વસ્ત્રાપુરમાં મહિલા ડોક્ટરની છેડતી કરનાર આરોપીને 'શી' ટીમે' ઝડપી લીધો

પોલીસ તપાસ શરૂ કરતા પોલીસને એક સીસીટીવી ફુટેજ મળી આવ્યા હતા. આ ફુટેજમાં આરોપી જોવા મળ્યો હતો. પોલીસ અને શી ટીમ બે દિવસ તપાસ કરી આરોપી સુધી પહોંચી ગઈ હતી. 

વસ્ત્રાપુરમાં મહિલા ડોક્ટરની છેડતી કરનાર આરોપીને 'શી' ટીમે' ઝડપી લીધો

મૌલિક ધામેચા/અમદાવાદઃ વસ્ત્રાપુર પોલીસની 'શી' ટીમે' મહિલાની છેડતી કરનાર એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી વહેલી સવારે એન.એફ.ડી સર્કલ નજીક મહિલા ડોક્ટરની છેડતી કરી ફરાર થઈ ગયો હતો. આ મહિલા સવારે સાયકલિંગ કરવા નીકળી હતી ત્યારે આરોપીએ છેડતી કરી હતી. જેને લઈ વસ્ત્રાપુર પોલીસની 'શી' ટીમે' ગણતરીનાં દિવસોમાં જ  આરોપીને દબોચી લઈ સુરક્ષીત અમદાવાદનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

મહિલાની છેડતી કરનાર આ વ્યક્તિનું નામ અંકિત સોની છે. આરોપી અંકિત સોની ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. હાલ આરોપીની વસ્ત્રાપુર પોલીસની 'શી' ટીમે' ધરપકડ કરી છે. આરોપી પર આરોપ છે કે રવિવારે સવારે એનએફડી સર્કલથી જજીસ બંગલો રોડ તરફ જઈ રહ્યો હતો ત્યારે તેણે મહિલા ડોક્ટરની છેડતી કરી હતી. ત્યારબાદ આરોપી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસની 'શી' ટીમ' ઘટનાસ્થળે પહોંચી હતી. 

પોલીસ તપાસ શરૂ કરતા પોલીસને એક સીસીટીવી ફુટેજ મળી આવ્યા હતા. આ ફુટેજમાં આરોપી જોવા મળ્યો હતો. પોલીસ અને શી ટીમ બે દિવસ તપાસ કરી આરોપી સુધી પહોંચી ગઈ હતી. પોલીસે આરોપી અંકિત સોનીની ધરપકડ કરી લીધી છે. પોલીસનુ કહેવું છે કે આરોપી બીગ બાસ્કેટમાં ડિલિવરી બોય તરીકે નોકરી કરે છે અને સવારે દુધ અને અન્ય વસ્તુઓ પહોંચાડવાનુ કામ કરતો હતો. આરોપી સામે અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા છે જેથી પોલીસે તે દિશામાં પણ તપાસ કરી છે.

બીજી તરફ મહિલા ડોક્ટરની છેડતીની ઘટનાને લઈને પોલીસે મહિલાઓને જ્યારે પણ કોઈ રોમિયો કે અસામાજિક તત્વથી હેરાન ગતિ થાય ત્યારે પોલીસનો સંપર્ક કરવાનું જણાવ્યું છે. રોમિયોગીરી કરનારા સામે પોલીસે લાલ આંખ કરી છે અને જે પણ આવા તત્વો હશે તેમની સામે પોલીસ કડક પગલાં ભરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news