30 લાખમાં મળશે 2.5 BHK, અમદાવાદના હાઈફાઈ વિસ્તારમાં ગગનચુંબી ઈમારતનો સરકારનો પ્લાન

Ahmedabad Property: AMC દ્વારા શહેરના મધ્યમ વર્ગના ઓછી આવક ધરાવતા લોકો (LIG)માટે હવે શાનદાર 2.5 BHK ફ્લેટ બનાવવા માટેની હિલચાલ હાથ ધરવામાં આવી છે. બુકિંગ માટે પડાપડી! 

30 લાખમાં મળશે 2.5 BHK, અમદાવાદના હાઈફાઈ વિસ્તારમાં ગગનચુંબી ઈમારતનો સરકારનો પ્લાન

Ahmedabad Property: અમદાવાદ જેવા શહેરમાં ઘર લઈને રહેવાનું દરેકનું સપનું હોય છે. પણ દિનપ્રતિદિન મકાનના ભાવ આસમાને પહોંચી રહ્યાં છે. આ સ્થિતિની વચ્ચે શહેરના પોશ વિસ્તારમાં બની રહી છે ગંગનચુંભી ઈમારત. શું તમે પણ આ ઈમારતમાં તમારા સપનાનો મહેલ વચાવવા માંગો છો તો જાણી લો આ માહિતી. કારણકે, મોકો જતો રહ્યાં પછી ફરી ક્યારેય નહીં મળે આવી તક. 

અમદાવાદના પોશ વિસ્તારમાં માત્ર ગાડીના ભાવમાં ઘર!
બદલાતા સમયની સાથે મોંઘવારી સતત વઘી રહી છે. ત્યારે નિષ્ણાતોની માનીએ તો અમદાવાદ જેવા હાઈપ્રોફાઈલ શહેરમાં શહેરના હાઈપ્રોફાલ વિસ્તારમાં, સુપર લોકેશન પર, સારી લોકાલીટીની વચ્ચે સાવ સસ્તામાં સારું ઘર લેવાની આ છે છેલ્લી તક. અમદાવાદના પોશ વિસ્તારમાં માત્ર ગાડીના ભાવમાં ઘર! AMC દ્વારા શહેરના મધ્યમ વર્ગના ઓછી આવક ધરાવતા લોકો (LIG)માટે હવે 2.5 BHK ફ્લેટ બનાવવા માટેની હિલચાલ હાથ ધરવામાં આવી છે. પશ્ચિમ ઝોનમાં ચાંદખેડામાં IOC રોડ નજીક અંદાજે 100 કરોડના ખર્ચે 598 જેટલા આવાસ યોજનાના મકાનો બનાવવામાં આવશે. ચાંદખેડા TP-69, FP-336માં 61 ચો.મી.ના કાર્પેટ એરિયા આવાસ ધરાવતા 13 માળના ટાવર તૈયાર કરાશે. 2 બેડરૂમ, હોલ, કિચન સાથે વધારાનો એક નાનો સ્ટડી રૂમ સહિત હાલ એક મકાનની અંદાજિત કિંમત 30 લાખ રૂપિયા નક્કી કરાઈ છે અને તેમાં નજીવી વધ-ઘટ થશે.

30 લાખમાં મળશે 2.5 BHK ફ્લેટ:
અમદાવાદના ચાંદખેડામાં 13 માળના 569 મકાન બનશે, મીની ક્લબ હાઉસથી લઈ ચિલ્ડ્રન પ્લે એરિયા સહિતની સુવિધાઓ. ચાંદખેડા-IOC રોડ પર 598 આવાસ સાથેનું 13 માળનું ટાવર બનાવાશે, એક મકાનની કિંમત અંદાજે 30 લાખની આસપાસ રાખવામાં આવી છે. આ સાથે આવાસમાં મિની ક્લબ હાઉસ, જીમ, ગેમઝોન, ગાર્ડન સહિતની સુવિધા ધરાવતા મકાનો બનાવવા માટે દરખાસ્ત આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરાશે. દરખાસ્તને લીલીઝંડી અપાયા પછી ટૂંક સમયમાં વર્ક ઓર્ડર આપવામાં આવશે. આવાસ યોજનાના મકાનો માટે ફોર્મ બહાર પડાશે અને ડ્રો કરવામાં આવશે. 

ચાંદખેડામાં દેવપ્રિયા હોસ્પિટલ પાસે આવેલા પ્લોટમાં AMC દ્વારા 598 જેટલા 61 ચો.મી.ના મોટા મકાનો બનાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. અંદાજિત 37,000 એરિયામાં મકાનો બનાવાશે. અમદાવાદમાં મધ્યમ વર્ગીય પરિવાર (LIG) માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે 2.5 BHK ફ્લેટ બનાવવામાં આવી રહ્યા છે. શહેરના પશ્ચિમ વિસ્તાર ચાંદખેડામાં IOC રોડ નજીક 569 જેટલા આવાસ યોજનાના મકાનો બનાવવામાં આવનાર છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 100 કરોડથી વધુના ખર્ચે આવાસ યોજનાના મકાનો બનાવવા આર.જે.પી ઈન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને કામગીરી સોંપવાની દરખાસ્ત મુકવામાં આવી છે.

ઓછી આવક ધરાવતા પરિવાર માટે ઘરઃ
શહેરમાં ઓછી આવક ધરાવતા મધ્યમ વર્ગીય પરિવારના લોકો માટે હવે બે બેડરૂમ, હોલ, કિચન અને એક નાના સ્ટડી રૂમ સાથેના 1000થી વધુ મકાનો બનાવવામાં આવી રહ્યા છે. શહેરના નિકોલ વિસ્તારમાં તાજેતરમાં જ 532 જેટલા આવાસો બનાવવા અંગેની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી અને તેનું બાંધકામ શરૂ થઈ ગયું છે. હવે શહેરના પશ્ચિમ વિસ્તારમાં ચાંદખેડા દેવપ્રિયા હોસ્પિટલ પાસે આવેલા પ્લોટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 569 જેટલા 61 ચોરસ મીટરના મોટા મકાનો બનાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અંદાજે 37,000 ચોરસ મીટર કાર્પેટ એરિયામાં 13 માળના મકાનો બનાવવામાં આવશે.

આ શાનદાર સુવિધાઓથી સજ્જ હશે લકઝરિયસ ફ્લેટઃ
સૌ પ્રથમવાર મ્યુનિસિપલ કોર્પોરેશન બે બેડરૂમ, હોલ, કિચન સાથે વધારાનો એક નાનો સ્ટડી રૂમ જેટલા મોટા મકાન આપી રહ્યા છે. જેમાં આવાસ યોજનાના મકાનમાં લોકોને મીની ક્લબ હાઉસ, ગેમ ઝોન, ગાર્ડન, સીસીટીવી કેમેરા, ચિલ્ડ્રન પ્લે એરિયા, બેઝમેન્ટ પાર્કિંગ સાથે 500થી વધુ વાહન પાર્કિંગ સહિતની સુવિધા સાથેના મકાનો બનાવવામાં આવશે. 13 માળના 61 ચોરસ મીટરના ફ્લેટ બનાવવામાં આવશે.

મકાનો માટે તંત્ર દ્વારા બહાર પાડવામાં આવશે ફોર્મઃ
ખાનગી સોસાયટી અને ફ્લેટ જેવા જ અધ્યતન રહેણાંક મકાનો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવશે. 1 મકાનની કિંમત અંદાજે 30 લાખ રૂપિયા જેટલી હશે. આવાસ મકાનો માટે ફોર્મ બહાર પાડવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મકાનો બનાવવા માટેની ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી, જેમાં 27101 પ્રતિ ચોરસ મીટરના ભાવે આરજેપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ નામના કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવી છે. ગુરુવારે દરખાસ્તને મંજૂરી મળતાની સાથે જ કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર આપી બાંધકામ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જે બાદ આવાસ યોજનાના મકાનો માટે ફોર્મ બહાર પાડવામાં આવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news