આજના સમયમાં ઘણા લોકોની નજર શોર્ટકટમાં પૈસા કમાવાની હોય છે. પરંતુ તેમની આ ટેવ તેને ભારે પડે છે. નવસારીમાં એક યુવકે ઓનલાઈન નકલી દારૂ બનાવવાનું શીખ્યું અને પછી તેનું વેચાણ શરૂ કર્યું હતું. પરંતુ પોલીસની નજર પડતા તેની ધરપકડ કરવામાં આવી છે.
આ ઘટનામાં સંડોવાયેલા યુવાનનું નામ હિમાંશું પટેલ છે, જેણે પોતાના સગીર સાથી સાથે મળીને નવસારીના વિજલપોર વિસ્તારની લેકવ્યુ રેસીડેન્સીના પોતાના ઘરમાં ડુપ્લિકેટ દારૂ બનાવવાનું શરૂ કર્યું હતું. હિમાંશુ અને તેના સગીર મિત્રએ સોશ્યલ મીડિયા સાઇટ યુટ્યુબ ઉપર ડુપ્લિકેટ દારૂ કેવી રીતે બનાવવો એના વીડિયો જોઈને દારૂ બનાવતા શીખ્યા હતાં.
ગુજરાતમાં દારૂબંધી આ વાત માત્ર મજાક હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાતમાં બેફામ દારૂ મળે છે તે વાત તો બધા જાણે છે. પરંતુ હવે મહેસાણાના કડીમાંથી નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ છે. જ્યાં નકલી દારૂ બનાવી વિદેશી બ્રાન્ડની બોટલમાં ભરી વેચાણ કરવામાં આવતું હતું.
ગુજરાતમાંથી એક બાદ એક નકલી વસ્તુઓ ઝડપાઈ રહી છે. નકલી મસાલા, નકલી ખાવાપીવાની વસ્તુ, નકલી પોલીસ પરંતુ હવે નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે.
થોડા માસ અગાઉ પણ આજ વિસ્તારમાંથી નકલી મસાલા, નકલી ઘી બનાવતી મિલ ઝડપાઈ હતી, ત્યારે ફરી એકવાર આજ વિસ્તારમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાતા ચકચાર મચી છે. કામરેજ તાલુકાના માંકણા ગામેથી જિલ્લા એલસીબીની ટીમ નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે.
Surat News : સુરતમાં કેમિકલ મિશ્રિત દારૂની ફેકટરી ઝડપાઈ... બે રીઢા આરોપીઓને PCBએ ઝડપી પાડ્યા.... 9.28 લાખની કિંમતનો દારૂ ઝડપાયો.... અગાઉ કલ્પેશ સામરીયા 3 વખત દારૂની ફેરાફેરી કરતો ઝડપાયો હતો.... રાજસ્થાનનાં મિત્ર પાસે દારૂ બનાવતા શીખી સુરતના પોશ વિસ્તારમાં બંગલો ભાડે રાખી બનાવતો દારૂ
Rajkot News : રાજકોટના રામાપીર ચોકડી પાસેના ધર્મનગર-૨ માં આવેલા બે માળના મકાનમાં દારૂની ફેક્ટરી ચાલતી હોવાની પોલીસને બાતમી મળી હતી. ક્રાઇમ બ્રાંચને મળતા સ્થળ પર જઇ તપાસ કરતાં પોલીસ પણ ચોંકી ઊઠી
અમદાવાદ : 31 ડીસેમ્બર નજીક આવતા જ બુટલેગરો દારૂની હેરાફેરીમાં લાગી ગયા છે. જયારે પોલીસે વિવિધ નાકાબંધી પોઈન્ટ અને બાતમીદારોનાં નેટવર્કને સક્રિય કરી દીધા છે. એવામાં જ અમદાવાદનાં એલિસબ્રિજ પોલીસ સ્ટેશનની હદમાંથી ઇંગ્લીશ દારૂ બનાવવાનુ કારખાનું ઝડપાયું છે. PCBની ટીમે આંબાવાડી વિસ્તારના કમલા અપાર્ટમેન્ટમાં ચાલતા દારૂ બનાવવાનાં ગેરકાયદેસર કારખાનાં પર રેડ કરી હતી.