અમદાવાદની આ વસ્તુ ખાઈને આંગળા ચાટી જશો, પંજાબના મસાલાઓથી તૈયાર થાય છે આ વાનગી
Ahmedabad Food : જો તમે પંજાબી ફૂડના શોખીન છો તો અમદાવાદના બાબા દીપસિંહ દા ઢાબા બેસ્ટ ઓપ્શન છે... અહીંની સેવ દૂધ કી સબ્જી અહીંની બેસ્ટસેલર વાનગી છે
Trending Photos
Ahmedabad Street Food : અમદાવાદ એટલે ખાણીપીણીના શોખીનું સ્વર્ગ. અહીંની ગલી ગલીએ અનોખી ખાણીપીણી હોય છે, અને દરેક ગલી અને ફૂડનો પોતાનો આગવો સ્વાદ હોય છે. શનિવાર રવિવારની રજામાં અમદાવાદીઓ ઢાબા પર ખાવા ઉપડી જાય છે. લોંગ ડ્રાઈવની લોંગ ડ્રાઈવ અને ખાણીપીણીનો જલસો. આવામાં અમદાવાદનું ઢાબું શોખીનો માટે આખેઆખી ખાંઉ ગલી જ છે. અહી મળે છે ખાસ પ્રકારની દૂધ સેવ સબ્જી. જેને ખાતા તમે આંગળા પણ ચાટી જશો.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં લાંભા ગામ અને અસલાલી ફ્લાયઓવર પાસે બાબા દીપસિંહ કા ઢાબા આવેલું છે. પંજાબી ફૂડ માટે આ ઢાબું ફેમસ છે. પરંતું એક રેસિપી ખાવા દૂર દૂરથી લોકો આવે છે. આ વાનગી ખાસ રીતે દૂધમાંથી બનાવવામાં આવે છે. બહારથી આવતા પ્રવાસીઓ પણ બાબા દીપસિંહના ઢાબાની આ રેસિપીને ગુગલમાં જોઈને શોધતા આવે છે. તેને બનાવવાની સ્ટાઈલ જ અનોખી છે. અમે વાત કરીએ છીએ ઢાબા પર મળતી દૂધ સેવની અનોખી સબ્જી.
અમૃતસરના મૂળિયાં ધરાવતા સંચાલક બલકાર સિંઘ દ્વારા આ ઢાબાની સ્થાપના આજથી બે દાયકા પહેલા કરી હતી. ત્યારે આ સ્થળ મોટાભાગે ટ્રક ડ્રાઇવરો માટે શરૂ કરાયુ હતું, જે લાંબી મજલ કાપીને આવતા ટ્રક ડ્રાઈવરની પેટની આગ ઠારવાનું કામ કરતું હતું. પરંતુ સમય જતા અહીંની વાનગીઓનો સ્વાદ અમદાવાદીઓને લાગ્યો અને આજે હાઇવે પરનું મોસ્ટ હોટ ફેવરિટ સ્પોટ તરીકે વિકસી ગયું છે. માત્ર વિકેન્ડ નહિ, અહી બારેમાસ ગાડીઓની લાંબી લાઈન લાગેલી હોય છે. જ્યાં આખેઆખા પરિવાર અહીની દૂધસેવની સબ્જી ખાસ ખાવા આવતા હોય છે.
અહી તમને પ્યોર પંજાબી ટેસ્ટ જોવા મળે છે. પરંતું અહી ફૂડ બ્લોગર્સ પણ આવીને વીડિયો બનાવવાનું ચૂકતા નથી. ખાસ કરીને અહીંની દૂધ સેવની સબ્જી બનાવવાની રીતના વીડિયો જોઈને લોકો ખુશ થઈ જાય છે. 20 વર્ષ જૂના રેસ્ટોરન્ટમાં આજે પણ દૂધ સેવ સબ્જીનો ટેસ્ટ એવો ને એવો જ છે.
અહી ખાસ પ્રકારના પંજાબી મસાલામાંથી આ સબ્જી બનાવવામા આવે છે. સેવ દૂધ કી સબ્જી અહીંની બેસ્ટસેલર વાનગી છે. જે છાસની જગ્યાએ ક્રિમી ટેક્સચર આપી સેવને દૂધના તડકામાં બનાવવામાં આવે છે એ મેં મિસ્સી રોટી સાથે મોજથી માણવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે