એસીનો ઉપયોગ કરવાથી Corona થવાના ચાન્સ વધે? જયંતિ રવિએ આપી સત્તાવાર સલાહ

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના પોઝિટિવ કેસમાં ભારે વધારો થયો છે. આ સંજોગોમાં લોકો કોરોનાથી બચવા તમામ જરૂરી પગલાઓ લઈ રહ્યા છે 

એસીનો ઉપયોગ કરવાથી Corona થવાના ચાન્સ વધે? જયંતિ રવિએ આપી સત્તાવાર સલાહ

હિતલ પારેખ, ગાંધીનગર : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના પોઝિટિવ કેસમાં ભારે વધારો થયો છે. આ સંજોગોમાં લોકો કોરોનાથી બચવા તમામ જરૂરી પગલાઓ લઈ રહ્યા છે અને લોકડાઉનના નિયમોનું પાલન કરી રહ્યા છે. આ સંજોગોમાં ઉનાળાની શરૂઆત થઈ જતા ગરમીના કારણે લોકો એર કન્ડિશન ચાલુ કરવા ઇચ્છે છે પણ એના કારણે કોરોના થવાના ચાન્સ વધે કે કેમ એ વિશે સ્પષ્ટ માહિતી ન હોવાથી અવઢવમાં છે. આ સંજોગોમાં રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સમાં જાહેરમાં સત્તાવાર સલાહ આપી છે કે એસીમાં વાયરલ લોડ વધવાની શક્યતા છે એટલે બને ત્યાં સુધી એસીનો ઉપયોગ ન કરવો. જોકે તેમણે ઉમેર્યું છે કે જો એસીનો ઉપયોગ કરવો જ હોય તો બારી પણ ખુલ્લી રાખવી જોઈએ. 

ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કોરોનાનો સકંજો મજબૂત બની રહ્યો છે. આ સંજોગોમાં રાજ્યના આજના કોરોનાના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં આજના દિવસ દરમિયાન 135 કેસ નોંધાયા છે. આ સિવાય આજે 35 લોકો સાજા થયાં છે. આ સાથે અત્યાર સુધીમાં 179 લોકોને સાજા થઇ જતા રજા આપવામાં આવી છે.

જયંતિ રવિએ ગુજરાતના આજના કોરોના કુલ પોઝિટિવ કેસની માહિતી આપતા વધુમાં કહ્યું હતું કે, અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 2407 કેસ નોંધાયા છે. આ સાથે જ અમદાવાદમાં બપોર બાદ 67  સૌથી વધુ  કેસ નોંધાયા હતા. આજના દિવસમાં 8 લોકોના મોત થયાં છે. આજે બીજા નંબર પર સુરતમાં 51 કોરોના વાયરસના કેસ નોંધાયા છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news