અમદાવાદની સિવિલ હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ શિખશે કરાટેના દાવપેચ

હોસ્પિટલમાં અલગ અલગ શિફ્ટમાં નર્સીસ કામ કરતી હોય છે. તેવામાં રાત્રે ઘરે જવામાં ઘણીવાર મોડુ થાય છે ત્યારે કોઈ અઘટિત ઘટના સમયે સ્વરક્ષણની તાલીમ ખુબ જ ઉપયોગી થાય છે.

અમદાવાદની સિવિલ હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ શિખશે કરાટેના દાવપેચ

સંજય ટાંક/ અમદાવાદ: દિન પ્રતિદિન મહિલાઓ પર અત્યાચાર અને યુવતીઓની છેડતીની ઘટનાઓ બની રહી છે. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા મહિલા કર્મચારીઓને સ્વરક્ષણની તાલીમ આપવાનો નિર્ણય કરાયો છે. જેને પગલે નર્સિંગ સ્ટાફને કરાટેના દાવપેચ શીખવવામાં આવી રહ્યાં છે.

સામાન્ય રીતે દર્દીઓની સારવારમાં રહેતા આ કર્મચારીઓ સ્વરક્ષણની તાલીમમાં વ્યસ્ત છે. સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સિંગ સ્ટાફ સહિત 700થી વધુ મહિલા કર્મચારીઓને હાલ કરાટેની તાલીમ આપવામાં આવી રહી છે. હોસ્પિટલોમાં દર્દીના પરિવારજનો દ્વારા હોસ્પિટલના કર્મચારીઓ સાથે મારામારીની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે તેમજ દિન પ્રતિદિન છેડતીની ઘટનાઓ પણ સામે આવતી હોય છે તેવામાં નર્સિસને આ તાલીમ ખુબ જ ઉપયોગી થશે.

હોસ્પિટલના નર્સ સીમા તીર્થદાસાનીએ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલના ડોક્ટરર્સનું કહેવું છે. હોસ્પિટલમાં અલગ અલગ શિફ્ટમાં નર્સીસ કામ કરતી હોય છે. તેવામાં રાત્રે ઘરે જવામાં ઘણીવાર મોડુ થાય છે ત્યારે કોઈ અઘટિત ઘટના સમયે સ્વરક્ષણની તાલીમ ખુબ જ ઉપયોગી થાય છે. જ્યારે મહિલાઓને તાલીમ આપનારા ટ્રેનર્સ પણ માની રહ્યાં છે કે આજના સમયમાં તમામ મહિલાઓએ સેલ્ફ ડિફેન્સની તાલીમ લેવી જરુરી છે.

કરાટે ટ્રેનર પ્રિતિ પટેલે જણાવ્યું હતું કે આજના યુગમાં મહિલાઓએ વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ પ્રગતિ કરી છે તેવામાં સિવિલ હોસ્પિટલની આ મહિલા કર્માચારીઓ હવે દર્દીઓની સારવાર ઇંજેકશન અને દવાઓથી જ્યારે છેડતી કરનારા રોમીયોનો ઈલાજ કીકથી કરશે તેવું લાગી રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news