ahmedabad airport

ગુપ્ત ભાગમાં સંતાડ્યું એક કિલો સોનું, દુબઈથી આવેલી મહિલા અમદાવાદ એરપોર્ટ પર ઝડપાઈ

સોનું મળી આવ્યું છે. મહિલાએ કેપ્સુલ પેસ્ટ બનાવીને તેને ગુપ્તાંગના ભાગે સંકાળ્યું હતું.

Oct 19, 2021, 09:56 AM IST

ટોપ ગ્રેડના અધિકારીઓને પણ નહિ મળી હોય, તેવી ફેરવેલ પાર્ટી આ કૂતરાઓને મળી, Photos

અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા પાંચ વર્ષથી ફરજ બજાવતા ત્રણ ડોગને તેમના કામ પરથી નિવૃત્ત થતા
તેઓને અનોખી રીતે વિદાય આપવામાં આવી

Oct 1, 2021, 04:26 PM IST

અમદાવાદ એરપોર્ટ આખરે 16 મહિના બાદ ફરીથી જીવંત બન્યું : મુસાફરોની સંખ્યામાં થયો વધારો

દેશભરમાં હાલ કોરોનાના કેસમાં થઇ રહેલા સતત ઘટાડાને પગલે લોકજીવન ફરીથી ધબકતું થયુ છે. અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ (Ahmedabad Airport) ખાતે પણ તેની મોટી અસર જોવા મળી રહી છે. કોરોનાએ એન્ટ્રી કરી તે અગાઉની સ્થિતિએ હાલમાં મુસાફરોની પરિસ્થિતિ સુધરવા લાગી છે. અમદાવાદ એરપોર્ટ ખાતે ડોમેસ્ટિક મુસાફરોની અવર-જવર જૂન મહિનામાં 2.23 લાખ અને જુલાઇ મહિનામાં 3.32 લાખ નોંધાઇ હતી. આમ, એક મહિનામાં ડોમેસ્ટિક મુસાફરોમાં 50 ટકા સુધીનો વધારો નોંધાયો છે.

Aug 21, 2021, 03:06 PM IST

NCB એ અમદાવાદ એરપોર્ટ પરથી પકડ્યું કરોડોનું કોકેઇન ડ્રગ, બહાર આવી શકે છે સ્ફોટક વિગતો

અમદાવાદ (Ahmedabad) માં આવેલ વિદેશી નાગરિક પાસેથી મળી આવેલા કોકેઇનના 4કિલો જેટલા જથ્થા બાદ NCBનું માનવું છે કે આગામી દિવસોમાં કોકેઇનની ઇન્ટરનેશનલ કેરિયરની વધુ સ્ફોટક વિગત બહાર આવી શકે છે.

Aug 12, 2021, 09:00 PM IST

અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની મદદે આવશે રોબોટ, જરૂર હશે ત્યાં તમારી સાથે પણ ફરશે

ડિજીટલ ઇન્ડિયા હેઠળ હવે દેશમાં સરકાર દ્વારા હાઇટેક ટેક્નોલોજીને સતત પ્રોત્સાહન અપાઇ રહ્યુ છે. કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, વિવિધ ક્ષેત્રોમાં રોબોટિક્સ ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધુ રહ્યુ છે. મોટી હોટલ, રેસ્ટોરન્ટ હોય કે પછી હોસ્પિટલમાં દર્દીઓના ઓપરેશનનુ કામ. અનેક પ્રકારની કામગીરી કરવા માટે હવે રોબોટને માધ્યમ બનાવાઈ રહ્યું છે. ત્યારે હવે અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ પર મુસાફરોની મદદ માટે ખાસ રોબો મિત્ર મૂકવામાં આવ્યો છે. તમામ પ્રકારની માહિતી પૂરી પાડતી રોબોટિક્સ ટેકનોલોજી અમદાવાદ એરપોર્ટ પર પ્રથમ વખત લાવવામાં આવી છે.

Aug 12, 2021, 04:21 PM IST

અમદાવાદ એરપોર્ટ પરના AC પર કંઈક સળવળાટ થયો, નજીક જોઈને જોયુ તો ચોંક્યા અધિકારીઓ...

 • વોશિંગ મશીન, મોપેડ બાદ હવે એસીમાં સાપ ઘૂસવાનો બનાવ બન્યો 
 • અમદાવાદ એરપોર્ટની એક દિવાલના એસીમાં દેખાયેલા સાપનું રેસ્ક્યૂ કરાયુ  

Jul 18, 2021, 08:38 AM IST

CORONA નું બ્રહ્માસ્ત્ર આવી પહોંચ્યું અમદાવાદ એરપોર્ટ, હવે કોરોનાની ખેર નથી

કોરોનાના બીજા વેવ બાદ હવે વેક્સિન લેવા માટે વેક્સિનેશન સેન્ટરોની બહાર લાઇનો લાગી રહી છે. જો કે સરકારે જાહેરાત તો કરી દીધી પરંતુ સરકાર પાસે વેક્સિન નથી. તેવામાં હવે રાજ્ય સરકારે સીરમ ઇન્સ્ટીટ્યુટને 2 કરોડ અને ભારત બાયોટેકને 50 લાખ વેક્સિનનાં ડોઝનો ઓર્ડર આપ્યો છે. જેમાં સીરમ ઇન્સિટ્યુટન બાદ હવે ભારત બાયોટેકની કોવેક્સિનનો જથ્થો તબક્કાવાર રીતે અમદાવાદ એરપોર્ટ પર આવી રહ્યો છે. આ જથ્થો હૈદરાબાદથી ઇન્ડિગો એરલાઇન દ્વારા અમદાવાદ એરપોર્ટ ખાતે લવાયો હતો. 

May 9, 2021, 08:22 PM IST

‘મેં ગાડી પાર્ક જ કરી નથી, તો પાર્કિંગ ચાર્જ કેમ આપું...’ પ્રહલાદ મોદીનો અમદાવાદ એરપોર્ટ પર હોબાળો

 • પ્રહલાદ મોદી હરિદ્વારથી અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. જ્યાં તેમને પાર્કિંગ ચાર્જ  મુદ્દે કડવો અનુભવ થયો 
 • તેમણે એરપોર્ટ પર અધિકારીઓને ખખડાવ્યા હતા કે, મારી ગાડી થોડી વાર પણ રોકાઈ નથી, તો કેવો પાર્કિંગ ચાર્જ

Apr 14, 2021, 11:25 AM IST

અમદાવાદ એરપોર્ટ પર મહિલાએ CISF જવાનને લાફો મારીને કહ્યું, ‘હું સરકારી અધિકારીની દીકરી છું’

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે અદાણી ગ્રૂપ દ્વારા સંચાલિત છે. ત્યારે ગઈકાલે એક અજીબ ઘટના બની હતી. નીલમ દવે નામની મહિલા પેસેન્જરે સીઆઈએસએફ ઇન્સ્પેક્ટરને લાફો ઝીંકી દીધો હતો. બેગ ચેક કરવાના બાબતે પેસેન્જર નીલમ દવે ભડકી જતા તેણે આવું કૃત્ય કર્યું હતું. એરપોર્ટ નીલમ દવેએ અધિકારીની દીકરી હોવાનો રૌફ પણ સીઆઈએસએફ કર્મચારીઓ પર જમાવ્યો હતો. સીઆઈએસએફ દ્વારા અમદાવાદ એરપોર્ટ પોલીસ મથકમાં પેસેન્જર નીલમ દવે સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. 

Apr 2, 2021, 11:21 AM IST

અમદાવાદ એરપોર્ટ પર જનારાને લાગશે મોટો ઝટકો, અદાણીએ ઝીંકેલો તોતિંગ પાર્કિંગ ચાર્જ આજથી વસૂલાશે

આજે તમે અમદાવાદ એરપોર્ટ (ahmedabad airport) પર જવાના છો, તો વધુ પાર્કિંગ ચાર્જ આપવા તૈયાર રહેજો. અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જમાં આજથી વધારો લાગુ પડશે. અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટનું સંચાલન કરતી અદાણી કંપની દ્વારા પાર્કિંગ ચાર્જ (parking charge) માં વધારો કરાયો છે. જોકે, શોકિંગ વાત એ છે કે, કાર પાર્કિંગ ચાર્જમાં બમણો તેમજ ટુ વ્હીલર પાર્કિંગ ચાર્જમાં ચાર ગણો ચાર્જ વધારવામાં આવ્યો છે. જે આજે 1 એપ્રિલથી લાગુ પડશે. 

