લોહીનો સંબંધ ધરાવનાર માર્કેટમાં તરછોડીને જતા રહ્યા હતા, 2 વર્ષ બાદ કૃપાલીને મળ્યા વિદેશી માતાપિતા
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરા (Vadodara) માં આવેલ રાજ્ય સરકારના સ્પેશિયલ એડોપ્શન એજેન્સીમાંથી ઈટાલીના દંપતીએ બાળકીને દત્તક લઈ માતાપિતાની ખોટ પૂરી કરી છે. ઈટાલીના દંપતીએ વડોદરાની 6 વર્ષની અનાથ બાળકીને દત્તક (Adoption) લીધી છે. ત્યારે દીકરીને મેળવીને ઈટાલી (Italy) દંપતી ભાવુક બન્યું હતું.
6 વર્ષની કૃપાલી છેલ્લા 2 વર્ષથી વડોદરાના સ્પેશિયલ એડોપ્શન એજન્સી સેન્ટરમાં રહે છે. કૃપાલીને તેના માતા પિતા એક માર્કેટમાં તરછોડીને જતાં રહ્યાં હતા. ત્યાર બાદ સરકારી સંસ્થા તેનો સહારો બની હતી. અન્ય અનાથ બાળકોની વચ્ચે હોવા છતાં કૃપાલીને માતાપિતાની ખોટ અનુભવાતી હતી. તેની આ ઈચ્છા ઇટાલીના દંપતીએ પૂરી કરી છે. ઈટાલીના સાયન્ટીસ્ટ વેનચુરા એન્ડ્રીકો અને તેમના પત્ની માંગી કાતિયાએ ભારત સરકારની કારા વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવી ભારતમાંથી બાળકી દત્તક લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જેના આધારે તેઓને વડોદરાની સંસ્થાનો સંપર્ક કર્યો હતો. તેઓએ સૌથી પહેલા કૃપાલીનો ફોટા જોયો હતો અને તરત જ તેને દત્તક લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
કૃપાલીની દીકરી તરીકે સ્વીકારવા માટે અને બાળકની હૂંફ મેળવવા માટે બંને પતિ-પત્ની ઈટાલીથી વડોદરા આવ્યા. તેઓ સંસ્થાના સદસ્યો તથા બાળકીને મળ્યા હતા. બાળકીને દત્તક લેવાની તમામ પ્રક્રિયા પૂરી કર્યા બાદ આજે વડોદરા કલેક્ટર શાલિની અગ્રવાલે બાળકી ઈટાલી દંપતીને સોંપી હતી. હવે કૃપાલી અનાથ આશ્રમમાંથી તેના પોતાના ઇટાલીના ઘરે જશે. સંતાન વગરના માતાપિતા બાળકીને મેળવી ખુબ ખુશ થયા હતા, તો બીજી તરફ બાળકી પણ નવા માતા પિતા મળતા ખુશખુશાલ થઈ છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે