પ્રેમ કરવાની આવી સજા? પ્રેમિકાને મળવા જતા યુવતીના ભાઈ અને મામાએ પ્રેમીને આપ્યું દર્દનાક મોત

સુરતના વરાછામાં પ્રેમસબંધમાં એક યુવકની હત્યા થઇ હોવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. સુરતના વરાછા ખાતે આવેલા ગીતાનગરમાં રહેતો 24 વર્ષીય મેહુલ સોલંકી રત્નકલાકાર તરીકે નોકરી કરે છે.

પ્રેમ કરવાની આવી સજા? પ્રેમિકાને મળવા જતા યુવતીના ભાઈ અને મામાએ પ્રેમીને આપ્યું દર્દનાક મોત

પ્રશાંત ઢીવરે/સુરત: સુરતના વરાછામાં આવેલ માધવપાર્ક સોસાયટીમાં પ્રેમિકાને મળવા ગયેલા યુવકને યુવતીના ભાઈ અને મામાએ ઢોરમાર મારતા મોત થયું હતું. જેથી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના વરાછામાં પ્રેમસબંધમાં એક યુવકની હત્યા થઇ હોવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. સુરતના વરાછા ખાતે આવેલા ગીતાનગરમાં રહેતો 24 વર્ષીય મેહુલ સોલંકી રત્નકલાકાર તરીકે નોકરી કરે છે. મેહુલના ઘર નજીકમાં જ આવેલી સોસાયટીમાં રહેતી યુવતી સાથે તેનો પ્રેમ સંબંધ થયો હતો. એ મામલે યુવતીનાં પરિવારજનોને જાણ થતાં તેમણે મકાન ફેરવી અલગ જગ્યાએ રહેઠાણ કરી લીધું હતું. તેમ છતાં બંને એકબીજા સાથે સતત સંપર્કમાં જોડાયેલાં હતાં. જોકે ગીતાનગરની બાજુમાં આવેલી માધવપાર્ક સોસાયટીમાં પ્રેમિકાની બહેનપણી રહેતી હતી. પ્રેમિકા તેની બહેનપણીના ઘરે ગઈ હતી. 

આ દરમિયાન બહેનપણીના ઘરેથી ગતરોજ યુવતીએ મેહુલને ફોન કરીને માધવપાર્ક પાસે મળવા બોલાવ્યો હતો. અહીં બંને પ્રેમી મળી રહ્યા હતા. એ દરમિયાન જ યુવતીના ભાઈઓ અને કાકા કુલ ત્રણ જણા ત્યાં આવી પહોંચ્યા હતા અને પ્રેમી યુવક પર હુમલો કરી તેને માર માર્યો હતો. યુવતીનો સગો ભાઈ, મામાનો દીકરો, પિતરાઈ ભાઈ અને કાકા ત્યાં આવી પહોંચ્યા હતા. 

આ દરમિયાન ત્રણેયે મળીને યુવકને ઢીંકાપાટુથી, પટ્ટા, દોરડા અને લાકડાં વડે ઢોરમાર માર્યો હતો. એને લઇ મેહુલ સોલંકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેથી તેને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મેહુલના મોતને પગલે તેના ભાઈ દ્વારા વરાછા પોલીસ મથકમાં હત્યાની ફરિયાદ આપવામાં આવી હતી.

પરિવારની ફરિયાદને આધારે વરાછા પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી સમગ્ર ઘટનામાં મૃતદેહને પોસ્ટમોટમ અર્થે મોકલી યુવતીના બે ભાઈ અને કાકા સામે હત્યાનો ગુનો નોંધી તમામની અટકાયત કરી છે...પોલીસે શક્તિસિંહ વનરાજસિંહ પઢીયાર , મહીપતસિંહ કનુભાઈ પઢીયાર , અને મહિપત અભયસિહ ગોહિલની ધરપડક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news