a factory in Narol PT1M19S

અમદાવાદના નારોલમાંથી યુરિયાનો જથ્થો ઝડપાયો

અમદાવાદના નારોલમાંથી યુરિયાનો જથ્થો ઝડપાયો. પોલીસ દ્વારા ફેક્ટરીમાં સર્ચ ઓપરેશન હાથ ધરતાં 200 બેગ ભરેલી ટ્રક મળી હતી.

May 7, 2019, 07:15 PM IST
Ahmedabad Fire Broke Down In Cotton Godoun At Vatava PT2M19S

અમદાવાદના નારોલમાં આવેલા રૂના ગોડાઉનમાં આગ લાગી

અમદાવાદના નારોલમાં આવેલા રૂના ગોડાઉનમાં આગ લાગી...આગ પર કાબૂ મેળવવા ફાયરની 7 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી.... ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો.

Mar 30, 2019, 06:30 PM IST

NRI યુવતિ સાથે લગ્ન કરી વિદેશમાં સ્થાયી થવાનું સપનું આ યુવકને ભારે પડ્યું

જો તમે એનઆરઆઈ યુવતિ સાથે લગ્ન કરવાનુ વિચારી રહ્યા છો તો ચેતજો કેમ કે, અમદાવાદના નારોલમાં એક યુવકે સાથે એવું બન્યું કે એનઆરઆઈ પત્ની સાથે લગ્ન કરીને અમદાવાદી યુવક હાલ પસ્તાઇ રહ્યો છે. અને પોલીસ પાસે મદદ માટે ચક્કર લગાવી રહ્યો છે.  

Mar 26, 2019, 05:12 PM IST

અમદાવાદ: નારોલ પીરાણા લાકડાના ગોડાઉનામાં લાગેલી ભીષણ આગ કાબુમાં

અમદાવાદના નારોલ વિસ્તારમાં બપોરના સુમારે ગણેશનગર પાસે એકાએક આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગને પગલે આસપાસના તમામ લાકડાના ગોડાઉન ઝપેટમાં આવી જતા ખાખ થઇ ગયા હતા. જોકે બનાવના પગલે ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હાથ પર કાબુ મેળવ્યો હતો.
 

Mar 24, 2019, 09:33 PM IST