JPCની બેઠક બની તોફાની : ઔવેસી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી વચ્ચે થઈ તડાફડી, જબરદસ્ત બબાલ

Waqf amendment bill : વક્ફ બોર્ડ સુધારા વિધેયક મુદ્દે અમદાવાદમાં JPCની બેઠકમાં હર્ષ સંઘવી, ઈમરાન ખેડાવાલા સહિતના નેતાઓ પહોંચ્યા હતા. તો વક્ફ બોર્ડ અને અન્ય સંબંધિત પક્ષના લોકો પણ બેઠકમાં હાજર હતા. આ બેઠક તોફાની બની હોવાના સમાચાર છે.  

JPCની બેઠક બની તોફાની : ઔવેસી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી વચ્ચે થઈ તડાફડી, જબરદસ્ત બબાલ

Ahmedabad News : વક્ફ સંશોધન બિલ માટે રચાયેલી JPC ની ટીમ આજે ગુજરાતમાં છે. જેમાં JPC સમક્ષ ગુજરાત સરકાર અને ગુજરાત વક્ફ બોર્ડનું પ્રેઝન્ટેશન કરાયું હતું. JPC વક્ફ બોર્ડ અને અન્ય સંબંધિત પક્ષના લોકો સાથે ચર્ચા કરી હતી. ત્યારે અમદાવાદમાં JPCની બેઠકમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. અસદુદ્દીન ઓવૈસી અને હર્ષ સંઘવી વચ્ચે જોરદાર બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું છે. હર્ષ સંઘવી અને અસદુદ્દીન ઓવૈસી સામસામે આવ્યા હતા. JPCની બેઠકમાં વક્ફ બિલ પર ચર્ચા દરમિયાન બોલાચાલી થઈ હતી. જોકે, સંઘવીએ આ મામલે કંઈ પણ કહેવાનો ઈન્કાર કરી દીધો હતો. સંઘવીએ પત્રકારોને જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રજાના હિતોના રક્ષણ માટે અમે રજૂઆતો કરી છે. અંદર જે થયું એ જાહેરમાં કહી ન શકાય. ફક્ત અમે એટલું જ કહીશું કે અમે અમારો પક્ષ રાખ્યો છે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) September 27, 2024

આ બેઠકમાં બાર કાઉન્સિલ, વકીલ અસોસિયેશન અને મુતાવલી અસોસિયેશન પોતાનો પક્ષ રાખ્યો હતો. તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, DGP વિકાસ સહાય પણ પહોંચ્યા હતા. આ સાથે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પણ પહોંચ્યા. ઈમરાન ખેડાવાલા મુસ્લિમ સમાજ વતી આવેદન પત્ર આપ્યું હતું. વક્ફ એમેન્ડમેન્ટ 2024ના વિરોધમાં આવેદન આપશે. JPC આગામી દિવસોમાં હૈદ્રાબાદ, ચેન્નાઈ અને બેંગ્લોરમાં પણ બેઠકો યોજાવાની છે. વક્ફ સંશોધન બિલની અનિવાર્યતા અંગે આ JPC એટલે કે સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં 31 સાંસદોનો સમાવેશ થાય છે. કમિટીમાં 21 લોકસભાના અને 10 રાજ્યસભાના સાંસદો છે.

 

વકફ સંશોધન બિલ માટે રચાયેલ JPC આજે ગુજરાત છે. વફક સંશોધન બિલ ની અનિવાર્યતા અંગે સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવામાં આવી છે. ગુજરાત વકફ બોર્ડ અને ગુજરાત સરકાર કરશે JPC સમક્ષ પ્રેઝન્ટેશન, વકફ સંશોધન બિલ માટે કુલ 31 સાંસદોની સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવામાં આવી છે. JPC 21 લોકસભા અને 10 રાજ્યસભાના સાંસદોનો સમાવેશ થયો છે. વકફ બોર્ડ અને અન્ય સંબંઘીત પક્ષના લોકો સાથે કરશે ચર્ચા, બેઠકમાં બાર કાઉન્સીલ, વકિલ અશોશીએશન અને મુતાવલી એશોશીએશન પોતાનો પક્ષ રાખશે, વક્ફ બીલ મુદ્દે પાંચ રાજ્યોમાં જેપીસીની બેઠક થશે. 26 સપ્ટેમ્બરથી પહેલી ઓક્ટોબર સુધી પાંચ રાજ્યોના પ્રવાસે જશે. જેપીસી, 26મીએ મહારાષ્ટ્ર,27મીએ ગુજરાત, 28મીએ હૈદ્રાબાદ, 30મીએ ચેન્નાઇ તમિલનાડુ અને 1લીએ બેંગલોર કર્ણાટક ખાતે બેઠક યોજાવાની છે. આજની બેઠકમાં ઔવેસી પણ હાજર રહ્યાં હતા. જેપીસી સાથેની આ બેઠકમાં ઔવેસી અને સંઘવી વચ્ચે બેઠકમાં તડાફડી બોલી ગઈ હતી. સૂત્રો જણાવે છે કે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોકે, કઈ બાબતે આ બબાલ થઈ તેની વિગતો બહાર આવી નથી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news