પૃથ્વી શોનો આ સુપર્બ શોટ જોઈને ધોનીને પણ થઈ જશે ઈર્ષા

આઈપીએલ 2018માં આખરે દિલ્હીએ વિજયની વાટ પકડી જ લીધી. શુક્રવારે દિલ્હીના હોમગ્રાઉન્ડ ફિરોઝશાહ કોટલામાં કોલકાતા વિરુદ્ધ રમાયેલી મેચમાં દિલ્હીના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કરતા પોતાની ટીમની ઝોળીમાં બીજી જીત નાખી દીધી. જેમાં સૌથી મોટુ યોગદાન દિલ્હીના નવા કેપ્ટન શ્રેયસ અય્યર અને અંડર 19 ટીમના કેપ્ટન રહી ચૂકેલા પૃથ્વી શોનું કહી શકાય. અય્યરે 93 રનની સુપર્બ ઈનિંગ રમી તો પૃથ્વી શોએ શાનદાર અડધી સદી ફટકારી.
પૃથ્વી શોનો આ સુપર્બ શોટ જોઈને ધોનીને પણ થઈ જશે ઈર્ષા

નવી દિલ્હી: આઈપીએલ 2018માં આખરે દિલ્હીએ વિજયની વાટ પકડી જ લીધી. શુક્રવારે દિલ્હીના હોમગ્રાઉન્ડ ફિરોઝશાહ કોટલામાં કોલકાતા વિરુદ્ધ રમાયેલી મેચમાં દિલ્હીના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કરતા પોતાની ટીમની ઝોળીમાં બીજી જીત નાખી દીધી. જેમાં સૌથી મોટુ યોગદાન દિલ્હીના નવા કેપ્ટન શ્રેયસ અય્યર અને અંડર 19 ટીમના કેપ્ટન રહી ચૂકેલા પૃથ્વી શોનું કહી શકાય. અય્યરે 93 રનની સુપર્બ ઈનિંગ રમી તો પૃથ્વી શોએ શાનદાર અડધી સદી ફટકારી.

પૃથ્વી શોએ દાવની શરૂઆત કરતા 44 બોલમાં 62 રન બનાવ્યાં. આ દરમિયાન પૃથ્વી શોએ ઝડપી બોલર મિશેલ જ્હોન્સનના બોલ પર મહેન્દ્ર સિંહના અંદાઝમાં હેલિકોપ્ટર શોટ ખેલ્યો. કોમેન્ટ્રી કરી રહેલા કોમેન્ટેટર પણ તેના આ શોટ પર ફીદા થઈ ગયાં. કારણ કે 18 વર્ષના પૃથ્વી શો મિશેલ જ્હોનસન જેવા શાનદાર બોલરના બોલ પર આ શોટ રમ્યો જે તેની કાબેલિયત દર્શાવે છે.

આ અગાઉ શ્રેયસ અય્યરના અણનમ 93 રનની મદદથી દિલ્હીએ ફિરોઝ શાહ કોટલા મેદાન પર શુક્રવારે કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ આઈપીએલની 11મી સીઝનની મેચમાં ચાર વિકેટ પર 219 રનનો વિશાળ સ્કોર કરી નાખ્યો. આ સીઝનમાં દિલ્હી દ્વારા કરાયેલા આ સર્વાધિક સ્કોર હતો. કોલકાતાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું નક્કી કર્યું. દિલ્હીના ઓપનર પૃથ્વી શો અને કોલિન મુનરોએ પહેલી વિકેટ માટે 6.6 ઓવરોમાં 59 રન કર્યા હતાં.

દિલ્હીના વિશાળ 220 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કોલકાતાની ટીમે 46 રનની અંદર જ પોતાના ચાર બેટ્સમેન ગુમાવી દીધા. ત્યારબાદ હાલત વધારે કથળતી ગઈ. કોલકાતાની ટીમ 164 રન  બનાવીને આઉટ થઈ ગઈ. કોલકાતાની ટીમમાં સૌથી વધુ રન આંદ્ર રસેલે કર્યાં. તેણે 30 બોલમાં 44 રન કર્યાં.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news