ટાટા કંપનીના વેરહાઉસમાં કર્મચારીઓએ અંધારામાં પાડ્યો ખેલ, ચોર્યા કારના અતિ મહત્વના પાર્ટસ

Ahmedabad News : સાણંદ GIDC પોલીસે લાખો રૂપિયાના ચાવીના રિમોટ ચોરી કરતી ગેંગ પડકી
 

ટાટા કંપનીના વેરહાઉસમાં કર્મચારીઓએ અંધારામાં પાડ્યો ખેલ, ચોર્યા કારના અતિ મહત્વના પાર્ટસ

Crime News મૌલિક ધામેચા /અમદાવાદ : અમદાવાદ ગ્રામ્યના પોલીસ સ્ટેશનમાં ચોરીનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં લેબર તરીકે વેરહાઉસમાં કામ કરતા કર્મચારીઓએ જ હજારોની સંખ્યામાં યુએઆઈડી કાર કીના રિમોટની ચોરી કરી અને ગણતરીના કલાકોમાં જ સાણંદ GIDC પોલીસે તપાસ કરીને આરોપીઓને ઝડપી લીધા. જેમાં ચોરીમાં ગયેલ મુદ્દા માલ કોઈ સોના ચાંદીની વસ્તુ નહીં પરંતુ કારમાં રિમોટની ચોરી થઈ હતી. એવામાં પણ ચોરી થયેલ રિમોટ ની કિંમત 57 લાખ રૂપિયાની થઇ હતી. 

પોલીસે ફરિયાદ આધારે તપાસ શરૂ કરતા પાંચ આરોપીઓને ચોરીમાં ગયેલો તમામ મુદ્દા માલ પણ કબજે કરવામાં આવ્યો છે. ઘટના અંગે વાત કરીએ તો, સાણંદ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ટાટા મોટર્સ કંપનીના વેરહાઉસમાંથી ચાવીના સંખ્યાબંધ રીમોટોની ચોરી થવાની ફરિયાદ કંપનીના મેનેજર એ આપી હતી. જે અંગે સીસીટીવી અને લોકોને પૂછપરછ કરતા પાંચ આરોપીઓની ધરપકડ પોલીસે કરી હતી. આરોપીઓ પૈકી રાકેશ પંચાલ, હિમ્મત વણઝારા, પ્રદીપ ધોરડીયા, રાજેશ ધોરડીયા અને કરશન પટેલ નામના તમામ આરોપીઓને પકડી વધુ પૂછપરછ શરૂ કરાઇ છે.

આ પણ વાંચો : 

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, પકડાયેલા આરોપીઓ પૈકી આરોપી રાકેશ પંચાલ, પ્રદીપ ધોરડીયા અને રાજેશ ધોરડીયા કંપનીમાં લેબર તરીકે કામ કરતા હતા. આ તમામ આરોપીઓ ચૉરીના મુદ્દામાલને માર્કેટમાં સસ્તાભાવે વેચવાના હતા. જોકે તે પહેલાં જ પોલીસ ગિરફતમાં આવી ગયા. આ કેસમાં અન્ય આરોપીઓની સંડોવણી હોવાનું સામે આવી રહી છે જેને પગલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : 

કાર કંપની દ્વારા બનાવવામા આવતી ચાવીના રિમોટનો ભાવ લગભગ 5000 થી 10,000 ની કિંમત હોય છે. પરંતું આવા લેભાગુ તત્વો ચાવીને ઓછા ભાવે વેચીને કમાણી કરી લેતા હોય છે. હાલ પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે 4395 ચાવીના રિમોટ કબજે કર્યા છે, મહત્વનુ છે કે, પકડાયેલા આરોપીઓ પૈકી બે આરોપીઓ માર્કેટમાં ચોરી કરેલ ચાવીના રિમોટ સસ્તા ભાવે વેચવાનુ કામ કરતા હતા. આ પ્રકારના રિમોટને યુઆઈડી રિમોટ કહેવાય છે, જે કાર કંપની દ્વારા જ બનાવવામા આવતા હોય છે, જો તે ખોવાઈ જાય અથવા બગડી જાય તો કંપની પાસેથી નંબરના આધારે મોંઘાભાવે ખરીદવામાં આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news