ભારત-ઓસ્ટ્રેલિયા ક્રિકેટ મેચ જોવા આવતા ક્રિકેટ ચાહકો માટે મોટી ભેટ, આ સ્થળો વચ્ચે દોડાવશે સ્પેશિયલ ટ્રેન

મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ, બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)-અમદાવાદ વચ્ચે વિશેષ ભાડા પર સુપરફાસ્ટ વિશેષ ટ્રેનોની જોડી દોડાવવામાં આવશે. આવતી કાલથી ટ્રેનનું બુકીંગ કરાવી શકાશે.

ભારત-ઓસ્ટ્રેલિયા ક્રિકેટ મેચ જોવા આવતા ક્રિકેટ ચાહકો માટે મોટી ભેટ, આ સ્થળો વચ્ચે દોડાવશે સ્પેશિયલ ટ્રેન

Cricket Special Train: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાવાવી છે. જેનો ક્રિકેટરસિકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ક્રિકેટ મેચ જોવા આવતા બહારના ચાહકો માટે મોટી ભેટ આપવામાં આવી છે. પશ્ચિમ રેલવે દ્વારા પેસેન્જરોનાં ઘસારાને પહોચી વળવા સ્પેશ્યલ સુપરફાસ્ટ ટ્રેન દોડાવાશે. જી હા...પશ્ચિમ રેલવે મુંબઈ અને અમદાવાદ વચ્ચે ત્રણ જોડી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનો દોડાવશે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે ફાઈનલ મેચ રમાવાની હોવાથી મોટી સંખ્યામાં બહારથી લોકો અમદાવાદ આવશે, ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા ક્રિકેટ ચાહકો માટે મોટી ભેટ આપવામાં આવી છે. પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ ખાતે યોજાનારી ફાઇનલ ક્રિકેટ મેચ જોવા આવતા ક્રિકેટ ચાહકોના વધારાના ધસારાને સમાવવા માટે ટ્રેન સેવા શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. જેમાં મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ, બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)-અમદાવાદ વચ્ચે વિશેષ ભાડા પર સુપરફાસ્ટ વિશેષ ટ્રેનોની જોડી દોડાવવામાં આવશે. આવતી કાલથી ટ્રેનનું બુકીંગ કરાવી શકાશે.

મોડી રાત સુધી ચાલશે મેટ્રો
મહત્વનું છે કે 19 નવેમ્બરે રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાવાની છે, ત્યારે મેટ્રો રેલનો પણ એક રેકોર્ડ તૂટવાની પણ શક્યતા છે. કારણ કે ફાઈનલ મેચને લઈ અહીં ક્રિકેટ રસીકોની ભીડ મોટી સંખ્યામાં ઉમટી પડશે. વાહન લઈને આવીને પાર્કિંગને સમસ્યાને નિવારવા પણ ક્રિકેટ રસીકો મેટ્રો રેલનો ઉપયોગ કરતા હોય છે. સરકાર દ્વારા મેટ્રો રેલના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી કરીને મોડા સુધી અમદાવાદીઓને ટ્રાન્સપોર્ટેશનનું સાધન મળી રહે અને તેઓ પોતાના નિશ્ચિત સ્થળ પર પહોંચી શકે.

મેટ્રો સવારે 6.20 થી લઈને રાત્રે 10 વાગ્યા સુધી દર 12 મિનિટ ચાલતી મેટ્રો ટ્રેનનો સમય મેચ દરમિયાન રાત્રે 1 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. જેથી ક્રિકેટ મેચ પૂર્ણ થયા બાદ ક્રિકેટ પ્રેમીઓ મેટ્રો ટ્રેનમાં બેસીને પોતાના ઘરે પહોંચી શકે. 19 નવેમ્બરે જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાવાની છે, ત્યારે પણ સરકાર અને મેટ્રો રેલ દ્વારા આ જ અભિગમ અપનાવવામાં આવ્યો છે કે જેમાં મેટ્રો રેલ સવારે 6.20 થી શરૂ કરીને રાત્રે 1:00 વાગ્યા સુધી દોડાવવામાં આવશે. જેથી મેચ જોવા આવનારા ક્રિકેટ પ્રેમીઓને હાલાકી ના પડે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news