કેમ ગુજરાતમાં ઘટી રહ્યું છે દૂઘ ઉત્પાદન! લમ્પી રોગની આ વાસ્તવિકતા કદી નહીં જાણતા હોવ!

લમ્પી વાયરસનાં કહેરના પગલે કચ્છ જિલ્લાની ડેરીઓમાં પણ દૂધના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. ગાયોમાં પણ લમ્પી રોગને લઈને તણાવ જોવા મળતો હોય છે.

કેમ ગુજરાતમાં ઘટી રહ્યું છે દૂઘ ઉત્પાદન! લમ્પી રોગની આ વાસ્તવિકતા કદી નહીં જાણતા હોવ!

કચ્છ: સરહદી જિલ્લા કચ્છમાં લમ્પી વાયરસનો કહેર વધી રહ્યો છે. જિલ્લાના ગૌવંશો પર પણ ખતરો વધી રહ્યો છે અને તેની અસર પણ ધીરે ધીરે દૂધ ઉત્પાદન પણ દેખાઈ રહી છે. જિલ્લામાં અગાઉ દરરોજના 3 લાખ કિલો દૂધ ઉત્પાદન થઈ રહ્યું હતું. જ્યારે હાલમાં લમ્પી રોગના કારણે 2.8 લાખ કિલો જ ઉત્પાદન થઈ રહ્યું છે. દૂધ ઉત્પાદનમાં 6.66 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.

લમ્પી વાયરસનાં કહેરના પગલે કચ્છ જિલ્લાની ડેરીઓમાં પણ દૂધના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. ગાયોમાં પણ લમ્પી રોગને લઈને તણાવ જોવા મળતો હોય છે. જેથી કરીને ખાવા પીવાની ઈચ્છા પણ ઓછી થઈ જતી હોય છે. પરિણામે ઓછા ખોરાકને કારણે ગાયોનું વજન સતત ઘટે છે. તેના કારણે દૂધ ઉત્પાદનમાં ઘટાડો પણ થાય છે. આ રોગને કારણે પશુઓમાં દૂધ ઉત્પાદન તો ઘટે છે સાથે સાથે ફરી ગર્ભાધાનમાં સમસ્યા થાય છે અને ગાય ગર્ભવતી હોય તો ગર્ભપાત પણ થાય છે.

કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.સરહદ ડેરી ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે, લમ્પી રોગના કારણે પશુઓમાં આવેલ રોગચાળાના કારણે દૂધમાં થોડોક ઘટાડો આવેલ છે તેમજ લંમ્પી વાયરસના કારણે નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર કોઈ દૂધ પીવાથી કોઈ નુકશાન નથી પરંતુ ઉકાળીને પીવું જોઈએ. 

તેમજ હાલમાં પશુપાલકોએ પશુઓનું ખરીદ વેચાણ કરવું હિતાવહ ન હોઇ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનું પાલન કરી પશુઓનું ખરીદ અને વેચાણ ન કરવું જોઈએ. તેમજ કોઈપણ પશુપાલકને રસીકરણ તેમજ સારવારની જરૂરિયાત હોય તો તાત્કાલિક સરહદ ડેરીનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

કચ્છ જિલ્લામાં દૂધ ઉત્પાદકો સહકારી ડેરીમાં 3 લાખ કિલો દૂધ આપતા હતા પણ તે 20,000 કિલો ઘટ્યું છે અને હાલમાં 2.8 લાખ કિલો દૂધ આવી રહ્યું છે. દૂધની સહકારી મંડળીઓ અને ડેરીમાં દૈનિક 20,000 કિલો દૂધ ઉત્પાદન ઘટ્યું છે. જે મૂળ આવકના 8% થી 10% થવા જાય છે.જો લમ્પી વાયરસ કાબુમાં ન આવ્યો તો આ આંખ હજુ પણ ઘટી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news