પાસ નેતા હાર્દિક પટેલને મળી મોટી રાહત, હાઈકોર્ટે આપ્યા જામીન

વિસનગર કોર્ટના ચુકાદાને હાર્દિક પટેલે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જેને લઈને હાઈકોર્ટેમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. 

પાસ નેતા હાર્દિક પટેલને મળી મોટી રાહત, હાઈકોર્ટે આપ્યા જામીન

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલનો હાઈકોર્ટે મોટી રાહત આપી છે. વિસનગર કોર્ટે આપેલી સજાને હાઈકોર્ટે રદ્દ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે પાટીદાર અનામત આંદોલન દરમિયાન વિસનગરમાં ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી. આ કેસમાં વિસનગર કોર્ટે હાર્દિક પટેલ સહિત ત્રણ લોકોને બે વર્ષની સજા ફટકારી હતી. ત્યારબાદ કોર્ટમાંથી હાર્દિકે જામીન મેળવી લીધા હતા અને હાઈકોર્ટમાં આ ચુકાદાને પડકાર્યો હતો. જેના પર હાઈકોર્ટે આજે સુનાવણી કરતા તેની સામેનો કેસ રદ્દ કરી દીધો છે. 

શું હતો મામલો? 
વિસનગરમાં ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડના કેસમાં વિસનગર સેશન્સ કોર્ટ હાર્દિક પટેલ, લાલજી પટેલ સહિત ત્રણને દોષિત જાહેર કર્યા હતા, જ્યારે અન્ય 14ને નિર્દોષ જાહેર કર્યા છે. 23 જુલાઈ 2015નો રોજ પાટીદાર અનામત રેલીમાં યોજાઈ હતી. વિસનગર ચોથા એડિશનલ ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ અગ્રવાલની કોર્ટે હાર્દિક પટેલ અને લાલજી પટેલને કલમ 147,148,149, 427,435 હેઠળ દોષિત જાહેર કર્યા હતા. જ્યારે એ.કે. પટેલને કલમ 148 મુજબ દોષિત ગણ્યા હતા. કોર્ટે 120 બી ગ્રાહ્ય રાખી ન હતી. 

હાર્દિકને સજા કેમ? 
વિસનગરમાં ત્રણ વર્ષ પૂર્વે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી બાદ ધારાસભ્ય કાર્યાલય સહિતના તોડફોડ કેસમાં શહેર પોલીસ મથકે પાસના નેતા હાર્દિક પટેલ, એસ.પી.જી.ના લાલજી પટેલ સહિત સ્થાનિક પાટીદાર આગેવાનો સહિત 17 વિરુધ્ધ ગુનો દાખલ થયો હતો. જે ગુનો અનામત આંદોલનનો રાજ્યમાં પ્રથમ ગુનો હતો. જે કેસ હાલમાં ચોથા એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો હતો. જેમાં સાક્ષીઓની જુબાની, ફાઇનલ સ્ટેટમેન્ટ સહિતની કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે કોર્ટે ચુકાદો આપ્યો હતો. જેમાં કોર્ટે હાર્દિક પટેલ અને લાલજી પટેલને કલમ 147,148,149, 427,435 હેઠળ દોષિત જાહેર કર્યા હતા. જ્યારે એ.કે. પટેલને કલમ 148 મુજબ દોષિત ઠેરવ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news