અમદાવાદ કર્ફયૂ: શું ચાલુ રહેશે અને શું રહેશે બંધ? લોકડાઉન અંગેના તમામ નિયમો જાણોલો

શહેરમાં વધતા કોરોના સંક્રમણને ડામવા માટે તંત્ર દ્વારા આજરાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂની જાહેરાત કરી છે. જેના પગલે અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આજે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી સમગ્ર શહેરમાં કર્ફ્યું લાગુ રહેશે. 
અમદાવાદ કર્ફયૂ: શું ચાલુ રહેશે અને શું રહેશે બંધ? લોકડાઉન અંગેના તમામ નિયમો જાણોલો

અમદાવાદ : શહેરમાં વધતા કોરોના સંક્રમણને ડામવા માટે તંત્ર દ્વારા આજરાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂની જાહેરાત કરી છે. જેના પગલે અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આજે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી સમગ્ર શહેરમાં કર્ફ્યું લાગુ રહેશે. 

શહેર પોલીસ કમિશ્નર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાં અનુસાર છુટછાટ આપવામાં આવી છે તેવા વિદ્યાર્થીઓ જિલ્લા બહારથી પ્રવેશ મેળવી શકશે. આ ઉપરાંત ટ્રેન કે પ્લેનમાં મુસાફરી અર્થે જઇ રહેલા મુસાફરોને પણ છુટછાટ આપવામાં આવશે. જો કે તે સિવાય તમામ ધંધા અને વ્યવસાયો બંધ રહેશે. 

શું ચાલું રહેશે?
- લગ્ન પર સ્થાનિક પોલીસ મંજૂરી બાદ ઉજવણી કરી શકાશે.
- અંતિમ સંસ્કારમાં 20 જેટલા પરવાનગી આપવામાં આવશે.
- દૂધ વિતરણ અને કરિયાણા વિતરણ તથા તેને લગતા વાહનો ચાલુ રહેશે.
- રેલવે અને એરપોર્ટ પર ટેક્ષી -કેબ સેવાને મજૂરી પણ ટીકીટ બતાવવી પડશે.
- એટીએમ ઓપરેશન અને રોકડ વ્યવસાપન એજન્સી ચાલુ રહી શકશે.
- સી.એ, એ.એસ.સી ,સી.એસ સહિત તમામ પરીક્ષા આપવા જતા વિધાર્થી આઈકાર્ડ ફરજીયાત રાખવા પડશે.
- ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાને પણ અવર જવરને મંજૂરી આપવામાં આવી છે.
- પોલોસ કમિશનર તરફથી અનિવાર્ય સંજોગોમાં ખાસ પરવાનગી આપનાર વ્યક્તિ અવર જવર કરી શકશે.
- તમામ પ્રકારના માલ સામાનના પરિવર્તન મજૂરી.
- તમામ છૂટછાંટોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્ડ્સ સહિત પાલન કરવાનું રહેશે.
- પેટ્રોલિયમ,સી.એન.જી ,એલ.પી.જી,પાણી, વીજ ઉત્પાદ સહિત સેવાઓ શરૂ રહેશે.
- આ સિવાયના તમામ એકમો અને ધંધા રોજગાર બંધ રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news