પત્નીને ફરવા લઇ જવાનાં નામે કર્યું એવું હિન કૃત્ય કે વિદેશમાં થઇ રહી છે થું થું...

પતિ-પત્નીના સંબંધો માત્ર પ્રેમ ઝંખે છે. પણ ક્યારેક આ પ્રેમ રૂપિયા આગળ ફિક્કો પડી જતો હોય છે. બનાસકાંઠામાં તાજેતરમં એક પતિએ વીમાની રકમ અને પ્રેમિકા માટે પત્નીને પોતાની નજરો સામે કાર નીચે મરવા તરછોડી દીધી હતી. અને આ કિસ્સો હજુ તાજો જ છે ત્યાં તો વધુ એક પતિ હત્યારો બની ગયો છે જેણે પોતાની ગર્ભવતી પત્નીને ફેંકી દીધી ઉંચાઈ પરથી અને ગર્ભમાં ઉછરી રહેલા પોતાના સંતાનની પણ ના ખાધી દયા.

પત્નીને ફરવા લઇ જવાનાં નામે કર્યું એવું હિન કૃત્ય કે વિદેશમાં થઇ રહી છે થું થું...

અમદાવાદ : પતિ-પત્નીના સંબંધો માત્ર પ્રેમ ઝંખે છે. પણ ક્યારેક આ પ્રેમ રૂપિયા આગળ ફિક્કો પડી જતો હોય છે. બનાસકાંઠામાં તાજેતરમં એક પતિએ વીમાની રકમ અને પ્રેમિકા માટે પત્નીને પોતાની નજરો સામે કાર નીચે મરવા તરછોડી દીધી હતી. અને આ કિસ્સો હજુ તાજો જ છે ત્યાં તો વધુ એક પતિ હત્યારો બની ગયો છે જેણે પોતાની ગર્ભવતી પત્નીને ફેંકી દીધી ઉંચાઈ પરથી અને ગર્ભમાં ઉછરી રહેલા પોતાના સંતાનની પણ ના ખાધી દયા.

સુંદરતા મણાવવાના નામે ઘડ્યો ખતરનાક પ્લાન
દક્ષિણ પૂર્વી તૂર્કીના મુગલા શહેરનું દંપતી ત્યાની બટરફ્લાય વેલીમાં રજાઓ માણવા પહોંચ્યુ હતુ. કલાકો સુધી પતિ-પત્નીએ સાથે સમય વીતવ્યા. પત્ની સુંદર વેલીમાં પતિ સાથે સેલ્ફી લેવામાં મશગૂલ હતી અને પોતાના ગર્ભમાં ઉછરી રહેલા સાત મહિનાના સંતાનની સાથે આ સુંદર નજારાને માણી રહી હતી. પરંતુ અચાનક એ ગર્ભવતી મહિલા 1 હજાર ફૂટની ઉંચાઈ પરથી નીચે પડી ગઈ. પછી ખ્યાલ આવ્યો કે આ કોઈ દુર્ઘટના નહીં પણ એક પ્રિપ્લાન હતો. અને પ્લાન ઘડનાર અન્ય કોઈ નહીં તેનો પતિ જ હતો. 

7 મહિનાના બાળકની દુનિયામાં આવતા પહેલાં અલવિદા
જે પતિ પોતાના આવનારા સંતાન અને પત્ની સાથે સુંદર પહાડોની ઊંચાઈ પર સેલ્ફી લઈ રહ્યો હોય તો તે કઈ રીતે પત્નીને 1 હજાર ફૂટની ઊંચાઈ પરથી ફેંકી શકે તે માન્યમાં આવે તેવું નથી. પણ હકીકત એ જ છે તે આ પાગલ પતિના પાગલપનના કારણે ગર્ભમાં રહેલું સાત મહિનાનું બાળક પણ આ દુનિયામાં આવતા પહેલા આ દુનિયા છોડીને ચાલ્યું ગયું. 

42 લાખના વીમા માટે પત્નીની હત્યા? 
પતિ હકાનની આ હરકત બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી છે. તેની આ હરકતની પાછળનું કારણ પણ ચોંકાવનારું સામે આવ્યું છે. કારણ કે પતિએ પત્ની માટે થોડા દિવસો પહેલા જ 42 લીરા એટલે કે તૂર્કી કરન્સી જેની ભારતીય આંકડા મુજબ 42 લાખ રૂપિયા જેવી થાય છે તેટલી રકમનો વીમો કરાવ્યો હતો. અને તેમાં નોમિની હાકાન એટલે મહિલાનો પતિ હતો અને એટલે જ તેણે પત્નીનું કોઈ દુર્ઘટના કે અકસ્માતમાં મૃત્યુ થઈ જાય તો નોમિની તરીકે લાભ મેળવવા માટે આ કામ કર્યાનું મનાઈ રહ્યું છે. બીજી તરફ હકાને આવી વાતને ફગાવી દીધી છે અને પત્નીનું મૃત્યુ એક દુર્ઘટના હોવાનું જ રટણ કરી રહ્યો છે. વકીલોનો દાવો છે કે હકાન ત્યાં કલાકો સુધી એટલે રહ્યો જેથી તે સુનિશ્ચિત કરી શકે કે ત્યાં કોઈ તેને જોઈ નથી રહ્યું. બીજી તરફ મૃતકનાં પરિવારજનોએ ખુલાસો કર્યો છે કે હકાને તેની પત્નીનાં નામે ત્રણ લોન પણ લઈ રાખી છે. સેમરાને ઉંચાઈથી ડર લાગતો હતો તેમ છતાં તને આટલી ઉંચાઈ પર મારી નાંખવાના પ્લાન સાથે જ લઈ જવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news