Apr 1, 2021, 08:46 AM IST

IndiGoના સ્ટાફે દિગ્ગજ ગુજરાતી એક્ટર સાથે કરી ગેરવર્તણૂંક

 • અભિનેતા જોશીની સીટ નીચે ખાવાની વસ્તુ પડી હતી. જેથી તેઓએ સ્ટાફને તે હટાવવાની માંગ કરી
 • મનોજ જોશીની આ ટ્વીટ જોતજોતામાં વાયરલ થઈ હતી
 • જેના બાદ ઈન્ડિગો એરલાઇન્સના દ્વારા અભિનેતા મનોજ જોશીની માફી માંગવામાં આવી

Jan 6, 2021, 10:28 AM IST

તમારા ઘરે કે આજુબાજુ કોઈ બ્રિટનથી આવ્યું હશે તો આ ગાઈડલાઈન ખાસ જાણી લેજો

 • બ્રિટનથી આવતા મુસાફરો માટે ગુજરાત સરકારે ગાઈડલાઈન બહાર પાડી 
 • અંદાજે 4350 જેટલા મુસાફરો છેલ્લા એક મહિનામાં UK થી અમદાવાદમાં આવ્યા છે
 • મંગળવારે દેશના જુદા જુદા એરપોર્ટ પર 1500 જેટલા મુસાફરો બ્રિટનથી આવ્યા છે

Dec 23, 2020, 08:06 AM IST

246 મુસાફરોની છેલ્લી ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પહોંચી, RT-PCR ટેસ્ટની કામગીરી શરૂ કરાઈ

 • કેન્દ્ર સરકારે ફલાઈટ પર રોક લગાવી ત્યારબાદ આજે સવારે 10.40 વાગ્યાની આસપાસ અમદાવાદ આવી પહોંચી હતી
 • RT-PCR ટેસ્ટનું પરિણામ નહિ આવે ત્યાં સુધી મુસાફરોને એરપોર્ટની બહાર નીકળવાની છૂટ અપાઈ નથી

Dec 22, 2020, 02:08 PM IST

આજથી 50 વર્ષ માટે અમદાવાદ એરપોર્ટ અદાણીના હવાલે

આજે 7 નવેમ્બરે અમદાવાદ એરપોર્ટનું સંચાલન અદાણી ગ્રુપને સોંપાયું છે. આજથી અદાણી ગ્રૂપ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડનું 50 વર્ષ માટે સંચાલન કરશે. શુક્રવારની મધ્યરાત્રિથી અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (Ahmedabad airport) નું સંચાલન અદાણી ગ્રૂપે (adani group) પોતાના હાથમાં લઈ લીધું છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ શુક્રવારે એક નિવેદનમાં આ માહિતી આપી છે. તો આ માટે અમદાવાદ એરપોર્ટને શણગારવામાં આવ્યું છે. ડોમેસ્ટિક, ઇન્ટરનેશનલ અને કાર્ગો એરિયામાં પણ અદાણી ગ્રૂપના પોસ્ટર પણ લાગાવવામાં આવ્યા છે. 

Nov 7, 2020, 10:59 AM IST

‘અદાણીને અમદાવાદ એરપોર્ટ સોંપતા પહેલા બાકી રહેતો કરોડોનો ટેક્સ ભરો...’ AMCની નોટિસ

 • અદાણી ગ્રુપને પીપીપી ધોરણે ચલાવવા એરપોર્ટ અપાય તે પહેલાં સર્વિસચાર્જ અને પ્રોપર્ટી ટેક્સ ભરી દેવા જણાવાયું.
 • 2011થી સર્વિસ ચાર્જ - પ્રોપર્ટી ટેક્સની રકમ ચઢી ગઇ છે. જે રૂ. 22.56 કરોડને આંબી ગઇ છે

Nov 6, 2020, 10:02 AM IST

ઘરેલુ વિમાનસેવા શરૂ, અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યું પ્રથમ પ્લેન, લખનઉથી આવ્યાં મુસાફરો

આજથી અમદાવાદ એરપોર્ટ કાર્યરત થયું છે. સવારે 6 વાગ્યાથી માત્ર ડોમેસ્ટિક ઓપરેશન શરૂ થઈ ગયા છે. એરપોર્ટ પર મુસાફરોનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. અને મુશ્કેલી ન પડે તે માટે હેલ્પ ડેસ્ક પણ બનાવવામાં આવ્યો છે. 

May 25, 2020, 07:03 AM IST

અમદાવાદમાં જનતા કર્ફ્યુ Updates : ધમધમતા રસ્તાઓ આજે શાંત થઈ ગયા, દરેક વિસ્તાર સૂમસાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનતા કર્ફ્યૂ (Janta Curfew) ની અપીલને ગુજરાતીઓએ માની છે. ગુજરાત સજ્જડપણે બંધ જોવા મળી રહ્યું છે. અમદાવાદભરમાં જનતા કર્ફ્યૂની અસર જોવા મળી છે. જીવનજરૂરિયાતની વસ્તુઓની દુકાનો ઉપરાંત લગભગ તમામ દુકાનો લોકોએ સ્વેચ્છાએ (#GujaratJageCoronaBhage) બંધ રાખી છે. જે બતાવે છે કે, લોકોમાં અવેરનેસ છે. રોજેરોજ ટ્રાફિકથી ધમધમતા અમદાવાદના વિસ્તારો પ્રહલાદનગર, વસ્ત્રાપુર, નવરંગપુરા, એસજી હાઈવે, થલતેજ, શ્યામલ ચાર રસ્તા જેવા રસ્તાઓ સૂમસાન લાગી રહ્યાં છે. 

Mar 22, 2020, 10:58 AM IST

#GujaratJageCoronaBhage : ગુજરાત સજ્જડ બંધ, લોકોએ જનતા કરફ્યુનું ચુસ્તપણે પાલન કર્યું

અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિત સમગ્ર ગુજરાત અને દેશમાં વહેલી સવારથી જનતા કર્ફ્યૂ (JantaCurfew) નું પાલન શરૂ થઈ ચૂક્યું છે. લોકો સ્વયંભૂ પોતાના ઘરે રહ્યા છે અને કોરોના વાયરસ (corona virus) સામે લડવાના સંકલ્પને વધારે મજબૂત બનાવ્યો છે. કોરોના વાયરસને ફેલાતો રોકવા, અનેક લોકોમાં જાગૃતતા આવે તે માટે પીએમ મોદીએ આજના દિવસ માટે સવારથી સાંજ સુધી જનતા કર્ફ્યુ પાળવાની અપીલ કરી છે. વિપક્ષે પણ પ્રધાનમંત્રીની પહેલને સમર્થન આપ્યું છે. આંકડા પર નજર કરીએ તો, ગુજરાતમાં કોરોના વાયરસના 14 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં 5, સુરતમાં 3, વડોદરામાં 3, રાજકોટ, ગાંધીનગર અને કચ્છમાં 1-1 કેસ પોઝિટિવ છે. તો દેશમાં દેશમાં 333 કેસ સામે આવ્યા છે. 

Mar 22, 2020, 10:05 AM IST

કેનેડાથી આવેલા ગુજરાતી યુવકે કોરોના સામે પગલાની સરકારી દાવાની પોલ ખોલી

આજે બપોરે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધીને કહ્યું હતુ કે, દરેક ખરાબમાં ખરાબ સ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાત સરકાર તૈયાર છે. ત્યારે ગુજરાત સરકારના આ દાવાને પોકળ સાબિત કરતી એક ટ્વિટ સામે આવી છે. હાલ ભારતમાં ગુજરાત સહિતના રાજ્યોમાં જે કોરોના પોઝિટિવ કેસ (corona virus) સામે આવ્યા છે, તેમાં વિદેશથી આવેલા દર્દીઓ વધુ છે. આવામાં તમામ એરપોર્ટ પર સઘન ચેકિંગ અને સ્ક્રીનિંગ વ્યવસ્થા મૂકાઈ છે. ત્યારે ગુજરાત સરકારની એરપોર્ટ પર ચેકિંગની પોલ ખૂલી છે. સાથે જ એરપોર્ટ સિક્યોરિટીના દાવા પણ પોકળ સાબિત થયા છે. કેનેડાથી આવેલા અભિમન્યુ નામના એક યુવકે ટ્વિટ કરીને લખ્યું કે, અમદાવાદ એરપોર્ટ (ahmedabad airport) પર તેનું કોઈ જ પ્રકારનું થર્મલ ચેકિંગ ન થયુ, અને તેને જવા દેવાયો છે. સાથે જ ગુજરાતી ફિલ્મની એક એક્ટ્રેસ પણ અભિમન્યુની વાતને સાચી ગણીને કહ્યું કે, તેની સાથે પણ આવુ જ થયું છે. 

Mar 21, 2020, 05:50 PM IST