અમદાવાદ ગ્રામ્ય પોલીસની આ માનવતાભરી પહેલ બિરદાવવાલાયક છે

Updated By: May 6, 2021, 09:45 AM IST
અમદાવાદ ગ્રામ્ય પોલીસની આ માનવતાભરી પહેલ બિરદાવવાલાયક છે
  • કોરોના મહામારીમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસનો પ્રોજેક્ટ સંવાદ કોરોનાના દર્દીઓ માટે આશીર્વાદરૂપ બન્યો
  • એક સપ્તાહ પહેલા શરૂ કરાયેલા પ્રોજેક્ટ સંવાદમાં અત્યાર સુધીમાં 460 થી વધુ ફોન કોલ્સ પોલીસને મળ્યા

મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા ICU બેડ થી લઈ હોસ્પિટલમાં સારવાર લેવી જ્યારે મુશ્કેલ બની છે. ત્યારે, અમદાવાદ ગ્રામ્ય પોલીસે કોરોના સંક્રમિત વ્યક્તિઓ અને સિનિયર સીટીઝનો માટે પ્રેરણારૂપ પ્રોજેક્ટ સંવાદ શરૂ કર્યો છે.

હોમ ક્વોરેન્ટાઈન દર્દીઓની ચિંતા દૂર કરે છે અમદાવાદ પોલીસ
તાજેતરમાં જ અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓ માટે ગ્રીન કોરિડોર બનાવી ઓક્સિજન સપ્લાય માટે મહત્વની કામગીરી કરી જનતાના આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારે ફરી એક વખત અમદાવાદ ગ્રામ્ય એસપીના માર્ગદર્શનથી પ્રોજેક્ટ સંવાદ શરૂ કરાયો છે. મહત્વનું છે કે આ પ્રોજેક્ટ સંવાદમાં કોરોનાથી સંક્રમિત થયેલા અને ઘરમાં જ કોરોન્ટાઈન થયેલા લોકોમાં એક ગભરામણ અને માનસિક ચિંતા જોવા મળી રહી છે, જેને દૂર કરવા પોલીસે એક નવતર પ્રયોગ શરૂ કર્યો. સુસજ્જ પ્લાનિંગ સાથે શરૂ કરવામાં આવેલ પ્રોજેક્ટ સંવાદમાં ડોક્ટર, પોલીસ અને કાઉન્સિલિંગ મહત્વનો રોલ અદા કરી રહ્યું છે.

લોકોની મદદ રંગ લાવી, આખરે ધૈર્યરાજને મૂકાયું કરોડો રૂપિયાનું ઈન્જેક્શન, રાઠોડ પરિવારે આભાર માન્યો  

દવા અને ભોજનની વ્યવસ્થા પહોંચાડે છે પોલીસ 
એક સપ્તાહ પહેલા શરૂ કરાયેલા પ્રોજેક્ટ સંવાદમાં અત્યાર સુધીમાં 460 થી વધુ ફોન કોલ્સ પોલીસને મળ્યા છે અને સફળતાપૂર્વક પોલીસ તેમને મદદ પણ પહોંચાડી ચૂકી છે. મહત્વનું છે કે કેટલાક સિનિયર સિટીઝનો અને કોરોનાગ્રસ્ત વ્યક્તિઓ માનસિક ચિંતાથી પીડાતા હોય છે. ત્યારે પોલીસની નાનકડી પહેલ જેનાથી પોલીસ ખબર અંતર પૂછી જરૂરિયાત પૂર્ણ કરવાનું આશ્વાસન આપે છે. ત્યારે, ઘણા બધા લોકો પોતાના દુઃખને ભૂલી ખુશ થયાનો અહેસાસ કરાવે છે. સાથે જ દવાઓ અને ભોજનની પણ પોલીસ દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓને મદદ પહોંચાડાય છે.

શરીરમાંથી ઓક્સિજન ઉત્પન્ન કરીને કોરોના દર્દીઓની સારવાર, બહુ જ કામની છે આ એક્યુપ્રેશર ટ્રીટમેન્ટ

અમદાવાદ ગ્રામ્ય પોલીસની માનવતાભરી પહેલ
અમદાવાદ ગ્રામ્ય પોલીસે આ માટે અલાયદી વ્યવસ્થા એસપી ઓફિસ ખાતે જ ગોઠવી છે કે જ્યાં દર્દીઓની પરિસ્થિતિની ચિંતા કરવાની સાથે સાથે અન્ય કોઈ ચીજ વસ્તુની જરૂરિયાત હોય તો નજીકના પોલીસ સ્ટેશનના કર્મચારીઓને આ મેસેજ આપવામાં આવે છે. અને શક્ય તેટલી તમામ મદદ કરીને પોલીસ આવા કપરા સમયે જનતાના આશીર્વાદ મેળવી રહી છે. હાલમાં કોરોના મહામારીમાં પરિવારના સભ્યો દૂર રહેવાનું પસંદ કરે છે. ત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસની આ માનવતાભરી પહેલ બિરદાવવા લાયક છે. જ્યારે સિનિયર સિટીઝનો પણ આ કાર્યથી પોલીસને મિત્ર સમજી મુશ્કેલીના સમયમાં મદદરૂપ થતા પોલીસ પણ આશીર્વાદની કમાણી કરી રહી છે.

સુરતમાં મ્યુકોરમાઈકોસિસ જીવલેણ બન્યો, 20 દર્દીએ આંખોની રોશની ગુમાવી