ઊંઝા APMCના રાજકારણમાં ગરમાવો, એકસાથે 948 મતદારો રદ કરાયા

મહેસાણા જિલ્લાની નહીં પરંતુ સમગ્ર એશિયાની સૌથી મોટા ઊંઝા ગંજબજારની ચૂંટણી પ્રક્રિયામાં રાજકારણ ગરમાયું છે. આડકતરી રીતે આશાબેનના સમર્થકની ટીમને હાલમાં ચેરમેન પદ મળે તેવા એધાણ વર્તાઈ રહ્યા છે.

ઊંઝા APMCના રાજકારણમાં ગરમાવો, એકસાથે 948 મતદારો રદ કરાયા

તેજસ દવે, મેહસાણા: ઊંઝાના રાજકારણમાં આજે ફરીવાર ગરમાવો આવ્યો છે. આશાબેન પટેલના રાજીનામાં બાદ ઊંઝા એ.પી.એમ.સીનું સહકારી રાજકારણ ગરમ થવા ગયું છે. હાલના ચેરમેન નારયણ પટેલના પુત્ર ગૌરાંગ પટેલ હાલના એ.પી.એમ.સીના ચેરમને છે અને અગામી એ.પી.એમ.સી ચુંટણી યોજાનાર છે. જેમાં કેટલીક મંડળીઓ અને મતદારો સહકાર વિભાગે મતદાર યાદીમાંથી કાઢી નાખતા હાલમાં નવો ચહેરો ઊંઝા એ.પી.એમ.સીમાં દેખાય તેવા એધાણ છે.

મહેસાણા જિલ્લાની નહીં પરંતુ સમગ્ર એશિયાની સૌથી મોટા ઊંઝા ગંજબજારની ચૂંટણી પ્રક્રિયામાં રાજકારણ ગરમાયું છે. આડકતરી રીતે આશાબેનના સમર્થકની ટીમને હાલમાં ચેરમેન પદ મળે તેવા એધાણ વર્તાઈ રહ્યા છે. ઊંઝા એ.પી.એમ.સીની બીજીવારની મતદારયાદીથી મસ મોટા મતદારો ખોટા હોવાની વાત સરકારે રજુ કરીને મતદારોના નામ કમી કર્યા છે. ગંજબજારના ઇતિહાસમાં પ્રથમવાર એકસાથે 948 મતદારો રદ કરતાં ગૌરાંગ પટેલને મોટો ફટકો પડ્યો છે. આ સમગ્ર બાબતમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય નારણકાકાને ગંજબજારથી દૂર કરવાનો કારસો રચાયો છે.

ઊંઝા ગંજબજારની સત્તા 15 વર્ષ નારયણ ભાઈ પટેલ પાસે હતી અને 8 વર્ષથી તેમના પુત્ર પાસે વહીવટ હતો. ભાજપના પૂર્વ ધારાસભ્ય નારણકાકા અને તેમના પરિવાર પાસે આ વહીવટ હર હમેશ રહેવા ગયો હતો. વહીવટમાં પારદર્શિતાને પગલે ભંડોળમાં વધારો થયો અને આજે ઊંઝા બજાર એશિયામાં પ્રથમ રહેવા ગયું અને હવે નિવૃત્તિના સમયે નારયણ પટેલ અને તેમના પુત્રના વસ વાળમાં આશાબેન વિલન બનીને હવે પિતા પુત્રને એ.પી.એમ.સીનો વહીવટ સરકારી નીતિમાં નીકળી જતા હાલમાં મામલો સહકારી રાજકારણમાં ગરમ થવા ગયો છે. જ્યારે આ સમગ્ર મામલે આશાબેન ના સમર્થક કઈક આ રીતે કહી રહ્યા છે.

મહેસાણાના ઊંઝા એ.પી.એમ.સી ચૂંટણીનો મુદ્દો આજે ઊંઝામાં ભારે ગરમ થવા ગયો છે. ઊંઝા એ.પી.એમ.સીમાં કરોડો રૂપિયાનું ટન ઓવર થાય છે અને તેના ચેરમને સહિતની ચુંટણી આગામી 8 એપ્રિલના રોજ થશે. પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરાઈ હતી. જેમાં ખેડૂત મત વિભાગમાં 39 મંડળીઓ અને 667 મતદારો હતા. પુનઃ પ્રસિદ્ધિમાં બે મંડળીઓ અને 27 મતદારોનો ઉમેરો થયો છે. જેમાંથી 21 મંડળીઓ અને 381 મતદારો કમી કરાયા છે. જેમાં નારયણ પટેલ અને તેમના પુત્રનો દબદબો હતો.

હવે બીજી મતદાર યાદીમાં કુલ 20 મંડળીઓ અને 313 મતદારો રહ્યા છે અને સહકારી ખરીદ વેચાણ મંડળી મત વિભાગમા પ્રાથમિક મતદાર યાદીમાં 3 મંડળી અને 38 મતદારો હતા. પુનઃ પ્રસિદ્ધિમાં 38 મતદારો કમી કરાયા છે જે મતદારો નારયણ પટેલના ટેકેદારો છે. વેપારી મત વિભાગમાં-પ્રાથમિક મતદાર યાદીમાં 2160 મતદારો હતા. પુનઃ પ્રસિદ્ધિમાં 529 મતદારો કમી કરાયા છે. ફાઇનલ મતદાર યાદીમાં કુલ 1631 મતદાર રહયા જે જોતા મતદારોની સંખ્યા કાપી નાખતા હવે રાજકારણ ગરમ થવા ગયું છે.

પ્રથમ મતદારયાદી બાદ સ્થાનિક આગેવાનોએ 50 વાંધા અરજી રજૂ કરી હતી. હાલમાં કુલ 948 મતદારો ચેરમેન ગૌરાંગ પટેલના સમર્થકો હોવાને પગલે ચકચાર મચી ગઇ છે. આનાથી નારણકાકા અને ગૌરાંગ પટેલને સત્તાથી દૂર કરવા કોઈ મોટું માથું કામ કરી રહ્યાનું માનવામાં આવી રહ્યું છે. આ સમગ્ર મામલે હવે ગૌરાંગભાઈ પટેલ બહાર હોવાનું કહીને મીડિયા સમક્ષ આવ્યા ન હતા અને નારયણ કાકાએ સરકાર સામે આક્ષેપ કર્યા છે.

મહેસાણા જિલ્લા રજિસ્ટ્રાર પ્રતિક ઉપાધ્યાયે આ સમગ્ર મામલે ટેલીફોનીક વાતમાં કહ્યું હતું કે, સરકારી નીતિના નોમસનું અનુકરણ ન થતું હોવાથી મતદારો રદ થયા છે અને હું મીટીંગમાં હોવાથી કાલે મળી શકીશ તેમ કહી મીડિયાથી અળગા રહ્યા હતા. તેમણે ખાસ કહ્યું હતું કે, મંડળી અને મતદારોની વિગતો તપાસ કરતાં ધિરાણ અને વ્યાપારમાં અનેક બાબતે ધારાધોરણોનો ભંગ જણાયો હોવાથી આ નિર્ણય લેવાયો છે. જેથી હવે બને નેતાનું રાજકારણ સમાપ્ત કોઈ ખાસ નેતાની સુચનાથી થયું હોવાનું દેખાઈ રહ્યું છે. જ્યારે આ સમગ્ર મામલો હવે કોર્ટમાં જાય અને ચુંટણી ડીલે થાય તો નવાઈ નહી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news