અમદાવાદમાં લાખો રૂપિયાની ચીલ ઝડપનો ભેદ ઉકેલાયો, ક્રાઈમ બ્રાન્ચે કેવી રીતે કેસની ગુંથ્થી ઉકેલી?
કુબેરનગરથી નરોડા ગેલેક્ષી જવાના રસ્તા પર બને આરોપીઓ મનોજ સિંધી અને વિશાલ તમંચેને ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધા છે..
Trending Photos
ઉદય રંજન ઝી/અમદાવાદ: તાજેતરમાં જ નવરંગપુરા વિસ્તારમાં રૂપિયા 42 લાખની ચીલ ઝડપના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરીને 31 લાખ 87 હજાર 500 રૂપિયાના મુદ્દામાલ કબજે કરી લીધો છે, કુબેરનગરથી નરોડા ગેલેક્ષી જવાના રસ્તા પર બને આરોપીઓ મનોજ સિંધી અને વિશાલ તમંચેને ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધા છે..
આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઝડપેલ મનોજ સિંધી અને વિશાલ તમંચે અને તેના અન્ય સાગરિત કે જે હાલ પોલીસ પકડથી ફરાર છે. હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરીને 31,86,500 રૂપિયોનો મુદ્દામાલ કબજે કરી લીધો છે, ત્યારે ફરાર ત્રીજો આરોપી પપ્પુ ગારંગેને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી છે..
ક્રાઈમ બ્રાંચની કસ્ટડીમાં આવેલા બંને આરોપીઓએ એવી કેફિયત વર્ણવી છે કે, ત્રણેય મિત્રોએ કુબેરનગરથી નીકળીને સી.જી રોડ પરની આંગડીયા પેઢીની બહાર રેઈકી કરી હતી અને આંગડીયા પેઢીની બહાર નીકળનારા કોઈપણ શખ્શને ટાર્ગેટ કરીને તેની પાસે રહેલો રોકડ રકમનો થેલો ઝુંટવી લેવામાં આવે. આ પ્લાન હેઠળ ત્રણેય આરોપીઓએ આંગડીયા પેઢીમાંથી બહાર નીકળેલા બે શખ્શોને સી.જી રોડ બોડી લાઈન ચાર રસ્તા પાસે ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેલા વ્યક્તિના હાથમાંથી રૂપિયા ભરેલો થેલો ઝુંટવી લીધો હતો અને ફરાર થઇ ગયા હોવાનો એકરાર નામું પોલીસ સમક્ષ કર્યું છે.
હાલ પકડાયેલા બંને આરોપીઓના જો ગુનાહિત ઈતિહાસની વાત કરવામાં આવે તો વિશાલ તમંચે અગાઉ સરદારનગર પોલીસ સ્ટેશનમાં દારુ અને નજર ચૂકવીને ચોરીના ગુના નોંધાયા છે ઉપરાંત દરિયાપુર પોલીસ સ્ટેશન અને વડોદરા તથા સુરત શહેરમાં નજર ચૂકવીને ચોરી કરવાના ગુના આચરી ચૂક્યોં છે અને બે વખત પાસા ની સજા પણ ભોગવી ચુક્યો છે.
આ સહીત ક્રાઈમની ગિરફતમાં આવેલો બીજો આરોપી મનીષ સિંધી કાગડાપીઠ, એલિસબ્રીજ, નવરંગપુરા, સરદારનગર, એરપોર્ટ આ ચાર પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં પકડાઈ ચુક્યો છે અને રાજકોટ, વડોદરા, શહેરમાં પણ બેગલીફટીંગના ગુનામાં પકડાઈ ચુક્યો છે અને ચાર વખત પાસાની સજા કાપી ચુક્યો છે. ત્યારે હવે ક્રાઈમ બ્રાન્ચે ફરાર આરોપી પપ્પુ ગારંગેને દબોચી લેવા માટેની કવાયત હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે