Congress: શું રાજસ્થાનને મળશે નવા મુખ્યમંત્રી, પ્રિયંકા ગાંધીના નજીકના નેતાએ આપ્યા સંકેત

Rajasthan Congress: 25 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી આવાસ પર કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી હતી. તેને કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણી પહેલા રાજ્યમાં મુખ્યમંત્રી બદલવાની કવાયતના રૂપમાં જોવામાં આવી હતી. પરંતુ આ બેઠક યોજાઈ શકી નહીં. 
 

Congress: શું રાજસ્થાનને મળશે નવા મુખ્યમંત્રી, પ્રિયંકા ગાંધીના નજીકના નેતાએ આપ્યા સંકેત

નવી દિલ્હીઃ Rajasthan Congress Crisis: કોંગ્રેસ પાર્ટીને ભલે મલ્લિકાર્જુન ખડગેના રૂપમાં નવા અધ્યક્ષ મળી ગયા હોય પરંતુ રાજસ્થાનમાં પાર્ટીમાં ચાલી રહેલ ઘમાસાણ હજુ પૂરુ થયું નથી. શનિવારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટના નજીકના મતાના કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે એક એવું નિવેદન આપ્યું જેનાથી રાજ્યમાં મુખ્યમંત્રી બદલવાની ચર્ચા ફરી શરૂ થઈ છે. 

કૃષ્ણમે જયપુરમાં કહ્યું, હું એટલું કહી શકુ છું કે કોંગ્રેસના નેતૃત્વનો જે પણ નિર્ણય હશે તેને પાર્ટીના દરેક ધારાસભ્યો માનશે અને રાજસ્થાનને ખુબ જલદી એક સારી સવાર જોવા મળશે. 

કૃષ્ણમને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના નજીકના માનવામાં આવે છે. તેમનું આ નિવેદન તેવા સમયમાં આવ્યું છે જ્યારે થોડા દિવસ પહેલા પાયલટે પ્રધાનમંત્રી મોદી દ્વારા એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતની પ્રશંતા કરવા પર કટાક્ષ કરતા તેને રોચક ઘટનાક્રમ જણાવ્યો અને પાર્ટી હાઈકમાન્ડને રાજ્યમાં મુખ્યમંત્રી પદને લઈને અનિર્ણયની સ્થિતિને સમાપ્ત કરવાનો આગ્રહ કર્યો હતો. 

ગેહલોતના વફાદાર ધારાસભ્યોએ કર્યો હતો બળવો
ઉલ્લેખનીય છે કે 25 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી આવાસ પર કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક બોલાવી હતી. તેને કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણી પહેલા રાજ્યમાં મુખ્યમંત્રી બદલવાની કવાયતના રૂપમાં જોવામાં આવ્યું, કારણ કે અશોક ગેહલોતને અધ્યક્ષ પદની રેસમાં આગળ માનવામાં આવી રહ્યાં હતા. 

પરંતુ સીએલપીની બેઠક ન થઈ શકી કારણ કે ગેહલોતના વફાદાર ધારાસભ્યોએ સંસદીય કાર્ય મંત્રી શાંતિ ધારીવાલના આવાસ પર સમાનાંતર બેઠક કરી અને સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવવાની સંભાવના વિરુદ્ધ વિધાનસભા અધ્યક્ષ સીપી જોશીને રાજીનામુ સોંપી દીધુ હતું. 

કૃષ્ણમે કહી આ વાત
તે વિશે કૃષ્ણમે કહ્યું- કોંગ્રેસ પાર્ટીના જે પર્યવેક્ષક અહીં આવ્યા હતા તેમાં મલ્લિકાર્જુન ખડગે ખુદ સામેલ હતા, અજય માકન પણ સામેલ હતા. જ્યારે તે અહીં આવ્યા અને જે કંઈ થયું તેમાં કંઈ કહેવાની જરૂર નથી. બધુ પાર્ટી નેતૃત્વના ધ્યાનમાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news