Valsad news: જ્યારે મિત્રતાની ડિજિટલ જાળ કોઈ અજાણ્યા અંધારામાં ડૂબી જાય, ત્યારે શું થાય છે? સોશિયલ મીડિયા પર બે વર્ષની 'વર્ચ્યુઅલ' મિત્રતા એક સગીરા માટે કેવી રીતે કાળ બની ગઈ? વલસાડમાંથી સામે આવેલી આ ઘટના માત્ર એક અપરાધ નથી, પણ દરેક વાલીની ઊંઘ ઉડાડી દે તેવી વાસ્તવિકતા છે.
Valsad News: વલસાડના ભીલાડ રેલવે સ્ટેશન નજીક આજે એક મોટી દુર્ઘટના ટળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. વિરારથી ભરૂચ જઈ રહેલી મેમુ ટ્રેનનું એન્જિન અચાનક પાટા પરથી નીચે ઉતરી ગયું હતું. આ ટ્રેનમાં મોટી સંખ્યામાં શ્રમિકો, નોકરિયાતો અને વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા હતા. સદનસીબે, આ ઘટનામાં ટ્રેનમાં સવાર તમામ યાત્રીઓ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાની માહિતી મળી છે. ઘટના બનતા જ તંત્ર દ્વારા એન્જિનને ફરીથી ટ્રેક પર ચઢાવવાની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવી હતી.
Valsad News: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં સંબંધોને શરમાવે તેવી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. ધરમપુરના અંતરિયાળ એવા મુરદડ ગામે પવાર પરિવારમાં એક ખૂની ખેલ ખેલાયો હતો જેમાં ઘરના મોભી ની હત્યા થઈ ગઈ હતી જો કે ચોકાવનારી બાબત એ છે કે આ આધેડની હત્યાકાંડમાં તેના જ બે સગા દીકરાના હાથ લોહીથી રંગાયા છે ત્યારે એવી તો શું ઘટના બની કે બે સગા દીકરાએ તેના બાપનું ઢીમ ઢાળી નાખ્યું. શું છે આખી સમગ્ર ઘટના...
Valsad News: દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના દરિયાકાંઠે આવેલું મોટી દાંતી ગામ આજે તેના ઇતિહાસના સૌથી મોટા અસ્તિત્વના સંકટ સામે લડી રહ્યું છે. દરિયાના સતત વધી રહેલા કાટ અને મોજાઓના કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં સેંકડો હેક્ટર જમીન દરિયાની ગર્તામાં ગરકાવ થઈ ગઈ છે.
Valsad News: સરકારી કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની હાલત થઈ કફોડી. તડકામાં ઊભા રાખતા કેટલાક વિદ્યાર્થી થયા બેભાન. વલસાડના ઉમરગામના સંજાણની ઘટના. વન વિભાગના સંજાણ રેન્જે યોજ્યો હતો કાર્યક્રમ. ધારાસભ્ય રમણ પાટકરની હાજરીમાં વિદ્યાર્થીની હાલત બગડી. આકરા તાપથી વિદ્યાર્થીઓની હાલત થઈ ખરાબ. હોસ્પિટલમાં લઈ જવાને બદલે વિદ્યાર્થીને ગાડીમાં બેસાડી રખાયા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ જવાયા.
Valsad News: ભાવનગરની કુખ્યાત 'તપેલી' ગેંગના 7 સાગરીતોને પારડી પોલીસ અને એલસીબીની ટીમે રૂ. 16.41 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. આ ગેંગના સભ્યો જેલમાંથી છૂટ્યા બાદ તરત જ ઘરફોડ ચોરી અને બાઈક ચોરી જેવા ગુનાઓને અંજામ આપતા હતા.
