બુદ્ધી હોય તો માટીના પણ પૈસા મળે તે કહેવત જેવું પંચમહાલમાં મસમોટુ કૌભાંડ
Trending Photos
પંચમહાલ : દિલ્હી બોમ્બે નેશનલ કોરિડોરની કામગીરી હાલ પુર જોશમાં ચાલી રહી છે, ત્યારે તેમાં મોટી ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. કોરિડોરમાં પુરાણ માટે ઉપયોગમાં લેવામાં આવતી માટીની કથિત ચોરી કરીને આ કોરિડોર માટે ઉપયોગમાં લેવામાં આવતી હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. માટી ચોરીના મહાકૌભાંડમાં ઝી 24 કલાકની પડતાલમાં સ્થળ પર જે દ્રશ્યો જોવા મળ્યા તે પણ ખૂબ જ ચોંકાવનારા છે.
પંચમહાલ જિલ્લામાંથી દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોરનો 39 જેટલા ગામોમાંથી 62 કિલોમીટર જેટલો રસ્તો પસાર થાય છે. આખા પ્રોજેક્ટ માટે 150 લાખ ક્યુબિક મીટર એટલે કે અંદાજીત 2,25,00,000 મેટ્રિક ટન માટીનું કામ લેવામાં આવી રહ્યું છે. પહેલા ખાણ ખનીજ વિભાગ પાસે થી મંજૂરી મેળવી માટી ખોદકામ કરવા માં આવતું હતું પરંતુ અત્યારે સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવો ઊંડા કરવા ની યોજના ચાલી રહી છે જે અંતર્ગત નેશનલ કોરિડોર માટે મફત માં આ મળી રહે છે.તે છતાં પણ માટી પુરી પાડનાર કોન્ટ્રાક્ટરો દ્વારા મંજુરી કરતા અનેક ઘણી માટી ખોદી સરકારી તિજોરી ને મોટું નુકસાન પહોંચાડવા માં આવી રહ્યું છે.સુજલામ સુફલામ યોજનાની ગાઈડ લાઇન પ્રમાણે તળાવોમાંથી 2 મીટર જેટલી માટી ખોદવાની મંજૂરી છે. પરંતુ આ યોજના હેઠળ માટી મફતમાં મળી રહી છે. તેથી કોન્ટ્રાક્ટરો 2 મીટર ની જગ્યા એ 6 મીટર જેટલી ઊંડાઈમાં માટીનું ખોદાણ કરવામાં આવી રહ્યું છે. ઝી 24 કલાકે એક અંદાજ મેળવવા માટે માપ પટ્ટી સાથે લઈ ઓન કેમેરા ગાઈડ લાઇન મુજબ રિયાલિટી ચેક કર્યું તો ચોંકાવી દેનારા તથ્યો સામે આવ્યા. ગાઈડ લાઇન 2મીટર ખોદકામની છે. જ્યારે રિયાલિટી ચેકમાં સામે આવ્યું કે પંચમહાલના કાલોલ તાલુકાના જેલી ગામના તળાવમાંથી અંદાજીત 6 મીટર જેટલું ખોદકામ કરવામાં આવ્યું છે.એટલે કે સીધી રીતે 4 મીટર વધુ ખોદકામ કરવા માં આવ્યું છે.
પંચમહાલ જિલ્લામાં ભારત માલા પ્રોજેક્ટ અંતર્ગત દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોર માટે રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે જેમાં સરકારે ત્રણ મુખ્ય કંપનીઓને કામગીરી આપી છે જેમાં પી.એન.સી ઇન્ફ્રા.,પટેલ ઇન્ફ્રા અને જી.એચ.વી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓને કામ આપ્યું છે. જેમાં ત્રણેય કંપનીઓને નેશનલ કોરિડોરની આસપાસના ગામડાઓમાં તળાવો અને ખાનગી ખેતરોમાંથી માટી કાઢવાની તંત્રએ મંજૂરી આપી છે, જેમાં કંપનીઓએ ગામોના ખેતર કે તળાવમાંથી માટી કાઢવા પેટા કોન્ટ્રાકટરોને કામ સોંપ્યું છે. પરંતુ પેટા કોન્ટ્રાકટરો તંત્રની મંજૂરીનો ગેરલાભ ઉઠાવી રહ્યા હોય તેમ લાગે છે. પી.એન.સી ઇન્ફ્રા કંપની માટે માટી કાઢવાનું કામ કરતાં સબ કોન્ટ્રાક્ટરો દ્વારા મંજૂરી કરતાં વધુ પ્રમાણમાં માટી ખોદી કરોડો રૂપિયાની રોયલ્ટીની ચોરી કરી હોવા ના આક્ષેપ સ્થાનિક લોકો દ્વારા કરવા માં આવી રહ્યા છે. .પીએનસી કંપની દ્વારા કાલોલ ની જેલી ગ્રામ પંચાયત હસ્તક ના તળાવ માંથી સુજલામ સુફલામ યોજના હેઠળ મંજૂરી મેળવી માટી ખોદવા નું શરૂ કર્યું હતું પરંતુ મફત માં મળતી માટી ખોદતાં ખોદતાં પીએનસી એ કુવા જેટલું ઊંડું ખોદી પાણી લાવી દીધું હતું.જ્યાં હાલ બાળકો જોખમી રીતે સ્નાન કરી મોજ માણી રહ્યા છે. માટી ચોરી ના કથિત કૌભાંડ ની પડતાલ માં ઝી 24 કલાક ને જેલી ગામ માંથી ભ્રષ્ટાચાર નું અમૃત સરોવર જોવા મળ્યું જે પીએનસી કંપની ના પાપે ભર ઉનાળે સામે આવ્યું છે. સ્થાનિક લોકો પણ આક્ષેપ કરી રહ્યા છે જેલી તળાવ માંથી ખોટી રીતે માટી ચોરી કરવા માં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે