Ahmedabad: ગેરકાયદેસર બાંકામને લઇને ફરિયાદ કરનાર વૃદ્ધને મળ્યું મોત, 5 આરોપીની ધરપકડ

શહેરના પૂર્વ વિસ્તારમાં ગુનેગાર બેફામ બન્યા હોય તેમ અને ગુનેગારોનું એપી સેન્ટ બન્યું છે. શહેરના અમરાઈવાડી (Amaraivadi) વિસ્તારમાં આવેલા હાટકેશ્વર (Hatkeshwar) માં વૃદ્ધની હત્યા (Murder) કરવામાં આવી હતી.

Ahmedabad: ગેરકાયદેસર બાંકામને લઇને ફરિયાદ કરનાર વૃદ્ધને મળ્યું મોત, 5 આરોપીની ધરપકડ

મૌલિક ધામેચા / અમદાવાદ: અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં હત્યાનો સિલસિલો યથાયવત છે. અમરાવાડી (Amaraivadi) વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામના વિવાદના ઝગડા મુદ્દે પાડોશી દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે માર મારી 65 વર્ષીય આધેડની હત્યા (Murder) કરવામાં આવી છે. જેમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના પૂર્વ વિસ્તારમાં ગુનેગાર બેફામ બન્યા હોય તેમ અને ગુનેગારોનું એપી સેન્ટ બન્યું છે. શહેરના અમરાઈવાડી (Amaraivadi) વિસ્તારમાં આવેલા હાટકેશ્વર (Hatkeshwar) માં વૃદ્ધની હત્યા (Murder) કરવામાં આવી હતી. ગેરકાયદેસર બાંધકામ બાબતે 5 શખ્સોએ રાજારામ મદ્રાસીને હાટકેશ્વર તેના ઘર પાસેથી બાઇક પર મોદીનગર (Modi Nagar) લઈ જઈ તીક્ષ્ણ હથિયાર વડે માર મારીને મોદીનગર પાસે હત્યા કરી હતી. પોલીસે (Police) હાલ 5 આરોપીઓ ચંદ્રકાન્ત ઉર્ફે ચંદુ નાયકર , ચૈનૈયા નાયકર, નિહાલ નાયકર અને જેમ્સ નાયકરન અને પંકજ ચુનારાને હસ્તગત કર્યા છે.

મૃતક રાજારામ મદ્રાસી  હાટકેશ્વર રહેતા અને વર્ષોથી નિવૃત જીવન ગુજારે છે. પણ શનિવારની સાંજ તેની આખરી સાંજ બની. 15 વર્ષ અગાઉ રાજારામ મદ્રાસીએ ચેનૈયા નાયકર, ચંદુ નાયકર સામ જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ મુદ્દે  ફરિયાદ નોંધાવી હતી .જેના મુદ્દે અવાર નવાર બોલાચાલી થતી અને આજ જમીન વિવાદને લઈને અદાવત રાખી હત્યા કરી હતી.

હાલ તો પોલીસ (Police) હત્યામાં સંડોવાયેલા આરોપીઓની પૂછપરછ કરી ગુનામાં વપરાયેલા હથિયાર કબજે કરવાની તજવીજ હાથ ધરી છે. જોકે પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી ચંદુ નાયકર અગાઉ પણ મારામારીના ગુનામાં ઝડપાઇ ચૂકેલો છે. ત્યારે ઝડપાયેલા આરોપીઓનો હત્યામાં શુ રોલ હતો તે બાબતે પૂછપરછ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news