દમણમાં મહિલાઓના સન્માનનો કાર્યક્રમ યોજાયો, આનંદબેન પટેલ રહ્યાં હાજર

ઉપસ્થિત મહિલાઓને સંબોધતા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ સરકાર દ્વારા ચલાવવામાં આવતી મહિલા કલ્યાણની યોજનાઓ અંગે વાત કરી હતી. મહિલાઓ કિશોરીઓ અને યુવતીઓના સ્વાસ્થ્યની જાળવણી સરકારની જવાબદારી હોવાનું જણાવી. 

દમણમાં મહિલાઓના સન્માનનો કાર્યક્રમ યોજાયો, આનંદબેન પટેલ રહ્યાં હાજર

નિલેશ જોશી, દમણ: રાજ્યના પાડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણમાં પણ આજે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દમણના સ્વામી વિવેકાનંદ ઑડિટોરિયમમાં પ્રદેશ કક્ષાના એક જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. દમણમાં આનંદીબેન પટેલની આગેવાનીમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં સંઘપ્રદેશ દમણ-દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલ અને દમણ અને દાદરા નગર હવેલીની વિવિધ ક્ષેત્રમાં આગવું યોગદાન આપનાર અગ્રણી મહિલાઓ ઉપસ્થિત રહી હતી. આ પ્રસંગે દમણ અને દાદરા નગર હવેલીની આશા વર્કરો અને સરકારી વિભાગોમાં કામ કરતી મહિલા કર્મચારીઓ પણ ઉપસ્થિત રહી હતી. આ જાહેર કાર્યક્રમમાં આનંદીબેન પટેલના હસ્તે સમાજમાં આગવું પ્રદાન કરનાર મહિલા અગ્રણીઓનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ પ્રદેશના સમાજસેવી 93 વર્ષીય મહિલા જેમને કેન્દ્ર સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે તેવા પ્રભાબેનનું પણ જાહેરમાં સન્માન કરી બહુમાન કરવામાં આવ્યું હતું.

ઉપસ્થિત મહિલાઓને સંબોધતા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ સરકાર દ્વારા ચલાવવામાં આવતી મહિલા કલ્યાણની યોજનાઓ અંગે વાત કરી હતી. મહિલાઓ કિશોરીઓ અને યુવતીઓના સ્વાસ્થ્યની જાળવણી સરકારની જવાબદારી હોવાનું જણાવી. મહિલાઓના અને કિશોરી અને યુવતીઓના સ્વાસ્થ્ય માટે સરકાર હજુ વધુ પ્રયાસો કરે એવું પણ જણાવ્યું હતું. વધુમાં આનંદીબેન પટેલે મહિલાઓને સંબોધતા રાજકારણમાં ચાલતાં પરિવારવાદ પર પણ કટાક્ષ કર્યો હતો અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓથી લઇ રાજકિય ક્ષેત્રે પ્રતિનિધિત્વ પણ મહિલાઓને બરોબરનો હિસ્સેદાર બનાવવી જોઈએ તેવું પણ જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news