Valsad Delivery Boy End Life : કોઈની મજબૂરી કેવી રીતે મોતનું કારણ બની શકે છે. આર્થિક બોજ અને પરિવારની ચિંતામાં વલસાડના એક યુવકે હતાશ થઈને મોત વ્હાલુ કરી લીધું. મા-બહેનના નાનકડા પરિવારનો એકમાત્ર આર્થિક સહારો છીનવાયો. વલસાડની હાઈરાઈઝ બિલ્ડીંગના 13 મા માળેથી એક યુવકે મોતની છલાંગ લગાવી.
Valsad News:વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વાંકલ ગામમાં આવેલી એક આંબાવાડીમાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. શરૂઆતમાં કુદરતી મોત માનવામાં આવેલી આ ઘટનામાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ હત્યાનો ખુલાસો થયો હતો. પોલીસે ગણતરીના દિવસમાં આ બ્લાઈન્ડ મર્ડર કેસ ઉકેલી નાખ્યો છે. પરંતુ હત્યાનું કારણ જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી છે. આખરે એક મહિલાની કેરી તોડવાની બાબતે શા માટે હત્યા કરવામાં આવી?
Valsad News: વલસાડના અતુલ રેલવે સ્ટેશન નજીક અવાવરું જગ્યાએ એક નાળામાંથી અજાણી મહિલાનો હાથ પગ બાંધેલી હાલતમાં મળેલા મૃતદેહ નો ભેદ આખરે ઉકેલાયો છે.. મૃતક મહિલા સાઘે દુસકર્મ કરી હત્યા નિપજાવનાર હત્યારા આરોપી ને વલસાડ LCB પોલીસે ઝડપી પાડ્યો છે. જોકે જે આરોપી પોલીસના હાથે લાગ્યો છે તેના અને મૃતક મહિલા વચ્ચે નો સબંધ જાણી પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ હતી.. ત્યારે આવો આપને વતાવીએ કોણ છે આ હત્યારો ?? અને દુષ્કર્મ બાદ કેમ મહિલાની હત્યા કરી હતી.??
GSEB SSC Result 2026: વલસાડના અબ્રામા સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિરમાં આજે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. અહીંની ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થિની માર્ગી વેકરીયાએ ગુજરાતી માધ્યમમાં 99.99 પર્સન્ટાઈલ અને 98.33% સાથે સમગ્ર ગુજરાતમાં અને વલસાડ જિલ્લામાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે.
Valsad Market News: વલસાડ શહેરમાં ધોળા દિવસે લૂંટની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શાકભાજી માર્કેટ જેવા વ્યસ્ત વિસ્તારમાં આવેલા વિશાલ કોમ્પ્લેક્સમાં ત્રણ અજાણ્યા લૂંટારુઓએ એક વૃદ્ધા અને તેમની કામવાળીને ચપ્પુની અણીએ બંધક બનાવી રૂ. 3.86 લાખની મત્તાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
Valsad News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા વલસાડમાં વિપક્ષમાં મોટું ગાબડું. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 400થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા. ફલાધરામાં યોજાયેલા પરિવર્તન વિકસિત ભારત કાર્યક્રમમાં તમામે ધારણ કર્યો કેસરિયો ખેસ.
Valsad News:વલસાડમાં પગના દુખાવાની સારવારના બહાને એક બોગસ ડોક્ટરે સિનિયર સિટિઝન પર દવાનો પ્રયોગ કરી 19 લાખ રૂપિયાનું મસમોટું બિલ પકડાવી દીધું હતું. અને એક લાખ રૂપિયા પડાવી લીધા જોકે બીજા 18 લાખ રૂપિયા પડાવે તે પહેલાં જ વૃદ્ધના પુત્રની સતર્કતાથી 'ડોક્ટર રુસ્તમ' અને તેની ગેંગનો ભાંડો ફૂટી ગયો છે.
Valsad News: વલસાડ તાલુકાના અટગામ ગામે એક ખાનગી મકાનના પહેલા માળે નેલ પોલીશ બનાવવાના કેમીકલની ફેકટરીની આડમાં ડ્રગ્સ બનાવવાના કાવતરાંનો ડી.આર.આઈ.ની ટીમે પર્દાફાશ કર્યો હતો. ડી.આર.આઈ.ની ટીમે મંગળવારે મોડી બપોર બાદ અટગામમાં દરોડો પાડીને અંદાજે ૨૨ કરોડથી વધુની કિંમતનો ડ્રગ્સનો તેમજ ડ્રગ્સ બનાવવામાં ઉપયોગમાં લેવાતા કેમિકલનો જથ્થો કબજે કર્યો હતો.
વલસાડમાં બપોરના સમયે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા મળેલી માહિતી મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર પર 2.5 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ 46 કિલોમીટર દૂર નોંધાયું હતું. રાહતની વાત એ છે કે કોઈ જાનહાનિ કે નુકસાન જોવા મળ્યું નથી.
Valsad News: નરાધમ ભુવાએ સગીરા પર દુષ્કર્મ આચરતા સગીરાએ સમગ્ર મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધવતા પોલીસે નરાધમ ભુવાની ધરપરકડ કરી હતી.સમગ્ર ઘટનાની જાણ કપરાડા પોલીસને થતા ભુવાની ધરપકડ કરી તપાસ હાથ ધરાઈ.
વલસાડમાં દારુ ભરેલ ગાડીમાં આગ લાગી...કારણ હજુ અકબંધ, પોલીસ ફરાર લોકોની કરી રહી છે તપાસ, જુઓ દ્રશ્યો
વલસાડના ધારણમાળમાં કામચલાઉ આડાશ વચ્ચે થયાં અંતિમ સંસ્કાર! તંત્રને રજૂઆત કરવા છતાં દર ચોમાસામાં ઊભી થાય છે આ સમસ્યા...જુઓ દ્રશ્યો
કોઝ-વે પરથી બાઈક લઈને જતો યુવક પાણીમાં તણાયો, નદીના પટમાં NDRF ટીમે તપાસ હાથ ધરી
Valsad News:ડુંગરી પોલીસે ચોરીને આ મામલે ઘટના સ્થળ પર એફ.એસ.એલ અને ડોગ સ્કોર્ડની પણ મદદ લેવાઈ હતી. જોકે હવે વલસાડ ક્રાઈમ બ્રાન્ચને આ મામલે મોટી સફળતા મળી છે. વલસાડ પોલીસે ચોરીના મામલે કુલ ચાર આરોપીની ધરપકડ કરી છે. તો આ ચોરીમાં ચોરાયેલ 90 ટકા મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે.
Valsad Royal Residency Apartment Theft: વલસાડ શહેરના બેચર રોડ પર એક એપાર્ટમેન્ટમાં થયેલી લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો છે. આ મામલે વલસાડ પોલીસે બે મુખ્ય સૂત્રધાર આરોપીની ધરપકડ કરી છે.. અત્યાર સુધીની તપાસમા બહાર આવ્યું હતું કે ચોરી ને અંજામ આપનાર આરોપીઓ સગા સસરા જમાઈ છે. સસરા જમાઇની જોડીએ મળી માત્ર ગણતરીની મિનિટોમાં જ લાખોની ચોરી કરી અને ફરાર થઈ ગયા હતા. ગુનાઓની દુનિયામાં ધોત્રે ગેંગના આ કારનામાઓ અનેક વખત પોલીસ ચોપડે પણ નોંધાઈ ચૂક્યા છે. શું હતી આખી ઘટના?? કેવી રીતે આપ્યો હતો ચોરીને અંજામ?
Valsad Royal Residency Apartment Theft: વલસાડ શહેરના રોયલ રેસિડેન્સી એપાર્ટમેન્ટમાં થયેલી ચોરીના કેસમાં એક મોટી આંતરરાજ્ય ચોર ટોળીનો પર્દાફાશ થયો છે. કર્ણાટકના રાહુલ મુપનારે તેના સસરા શિવા ચીન્નીપ્પા ધોત્રે સાથે મળીને મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાતમાં 30થી વધુ ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે.