AAP ના રાઘવ ચઢ્ઢાનો આરોપ, ગુજરાત સરકાર અમારા ફોન રેકોર્ડ કરે છે

આમ આદમી પાર્ટીના સહ પ્રભારી રાઘવ ચઢ્ઢાનો ગુજરાત સરકાર પર મોટો આરોપ... રાઘવ ચઢ્ઢાએ કહ્યુ- ગુજરાત સરકાર આમ આદમી પાર્ટીના નેતાઓના ફોન રેકોર્ડ કરે છે

AAP ના રાઘવ ચઢ્ઢાનો આરોપ, ગુજરાત સરકાર અમારા ફોન રેકોર્ડ કરે છે

ગૌરવ દવે/રાજકોટ :ગુજરાતમાં આમ આદમી પાર્ટી ન માત્ર પ્રચાર કરી રહી છે, પરંતું આઈબીના રિપોર્ટથી દાવો પણ કરે છે કે ગુજરાતમાં આપની સરકાર બનશે. ત્યારે રાજકોટમાં AAP ના સહ પ્રભારી રાઘવ ચઢ્ઢાએ ભાજપ પર મોટો આરોપ મૂક્યો છે. રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, PMના સૌરાષ્ટ્ર પ્રવાસના કારણે અમારા નેતાઓને નજર કેદ કરાયા છે. ગુજરાત સરકાર આમ આદમી પાર્ટીના તમામ નેતાઓના ફોન રેકોર્ડ કરે છે. 

રાજકોટમાં આપના નેતા રાઘવ ચઢ્ઢાએ ભાજપ તથા કોંગ્રેસ બંને પક્ષો પર પ્રહાર કર્યા હતા. તેમણે ભાજપ વિશે કહ્યું કે, PMના સૌરાષ્ટ્ર પ્રવાસના કારણે અમારા નેતાઓને નજર કેદ કરાયા છે. જામનગર નોર્થ બેઠકના ઉમેદવારને ઘરમાં નજરકેદ કર્યા છે. ગુજરાત સરકાર AAP ના નેતાઓના ફોન રેકોર્ડ કરે છે. ગુજરાત સરકાર આમ આદમી પાર્ટીના તમામ નેતાઓના ફોન રેકોર્ડ કરે છે. અરવિંદ કેજરીવાલે પોતાનો જન્મ જન્માષ્ટમીના થયો હોવાનું નિવેદન આપ્યું .તો ભાજપ આજે કેલેન્ડર લઈને બેસી ગઈ અને કહે છે કે કેજરીવાલનો જન્મ 16 તારીખે થયો હતો અને જન્માષ્ટમી 15 તારીખે હતી.

તો ગોપાલ ઈટાલિયાના પ્રધાનમંત્રી મોદીના નિવેદન વિશે કહ્યું કે, ભાજપ પાટીદાર આંદોલનનો બદલો લેવા ગોપાલ ઈટાલિયાને નિશાન બનાવે છે. ભાજપના ભુપેન્દ્ર પટેલથી લઈને સીઆર પાટીલ સુધીના તમામ નેતાઓ કોંગ્રેસના બેનરો નથી ફાડતા, કોંગ્રેસ મુદ્દે ટિપ્પણી પણ નથી કરતા, માત્ર આમ આદમી પાર્ટીના જ બેનરો ફાડે છે, અને આમ આદમી પાર્ટી મુદ્દે જ જવાબ આપી રહ્યા છે. 10 જાન્યુઆરી, 2015 ના દિલ્હીના રામલીલા મેદાનમાં પ્રધાનમંત્રીએ અર્બન નક્સલવાદી કહીને સંબોધ્યા હતા, અને દિલ્હીના લોકોએ આમ આદમી પાર્ટીને જંગી બહુમતીથી જીતાડ્યા હતા. 

કોંગ્રેસ પર વાર કરતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, કોંગ્રેસ હવે ઘરડી થઈ ગઈ છે. કોંગ્રેસને હવે ICU માં સારવાર આપવાની જરૂર છે. રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કાઢે છે. સાથે જ રાઘવ ચઢ્ઢાએ કોંગ્રેસને નિક્કમી ગણાવી. તેમણે કહ્યું કે, નિક્કમી કોંગ્રેસને ભારતની રાજનીતિની ખબર જ નથી પડતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news