સાણંદ: ફોર્ડ પ્લાન્ટના 800 કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન, ઉતર્યા ભૂખ હડતાળ પર
ફોર્ડના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કર્મચારીઓ સામે પગલા લેવાની ચીમકી આપવામાં આવી જેનું કારણ હડતાળ કરી રહેલા કર્મચારીઓને કારણે અન્ય સ્ટાફને તકલીફ થતી હોવાનું કંપની તરફથી આપવામાં આવ્યું.
Trending Photos
અતૃલ તિવારી, અમદાવાદ: સાણંદ GIDCમાં આવેલા ફોર્ડ પ્લાન્ટના પ્રોડક્શન અને ક્વોલીટી વિભાગના આશરે 800 જેટલા કર્મચારીએ કંપની ખાતેથી સાણંદ GIDC ગેટ સુધી આશરે 8 કિમીની મૌન રેલી કાઢીને કંપની દ્વારા તેમની સાથે થઈ રહેલા અન્યાયનો વિરોધ દર્શાવે છે. આ કર્મચારીઓ છેલ્લા પાંચ દિવસથી કામને નુકસાન પહોંચાડ્યા વિના ભૂખ હડતાળ કરીને વિરોધ દર્શાવી રહ્યા હતા.
ફોર્ડના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કર્મચારીઓ સામે પગલા લેવાની ચીમકી આપવામાં આવી જેનું કારણ હડતાળ કરી રહેલા કર્મચારીઓને કારણે અન્ય સ્ટાફને તકલીફ થતી હોવાનું કંપની તરફથી આપવામાં આવ્યું. ત્યારબાદ તમામ કર્મીઓએ કામ પતાવ્યા બાદ કંપની તરફથી આપવામાં આવતી ડ્રોપીંગ સુવિધા લેવાથી ઇનકાર કરી દીધો હતો.
વધુમાં વાંચો: પુલવામા એટેક પર ગુજરાતના મંત્રી ગણપત વસાવાનું મોટું નિવેદન, 'પાકિસ્તાનને ઠોકી દો, પછી ભલે...'
આશરે 800 જેટલા કર્મચારીઓએ પગપાળા કંપનીના મુખ્ય દરવાજાથી શરુ કરીને GIDC ગેટ સુધી મૌન રેલી કાઢીને આક્રોશ દર્શાવ્યો અને પોતાના ઘરે પરત ફરવા માટે પોતાની સુવિધાથી ટ્રક મંગાવીને તેમાં સવાર થઈને પરત ફર્યા. પગારમાં વિસંગતતા દુર કરવામાં આવે, કર્મચારીઓને મળવાપાત્ર એલાઉન્સીસ આપવામાં આવે, તેમના પગારને લઈને નવો કોન્ટ્રાકટ કંપની તરફથી આપવામાં આવે જેવા વિવિધ મુદ્દાઓને લઈને કર્મચારીઓમાં છેલ્લા કેટલાક દિવસથી અસંતોષ જોવા મળી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે