Gujarat Election 2022: આમ આદમી પાર્ટીએ વધુ એક યાદી જાહેર કરી, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ?
Gujarat Election 2022:ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી 14મી યાદીમાં સ્થાન મેળવનાર તમામ ઉમેદવારોને અભિનંદન સહ શુભકામનાઓ!
Trending Photos
Gujarat Election 2022: ગૌરવ પટેલ/ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આજે ભાજપે પોતાના 160 ઉમેદવારો જાહેર કરી દીધા છે, ત્યારે આમ આદમી પાર્ટીએ ગુજરાત ચૂંટણી માટે પોતાના ઉમેદવારની 14મી યાદી જાહેર કરી દીધી છે. ગઈકાલે (બુધવાર) આપ આદમી પાર્ટીએ 13મી યાદી જાહેર કરી હતી. આજે 14મી યાદીમાં 10 ઉમેદવારો જાહેર કર્યા છે.
આમ આદમી પાર્ટીએ અત્યાર સુધી કુલ 179 સીટ પર પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. હવે માત્ર ત્રણ ઉમેદવાર જાહેર કરવાના બાકી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી 14મી યાદીમાં સ્થાન મેળવનાર તમામ ઉમેદવારોને અભિનંદન સહ શુભકામનાઓ!
બસ હવે તો પરિવર્તન જોઈએ જ!#એક_મોકો_કેજરીવાલને pic.twitter.com/FeJKAuHv5F
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) November 10, 2022
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ટ્વીટ કરીને પોતાના ઉમેદવારોની 14મી યાદી જાહેર કરી છે. જે ટ્વીટમાં લખ્યું છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી 14મી યાદીમાં સ્થાન મેળવનાર તમામ ઉમેદવારોને અભિનંદન સહ શુભકામનાઓ!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે