Jaganntah Rathyatra 2022: જળયાત્રા બાદ ભગવાન જગન્નાથજીએ ભક્તોને આપ્યા ગજવેશમાં દર્શન: ભક્તો ખુશખુશાલ
Ahmedabad Jaganntah Rathyatra: જળયાત્રા જમાલપુર જગન્નાથ મંદિરથી નીકળીને સાબરમતી નદીના કિનારે જશે. જ્યાં વેદાંત પંડિતોની ઉપસ્થિતિમાં સાબરમતી નદીનું પૂજન કરવામાં આવશે. ત્યારબાદ તેમાંથી જળ એકત્ર કરીને વાજતે-ગાજતે તેને નિજમંદિર લઈ જવાશે. તે જળથી ભગવાન જગન્નાથનો જળાભિષેક કરવામાં આવશે.
Trending Photos
આશ્કા જાની/અમદાવાદ: ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વખતે ધામધૂમથી નીકળવાની છે, ત્યારે રથયાત્રા પૂર્વે અને પરંપરા પ્રમાણે જેઠ સુદ પૂનમ એટલે કે આજે ભવ્ય જળયાત્રા નિજ મંદિરેથી નીકળી સાબરમતી નદીના ભૂદરના આરે પહોંચીને તમામ વિધીઓ પૂર્ણ કરીને પાછી ફરી છે. ભક્તોના જય રણછોડ માખણચોરના નાદ સાથે નિજ મંદિર ગૂંજી ઉઠ્યું છે. ભગવાન જગન્નાથજીનો જળાભિષેક કરવામાં આવ્યો છે. જળાભિષેક બાદ શોડોષચાર પૂજન કરવામાં આવ્યું હતું અને પૂજન બાદ ભગવાન ગજવેશ ધારણ કર્યો. અમદાવાદમાં જળયાત્રા બાદ ભગવાને ભક્તોને ગજવેશમાં દર્શન આપ્યા છે. તમને જણાવી દઈએ કે વર્ષમાં માત્ર એક જ દિવસ ભગવાન ગજવેશ ધારણ કરે છે. ભગવાનના ગજવેશમાં દર્શન કરી ભક્તો ખુશખુશાલ થયા છે.
તમને જણાવી દઈએ કે જમાલપુર મંદિરથી જળયાત્રા નીકળી છે. મંદિર પરિસરમાં 108 કળશ શણગારીને લઈ જવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, આ વર્ષે ધ્વજાપતાકા ખાસ આકર્ષણનું કેન્દ્ર છે સાથે 18 ગજરાજ પણ જળયાત્રામાં જોડાયા છે.
જળયાત્રામાં રાજ્યના ઉપસ્થિત રહેવા ગૃહપ્રધાન હર્ષ સંઘવી જગન્નાથ મંદિર પહોંચી ગયા છે. મંદિર પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મંદિર પરિસરમાં ત્રણેય રથને શણગારવામાં આવ્યા છે. આ જળયાત્રામાં દેશના મોટા સાધુ સંતો, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, નીતિ પટેલ સહિત શહેરના અનેક પદાધિકારીઓ હાજર રહ્યા છે.
સાબરમતી નદીના મધ્યભાગમાંથી જળ ભરવામાં આવ્યું છે. નદીના કિનારે દિલીપદાસજી મહારાજ અને પૂર્વ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓએ ગંગા પૂજન કર્યું હતું. ત્યારબાદ મહાઆરતી પણ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, સાબરમતી નદીના મધ્યભાગમાંથી 108 કળશમાં જળ ભરવામાં આવ્યું હતું. આ જળ ભરીને હવે જળયાત્રા નિજ મંદિરે પરત ફરી છે. ત્યારબાદ ભગવાનનો આ જળથી જળાભિષેક કરવામાં આવશે. જળાભિષેક બાદ શોડોષચાર પૂજન કરવામાં આવશે. પૂજન બાદ ભગવાન ગજવેશ ધારણ કરશે.
સાંજે 4 વાગ્યે સરસપુર ખાતે આવેલા રણછોડરાય મંદિરમાં ભગવાન પોતાના મોસાળમાં જશે. જ્યાં તેઓ 15 દિવસ સુધી રહેશે. 24 જૂને ભગવાનનું મામેરૂ ભરાશે.
અહીં વેદાંત પંડિતોની ઉપસ્થિતિમાં સાબરમતી નદીનું પૂજન કરવામાં આવ્યું હતું. જ્યાં શોડષોપચાર પૂજા વિધિ કરવામાં આવશે. ત્યારબાદ 108 ભરેલા કળશ વાજતે-ગાજતે નિજમંદિર લઈ જવાશે. મહત્વનું છે કે, ભગવાન જગન્નાથની જળયાત્રા ભાગરૂપે બળદગાડા, હાથી અને બેન્ડવાજા સહિતની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી જમાલપુર નિજ મંદિરે પહોંચ્યા હતા. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, જળયાત્રામાં અનેક સંત મહંતો જોડાતા હોય છે, પરંતુ બે વર્ષ બાદ ફરી ધામધૂમ પૂર્વક રથયાત્રા થવાની છે ત્યારે દેશભરના મોટા સંતો આજની જળયાત્રામાં જોડાયા છે. આપણા રાજ્યના લોકો અને દેશભરના લોકો અમદાવાદની રથયાત્રાના દર્શન કરવા માટે રાહ જોતા હોય છે. આ વર્ષે શહેરીજનો અને બહારથી આવતા લોકો રથયાત્રાના દર્શન સારી રીતે કરી શકે તેના માટે અમદાવાદ પોલીસ દ્વારા તેની વ્યવસ્થા કરી લેવામાં આવી છે. વર્ષોવર્ષથી આખું અમદાવાદ જાણે એક ભાઈચારાથી ભેગા થઈને આ યાત્રાનું આયોજન કરતા હોય છે અને દર વર્ષે રથયાત્રા નીકળે છે.
તેમણે ઉમેર્યું હતું કે, આ વર્ષે પણ માત્ર જગન્નાથજી મંદિર જ નહીં, રાજ્ય સરકાર, ગુજરાત પોલીસ અને અમદાવાદના શહેરીજનો ભેગા મળીને એક સારી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આવનારા દિવસોમાં રથયાત્રાને લઈને હજી પણ મહત્વની બેઠકો મળવાની છે. રથયાત્રાની તૈયારીઓનું સંપૂર્ણ નિરીક્ષણ કરવામાં આવશે. દર વર્ષની જેમ લોકોનો સહયોગ પણ મળે તેવી આશા છે.
કોરોના મહામારીના કારણે ગત વર્ષે માત્ર બે કલાકમાં રથયાત્રા પુરી કરી નાંખવામાં આવી હતી. પરંતુ આ વર્ષે કેસ મર્યાદિત છે. જેણા કારણે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જમાલપુર મંદિરમાં ભગવાન જગન્નાથની 145 મી રથયાત્રા પૂર્વે આજે નીકળનારી જલયાત્રાને લઈને તૈયારીઓ પુરી કરી દેવામાં આવી છે. 108 કળશ શણગારવાની કામગીરી મંદિર પરિસરમાં પુરી કરી દેવામાં આવી છે, માત્ર કળશ નહિ પરંતુ આ વર્ષે ધ્વજ પતાકા સાથે 18 ગજ્જરાજ પણ જલયાત્રામાં જોવા મળશે. આ પ્રસંગે ભક્તો પણ મોટી સંખ્યામાં જોડાશે. જલયાત્રા ની પૂજામાં ભુદર, સંતો-મહંતો અને મહાનુભાવો હાજર રહેશે.
એવું કહેવાય છે કે, ભગવાન જગન્નાથ આજે મામાના ઘરે સરસપુર જશે. સાંજે 5 વાગે સરસપુર આંબેડકર હોલ ખાતેથી શોભાયાત્રા સ્વરૂપે સરસપુર લઈ જવામાં આવશે.
નોંધનીય છે કે, હાલના સંજોગો અને દેશમાં સાંપ્રદાયિક તણાવ હોવાથી જળયાત્રા અને રથયાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. સાથે જ આજે નીકળનારી જળયાત્રા દરમિયાન સાબરમતી નદીમાંથી જળ ભરીને લાવવાનું હોવાથી નદીમાં પૂજાના સ્થળે ફાયરસેફ્ટીના જવાનો ઉપસ્થિત રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે