AAP ના મુખ્યમંત્રીનો ચહેરો ઈસુદાન ગઢવી ક્યાંથી કરશે ઉમેદવારી, રવિવારે પાર્ટી કરશે જાહેરાત

Gujarat Elections 2022 : ઈસુદાન ગઢવીની બેઠકની આજે થશે જાહેરાત... AAPના સંયોજક કેજરીવાલ કરશે સત્તાવાર જાહેરાત... ઈસુદાન ગઢવી જામખંભાળિયાથી કરી શકે છે ઉમેદવારી... સોમવારે ઈસુદાન ગઢવી ઉમેદવારી ફોર્મ ભરશે

AAP ના મુખ્યમંત્રીનો ચહેરો ઈસુદાન ગઢવી ક્યાંથી કરશે ઉમેદવારી, રવિવારે પાર્ટી કરશે જાહેરાત

Gujarat Elections 2022 ગૌરવ પટેલ/અમદાવાદ :ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ધીરે ધીરે પિટારામાંથી ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યાં છે. ત્યારે સૌને સવાલ છે કે, આમ આદમી પાર્ટીનો મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરાયેલ ઈસુદાન ગઢવી ક્યાંથી ચૂંટણી લડશે. આપ પાર્ટીએ હજી સુધી ઈસુદાન ક્યાંથી ચૂંટણી લડશે તેની જાહેરાત કરી હતી. ત્યારે આજે રવિવારે આપની બેઠક બાદ જાહેરાત થઈ શકે છે. જોકે, ઈસુદાન ગઢવી જામખંભાળિયાથી ઉમેદવારી કરે તેવી શક્યતા છે. 

ઈસુદાન ગઢવીની બેઠક અંગે AAPના સંયોજક કેજરીવાલ સત્તાવાર જાહેરાત જાહેરાત કરશે. જેમાં સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ઈસુદાન ગઢવી જામખંભાળિયાથી ઉમેદવારી કરી શકે છે. સોમવારના રોજ ઈસુદાન ગઢવી ઉમેદવારી ફોર્મ ભરશે. ત્યારે પંજાબના CM ઉમેદવારી ફોર્મ ભરતી વખતે હાજર રહેશે. 

જો ઈસુદામ ગઢવી જામખંભાળિયાથી ચૂંટણી લડશે તો તેમની ટક્કર વિક્રમ માડમ સાથે છે. કોંગ્રેસે જામખંભાળિયા બેઠક પર દિગ્ગજ નેતા વિક્રમ માડમને રિપીટ કર્યાં છે. તો ભાજપે મુળુ બેરાને ટિકિટ આપી છે. 

તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સોમવારથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. આપના પ્રચાર માટે રોડ શો અને જનસભાને સંબોધન કરશે. સાથે જ તેઓ અર્બુદા સેનાના હોદ્દેદારો સાથે પણ મુલાકાત કરી શકે છે. તેમજ આપની ગેરંટીને મેનિફેસ્ટો તરીકે જાહેર કરી શકે છે. 

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ક્યારે ફોર્મ ભરશે 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 16 નવેમ્બરે ફોર્મ ભરશે. તેઓ ઘાટલોડિયા વિધાનસભામાં રેલી યોજશે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે. તેઓ વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. ત્યારે અમિત શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ફોર્મ ભરવા હાજર રહી શકે છે. ઘાટલોડિયામાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની જનસભાનું પણ આયોજન કરાયું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news