સુરત પોલીસ

SURAT પોલીસે એવી ચપળતાથી પકડ્યો આરોપી કે તમે પણ પોલીસ પર ગર્વ કરશો

શહેરની પુણાગામ પોલીસે એક ઈસમ પાસે પકડાયેલા મુદામાલમાં લખેલા નામના આધારે ગુગલ દ્વારા એડ્રેસ શોધી ગુનાનો ભેદ ઉકેલાયો અનેં કર્ણાટકની 17 લાખની ચોરી શોધી કાઢી છે. સુરતની પુણા પોલીસે વાહન ચેકીંગ દરમિયાન શંકાના આધારે એક આરોપીને બસમાંથી ઝડપી પાડ્યો હતો. જેની પુછતાછ કરતા આરોપીએ કર્ણાટકમાં ઘરફોડ ચોરીને અંજામ આપી સુરત આવતો હતો. જેની ધરપકડ કરી તેની પાસેથી સોના ચાંદીના દાગીના કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરતની પુણા પોલીસ વાહન ચેકીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે એક આરોપી ચોરી કરીને સુરત તરફ આવી રહ્યો છે.

Aug 17, 2021, 12:00 AM IST

SURAT માં એક વ્યક્તિ પોતાના જ હાથે ગળુ કાપી નાખ્યું, લોકો રસ્તા પર વીડિયો ઉતારતા રહ્યા, પોલીસ જવાને બચાવ્યો

શહેરના પાંડેસરાની પ્રમુખ પાર્ક સોસાયટી નજીક એક યુવાન જાહેર રોડ પર હાથમાં બ્લેડ લઇને પોતાનું જ ગળુ કાપતો જોઇને લોકો આશ્ચર્યમાં મુકાયા હતા. જો કે આ લોહિયાળ ઘટના જોઇ એક કોન્સ્ટેબલ તથા એક ટીઆરબી જવાન દોડી આવ્યા હતા. તેમણે યુવાનને બચાવી લીધો હતો. તત્કાલ 108ને જાણ કરીને યુવાનને સારવાર માટે ખસેડ્યો હતો. ઘટના અંગે એલઆર જવાન અનિરુદ્ધસિંહ રાઠોડ (ટ્રાફીક વિભાગ) જણાવ્યું કે, અમે બાટલી બોય પોઇન્ટ પર અમારી ફરજ હોવાથી અમે ઉભા હતા. ત્યારે અચાનક એક એક્ટિવા ચાલક આવ્યો હતો. તેણે કહ્યું કે, એક વ્યક્તિ રોડની બાજુ બ્લેડ પર પોતાનું જ ગળુ કાપવાનો પ્રયાસ કરી રહ્યો છે. 

Jul 29, 2021, 04:19 PM IST

SURAT: જો મોંઘો દારૂ પીને કોલર ઉંચી કરતા હો તો ચેતી જજો, પોલીસે ઝડપ્યું મોટુ કૌભાંડ

કોરોનામાં કાંઈ કામ ન હોવાથી એક જમીન દલાલ ભાડાના મકાનમાં દારૂ બનાવતો હતો. ઉમરા પોલીસે રેડ કરી માલ્ટ કેમિકલ, આલ્કોહોલ, દારૂ બનાવવાનો કલર, વિદેશી દારૂની બોટલ અને ઢાંકણ વિગેરે મળી રૂ. 36 હજારનો મુદ્દામાલ કબ્જે લીધો. ગુજરાતમાં નહિ પણ ભારત ભરમાં કોરોનાની અસર તમામ લોકોને થઈ હતી. ખાસ કરીને વેપાર ધંધા પર તેની અસર જોવા મળી હતી, ત્યારે લોકો પોતાના વેપાર પણ બદલી નાખ્યા અથવા રોજીંદો વેપાર બંધ થતાં બીજા ગુનાના રવાડે ચડ્યા છે. તેવો એક કિસ્સો સુરતના ઉમરા ગામમાં સામે આવ્યો. ઉમરા ગામના નવા નવસાત મહોલ્લામાં ઉમરા પોલીસે માહિતીના આધારે દરોડા પડયા હતા.

Jul 27, 2021, 10:09 PM IST

સુરત બન્યું ગુનાખોરીનું ઘર : વેપારી પાસેથી 3 કરોડની ખંડણી માંગવામા આવી

સુરત જેમ પ્રગતિ કરી રહ્યું છે અને આર્થિક પાટનગર બની ગયું છે, તેમ ક્રાઇમ સિટીના રેસમાં સૌથી આગળ સુરત વધી રહ્યું છે. મુંબઈમાં જે રીતે વેપારી હોય કે બિલ્ડર પાસેથી ખંડણી માટે ફોન અથવા તો ધમકાવવામાં આવે છે, તેવી જ રીતે હવે સુરતમાં પણ વેપારીઓને ધમકાવવામાં આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો સુરતના રિંગરોડ કાપડ માર્કેટમાં સામે આવ્યો છે. જેમાં એક વેપારીને રૂપિયા ત્રણ કરોડ માટે ખંડણી માંગવામાં આવી હતી અને આ ખંડની પણ એક 17 વર્ષના કિશોરે કુરિયરના માદ્યમથી આપી હતી.

Jul 23, 2021, 05:06 PM IST

SURAT: માસ્કના નામે અવાવરૂ જગ્યાએ તોડ કરવાનો POLICE નો વીડિયો VIRAL

 કોરોના કાળમાં સામાન્ય માણસ આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યો છે. તેવામાં પોલીસ દ્વારા વિવિધ કાયદા અને નિયમો અંતર્ગત માસ્કના નામે દંડની બીક બતાવી લોકોને પરેશાન કરતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. સુરતના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક એકાંત જગ્યા પર લોકોને અટકાવીને પોલીસ દ્વારા ઉઘરાણા કરાઇ રહ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. જેના પગલે પોલીસની ઇમેજ ખરડાઇ છે. આ અંગે હાલ તો પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે. 

Jul 20, 2021, 11:06 PM IST

SURAT: પાંડેસરામાં ત્રણ લૂંટારુઓને રિવોલ્વર બતાવી, સોનીએ હિંમતભેર સામનો કર્યો અને...

પાંડેસરામાં જય અંબે જ્વેલર્સની દુકાનમાં ઘઉસેલા માસ્ક ધારી લૂંટારાઓએ વેપારીને દેશી કટ્ટો બતાવીને લૂંટનો પ્રયાસ કર્યો હતો. જો કે ગ્રાહકના સ્વાંગમાં આવેલા ત્રણેય ઇસમોએ ચાંદીની રિંગ ખરીદવાના બહાને લૂંટનો પ્રયાસ કર્યો હતો. જો કે વેપારીએ હિંમતભેર સામનો કરતા ત્રણેય લૂંટારૂઓ અલગ અલગ દિશામાં બાગ્યા હતા. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. સંજય સોનીએ ઘટના અંગે જણાવ્યું કે, બપોરના સમયે બાઇક પર ત્રણ લોકો આવ્યા હતા. બાઇક પાર્ક કરીને દુકાનમાં ઘુસ્યા હતા. ચાંદીની રિંગ બતાવવાનું કહેતા મે ડબ્બામાંથી રિંગ કાઢીને બતાવી હતી. તેમને એક રિંગ પસંદ પણ આવી હતી. તેમણે રિંગનો ભાવતાલ કરી એક પછી એક દુકાનની બહાર ગયા હતા. પરત આવીને મોબાઇલ એપથી પૈસા લેશો તેમ કહીને વાતચીત કરી હતી. 

Jul 13, 2021, 07:21 PM IST

Surat : વાહન ચેકિંગ દરમિયાન રીક્ષાએ અડફેટે લેતા મહિલા કોન્સ્ટેબલનું મોત

સુરતના પાંડેસરા વિસ્તારમાં ગત રાત્રે વાહન ચેકિંગ દરમિયાન દુખદ બનાવ બન્યો હતો. રીક્ષાની ટક્કરે મહિલા પોલીસ કર્મચારીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતુ.

Jul 8, 2021, 10:53 AM IST

SURAT: રોંગસાઇડ આવતી પોલીસ વાનની ટક્કરે યુવકનું મોત, પોલીસે મૃતકને જ આરોપી બનાવ્યો

અકસ્માતની ઘટનામાં પોલીસની શંકાસ્પદ કામગીરી જોવા મળી છે. પોલીસ વાન સાથે બનેલી અકસ્માતની ઘટનામાં પોલીસે મૃતક આરોપી બનાવી તેની સામે ગુનો દાખલ કર્યો છે. સુરતના વેસુ વિસ્તારમાં પોલીસવાન અડફેટે બાઇક ચાલક સગીરનું કરૂણ મોત નિપજ્યું છે. આ ઘટના બની હતી ત્યારે રવિવારે સાંજે વેસુ ચાર રસ્તા નજીક ઉમરા પોલીસની વાત સાથે અથડાયેલ બાઇક ચાલક સગીરનું કરૂણ મોત નિપજ્યું છે. જો કે ઘટના બાદ ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જો કે તેને બચાવી શકાયો નહોતો. 

Jun 22, 2021, 05:21 PM IST

ભાગ્યા કે ભગાડ્યા? સુરતમાં ચાલુ બસમાંથી કૂદકો મારીને પોલીસની નજર સામે ભાગ્યા 2 આરોપી

  • સમગ્ર ઘટનામા 5 પોલીસ કર્મચારીઓને નિષ્કાળજી માટે સસ્પેન્ડ કરાયા
  • આ ઘટના તમામ પોલીસ કર્મચારીઓની કામગીરી પર મોટા સવાલો ઉભા કરે છે
  • આખરે આરોપી ભાગ્યા કે તેમને ભગાડવામાં આવ્યા

Jun 19, 2021, 08:05 AM IST

SURAT: નાસ્તાની લારી પર અમારી સામે કેમ બોલ્યો તેમ કહી માલિક પર હૂમલો

જિલ્લાના વરેલી ગામામાં નાસ્તાની લારી ચલાવનારા વ્યક્તિને ત્યાં બે ઇસમો નાસ્તો કરવા માટે આવ્યા હતા. જો કે કોઇ કારણોસર યુવકો અને લારીવાળા વ્યક્તિ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેના કારણે એકાએક નાસ્તો કરવા આવેલા અસામાજિક તત્વોએ તેના પર જીવલેણ હુમલો કર્યો હતો. ચપ્પુ વડે લારીવાળા પર હુમલો કર્યો હતો. 

Jun 13, 2021, 10:24 PM IST

SURAT: આ મહિલા કોન્સ્ટેબલ પોતાનાં 3 બાળકો સાથે આવે છે પોલીસ સ્ટેશન, કોરોના કાળમાં પણ અડીખમ

એક માં બાળકો માટે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ અડીખમ રહે છે. આ વાતને સુરતની મહિલા કોન્સ્ટેબલે સાર્થક કરી છે. તેઓ ૪ મહિનાના બાળકને પોલીસ સ્ટેશન સાથે લઈ જઈને માતૃત્વની જવાબદારી નિભાવે છે. તો સાથે સાથે પોલીસ સ્ટેશનમાં તેમના રોજીંદા કાર્યો કરીને નોકરી પ્રત્યેની પણ ફરજ બજાવે છે. 

Jun 10, 2021, 03:56 PM IST

સુરતનું ઠગ દંપતી પકડાયું, ચાંદીની પેટી લઈને પેમેન્ટ ન કર્યું

ચાંદી વેચાણ કરી આપવાના બહાને જ્વેલર પાસેથી ચાંદી લઈને તેનું પેમેન્ટ નહીં દંપતીએ ઠગાઈ આચરી હતી. દંપતીએ કુલ  36.54 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. આ ગુનામાં સુરતના સલાબતપુરા પોલીસે આરોપી પતિ-પત્નીની ધરપકડ કરી છે.

Jun 8, 2021, 04:03 PM IST

લો બોલો! લાખો રૂપિયાનું સોનું પોલીસ કહે છે લઇ જાઓ, પણ કોઇ લેવા માટે તૈયાર નથી !

ઉમરા પોલીસે છેલ્લા 15 વર્ષમાં ચોરી-ચેઇન સ્નેચિંગના 81 ગુનેગારો પાસેથી 1 કિલોથી વધારે સોનાના દાગીના કબ્જે કરી બેંક લોકરમાં મુક્યા હતા. જો કે દાગીના પરત લેવા માટે તેના માલિકો આવતા ન હતા. પોલીસ આવા 25 લોકોને બોલાવ્યા હતા. જે પૈકી 5 જ લોકોએ દાગીના લેવા માટે પોલીસનો સંપર્ક કર્યો હતો. સ્નેચિંગ, ચોરી અને લૂંટ જેવા ગુનાઓમાં આરોપીઓ પકડાતા ઉમરા પોલીસે મુદ્દામાલ રિકવર કર્યો હતો. 

Jun 2, 2021, 11:09 PM IST

SURAT: મહિલા PSI ને આરોપીએ કહ્યું હું તને બરબાદ કરી દઇશ અને પછી...

ડિંડોલી વિસ્તારમાં રહેતી પરિણીતાએ બે વર્ષ અગાઉ પતિ અને સાસરીયા વિરુદ્ધ દહેજ અંગેની ફરિયાદ દાખલ કરી હતી. જેમાં આગોતરા જામીને મળવ્યા બાદ સાસુ અને સસરા હાજર નહી થતા પોલીસ દ્વારા યુપીથી તેમને ઝડપી લેવાયા હતા. પરિણીતાના પતિએ તપાસ કરી રહેલા મહિલા PSI ને ફોન પર ધમકી આપીને બીભત્સ મેસેજ મોકલ્યા હતા. જેના પગલે મહિલા પીએસાઇએ આજે કંટાળીને ડિંડોલીમાં ફરિયાદ દાખલ કરાવી હતી. 

May 17, 2021, 05:17 PM IST

SURAT: પત્નીએ બીજે લગ્ન કરતા સાળાના ઘરે જઇ યુવકે સાળાની પત્નીને કહ્યું હું તમારી સાથે...

શહેરમાં એક ખુબ જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પતિએ તેનાં સાળાની પત્નીની છેડતી કરી છે. પોલીસે આ કેસમાં આરોપી સામે ગુનો દાખલ કરીને વધારે તપાસ આદરી છે. જો કે આ કેસ ખુબ જ વિચિત્ર છે. ઘટનાની વિગતે મળતી માહિતી અનુસાર આરોપી યુવક વર્ષ પહેલા લગ્ન બાદ તેની પત્નીને છોડીને ગુમ થઇ ગયો હતો. ત્યાર બાદ પરિણીતાએ બીજા લગ્ન કરી લીધા હતા.વર્ષો બાદ પતિ તેની પત્નીની શોધમાં નિકળ્યોય હતો. દરમિયાન તેણે સાળાના ઘરે જઇને તપાસ આદરી હતી. પત્નીની કોઇ માહિતી ન મળતા પતિએ સાળીની પત્નીનો હાથ પકડીને છેડતી કરી હતી.

May 15, 2021, 06:33 PM IST

SURAT: કટર વડે ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય તેમ હૂમલો, POLICE પર ઉઠી રહ્યા છે સવાલ

ડિંડોલી માનસરોવર તળાવ પાસે સ્વસ્તીક લેકમાં રહેતા પાંડે પરિવાર પર ગઇકાલે રાત્રે નવેક વાગ્યે જીવી બાબતે થયેલી બોલાચાલીની અદાવત રાખીને પાડોશીઓ દ્વારા હેક્સો બ્લેડ થી જીવલેણ હૂલો કર્યો હતો. હુમલાખોરોથી બચાવવા માટે વચ્ચે પડેલા યુવકને ઘા માર્યા હતા. જો કે પોલીસે સમગ્ર મામલો શાંત પાડી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડિંડોલી માનસરોવર તળાવ નજીક સ્વસ્તીક લેકમાં રહેતા શ્રવણ કમલાશંકર દયાશંકર પાંડે, પત્ની શશી, પિતાજી કમલાશંકર અને હિતેષ પાઠક પર ગઇકાલે નવ વાગ્યે સ્વસ્તિક લેકમાં જ રહેતા સુનિલ મોહન, દિવ્યા મોહન, આલોક સુનિલ, સાગર હેક્સો બ્લેડથી જીવલેણ હુમલો કર્યો હતો. 

