અમદાવાદઃ આનંદનગરમાં પ્રેમ પ્રકરણમાં એક યુવકની હત્યા
- આનંદનગર વિસ્તારમાં એક યુવકની હત્યા
- પત્ની અને એક યુવક પર હત્યાની આશંકા
- પોલીસે પત્ની અને યુવકની શરૂ કરી પુછપરછ
Trending Photos
અમદાવાદઃ શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા રાજ એપાર્ટમેન્ટમાં એક યુવકનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. યુવકની હત્યા કરવામાં આવી છે. આનંદનગરના રાજ એપાર્ટમેન્ટમાં રહેતા નિલેશગીરી ગોસ્વામી નામના યુવકની પ્રેમ પ્રકરણમાં હત્યા કરવામાં આવી છે. તેમ જાણવા મળી રહ્યું છે. પોલીસને આ ઘટનાની જાણ થતા આનંદનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આનંદનગર વિસ્તારમાં એક યુવકનો મૃતદેહ તેના ઘરમાંથી મળી આવતા ચકચાર મચી ગયો ગતો. આનંદનગરમાં આવેલા રાજ એપાર્ટમેન્ટમાંથી એક પરણિત યુવકની લાશ મળી આવી હતી. પોતાની પત્ની અને 5 વર્ષિય પુત્ર સાથે રહેલા નિલેશગીરી ગોસ્વામીની લાશ તેના ઘરમાંથી જ મળતા અને આ અંગેની જાણ તેની પત્નીએ કરતા આશંકા ઉભી થઈ હતી. હાલમાં આનંદનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે. મૃતકની પત્ની અને એક યુવકની શંકાના આધારે અટકાયત કરીને પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર રાજ એપાર્ટમેન્ટમાં રહેતો મૂળ પોરબંદરનો નિલેશગીરી ગોસ્વામીના પ્રેમ લગ્ન પૂજા સાથે થયા હતા, તેમને એક પાંચ વર્ષનો બાળક પણ હતો. નિલેશ ગ્રાફિક્સ ડિઝાઈનનું કામ કરતો હતો. તેની પત્ની પૂજાને પાડોસમાં રહેતા યુવક વેદાંગ સાથે મિત્રતા હતી જેને લઈને પતિ-પત્ની વચ્ચે ઝગડા થતા હતા. આ દરમિયાન ગત મોડી રાત્રે નિલેશનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
પોતાના પતીના મૃત્યુ અંગેની જાણ પૂજાએ અન્ય લોકોને કરી હતી અને સોસાયટીના સભ્યોએ આ બાબતે આનંદનગર પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. હાલ સામે આવ્યું છે કે, નિલેશને બોથડ પદાર્થ મારવાથી તેનું મોત થયું છે. પોલીસે શંકાના આધારે પત્ની અને યુવકની પુછપરછ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે