Adoption News

Photos : જામનગરથી જોડિયા બાળકોને દત્તક લઈને દિલ્હીના દંપતીએ પોતાનો પરિવાર પૂરો કર્યો
પ્રભુએ બંધાવ્યું મારું પારણું રે લોલ....પારણીયે ઝૂલે રે ઝીણી જ્યોત રે.....અદકા અજવાળા એની આંખમાં રે લોલ..... મકરંદ દવેની આ પંક્તિ બાળ જન્મથી પરિવારમાં ઉત્સવના વાતાવરણની ઝલક દર્શાવી જાય છે. તો વળી માતા-પિતા વગરના બાળકોના વલોપાત વિશે પણ અનેક રચનાઓ બની છે. ત્યારે જામનગરમાં શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ સંસ્થાના આંગણે દિલ્હીના એક પરિવારને પોતાના બાળકો અને બાળકોને તેમના માતા-પિતાનો મેળાપ થવાના શુભ અવસરનું નિર્માણ થયું હતું. જામનગરની સેવા સંસ્થા શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં માતા-પિતાથી વંચિત એવા જુડવા બાળકો ભરત અને ભારતીને દિલ્હીના દંપતી અમિત શ્રીવાસ્તવ અને અર્ચનાબેન દ્વારા દત્તક વિધાન મુજબ કાયદાકીય રીતે જુડવા બાળકોને દત્તક લેવામાં આવ્યા છે. આ સમયે બાળકોને સૂત્રમાળા પહેરાવી, રક્ષા બાંધી અને અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે તેમના દત્તક માતા-પિતાને સોંપવામાં આવ્યા હતા. બંને બાળકોને પરિવાર મળતાં રાજયમંત્રી, સંસ્થાના  ટ્રસ્ટીઓ, કર્મીઓ સર્વેએ આનંદની લાગણી વ્યક્ત હતી અને બાળકોને ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે તેમના માતા-પિતાને સોંપ્યા હતા. 
Jul 29,2020, 13:00 PM IST
35 વર્ષ પહેલા ભારતમાંથી દત્તક લેવાયેલી મહિલાએ લીધો મોટો નિર્ણય
પ્રેમ અને પ્રેમાળ પરિવાર દરેક બાળકની જરૂરિયાત અને અધિકાર છે અને તે દિશામાં પ્રયાસો કરવા આપણી ફરજ છે. ગુજરાત સરકાર અનાથ બાળકોનું પુનઃસ્થાપન કરવાની આ દિશામાં કટિબદ્ધ બની છે અને પૂરતા પ્રયાસો કરી રહી છે, ત્યારે ગુજરાત સરકારનો પ્રયાસ રંગ લાવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. હવે દરિયા પાર રહેતા વિદેશી દંપતીઓ પણ ભારતના અનાથ બાળકોને દત્તક લેવાનો આગ્રહ રાખે છે. ગોધરા શહેરના પથ્થર તલાવડી વિસ્તારમાં આવેલા બાળ ગૃહમાં ત્રણ વર્ષની બાળકી સ્તુતિને યુએસએના કેન્સાસ શહેરના દંપતી કેન્ટ હેકમેન અને બ્રુક હેકમેન દ્વારા દત્તક લેવામાં આવી હતી. ત્યાં માસુમ સ્તુતિ હવે નવા માતાપિતા સાથે વિદેશ જશે. 
Dec 12,2019, 11:20 AM IST

Trending news