May 14, 2021, 07:07 PM IST

SURAT: પોલીસનાં મોઢે તમાચો, ચોરને પકડવા મુકેલા CCTVની જ થઇ ચોરી

શહેરમાં સતત વધી રહેલી ગુનાખોરીને ડામવા માટે સુરત પોલીસ દ્વારા કમાન્ડ એન્ડ કન્ટ્રોલ પ્રોજેક્ટ હેઠળ સુરતમાં ગુનેગારોને ડામવા માટે ઠેર ઠેર કેમેરા મુકવામાં આવ્યા હતા. જો કે ચોરને ડામવા મુકાયેલા કેમેરા જ ચોર ચોરી ગયા હતા. જેના કારણે સુરત પોલીસનો ભારે ફજેતો થયો હતો. હવે ચોર ખુલ્લી રીતે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. 

May 11, 2021, 11:47 PM IST

SURAT માં પોલીસ ફરી વિવાદમાં, મજબુર લોકોનો તોડ કરતી હોવાનો વીડિયો વાયરલ

 પોલીસ હાલ કાયદો અને વ્યવસ્થા મુદ્દે વારંવાર વિવાદોમાં આવતી રહે છે. તેમાં પછી હત્યા, બળાત્કાર જેવા છાશવારે બનતા કિસ્સાઓ હોય કે ગરીબ લોકોનો તોડ કરવા કે અપશબ્દો બોલવાનો કિસ્સો હોય  પોલીસ ચર્ચામાં આવતા રહે છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હાલ પોલીસનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. પોલીસ વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી છે. 

Apr 30, 2021, 11:04 PM IST

Surat: લોહી લેવા નિકળેલા શખ્સો સાથે પોલીસની દાદાગીરી, દર્દીનું મોત નિપજ્યું

સચિન GIDC વિસ્તારમાં કોરોના દર્દીમાટે લોકડાઉન દરમિયાન લોહીની વ્યવસ્થા કરવા માટે નિકળેલા પરિવારનાં યુવકને પોલીસે અટકાયત કરી લીધી હતી. પોલીસે દાદાગીરી કરતા યુવકને માર પણ માર્યો હતો. જો કે દર્દીને યોગ્ય સમયે લોહી નહી મળતા હોસ્પિટલમાં દર્દીનું મોત નિપજ્યું હતું. આ ઘટનામાં પોલીસની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે. 

Apr 26, 2021, 11:08 PM IST

SURAT: પોતાનું મોત સાબિત કરવા નિર્દોષ વ્યક્તિને ગાડીમાં બેસાડી ગાડી સળગાવી દીધી અને...

શહેરનાં ઘલા ગામે રહસ્યમય રીતે સળગેલી સ્થિતીમાં ક્રેટા કારનું રહસ્ય ખુલ્યું. કારની સાથે સાથે મૃતદેહ પણ થયો હતો. ભસ્મીભુત પોલીસને પહેલાથી જ ઘટનાને લઇને શંકા, ઘટના આકસ્મિક નહી પરંતુ કાવતરનાની હતી શંકા, પોલીસની શંકા સાચી ઠરી હતી. કાર અને અજાણ્યા ઇસમને સળગાવનાર બીજુ કોઇ નહી પરંતુ કારનો માલિક પોતે જ નિકળ્યો હતો. જિલ્લા SPG પોલીસે કાર માલિકની ધરપકડ કરી હતી.

Apr 25, 2021, 06:54 PM IST