VIDEO: સુરતમાં ભાગીદારે જ બીજા ભાગીદારને 21 લાખનો ચૂનો ચોપડ્યો, હીરા લઈને રફુચક્કર

સુરતમાં એક ભાગીદારે જ પોતાના બીજા ભાગીદારને 21 લાખનો ચૂનો ચોપડ્યો હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે.

VIDEO: સુરતમાં ભાગીદારે જ બીજા ભાગીદારને 21 લાખનો ચૂનો ચોપડ્યો, હીરા લઈને રફુચક્કર

ચેતન પટેલ, સુરત: સુરતમાં એક ભાગીદારે જ પોતાના બીજા ભાગીદારને 21 લાખનો ચૂનો ચોપડ્યો હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. કંપનીને ડિલીવરી કરવા આપેલા હીરા બારોબાર સગેવગે કરી લઈને આરોપી ભાગીદાર રફૂચક્કર થઈ ગયો.

મળતી માહિતી મુજબ નિકુંજ નામના ભાગીદારે પોતાના અન્ય એક ભાગીદાર અલ્પેશને કોઈ અમેરિકન હીરા કંપનીને ડિલીવરી કરવા માટે 21 લાખના હીરા આપ્યા હતાં. આરોપી ભાગીદારે આ હીરા બારોબાર સગેવગે કરી નાખ્યાં અને રફુચક્કર થઈ ગયો. આ મામલે મહિધરપુરા  પોલીસે છેતરપિંડીની ફરિયાદ નોંધી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news