અમદાવાદના ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનોખી પહેલ, વેક્સીન લેવા કરે છે લોકોની મદદ
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ :હાલ કોરોના મહામારીમાં વેક્સિન લેવી એ દરેકની પ્રાથમિકતા છે. વેક્સીન લેવી જરૂરિયાત બની ગઈ છે. આવામાં અમદાવાદના ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. આ ટ્રસ્ટ દ્વારા 45 વર્ષથી વધુ ઉંમરના તેમજ દિવ્યાંગ લોકોને વેક્સીન અપાવવામાં મદદ કરાશે. સાથે જ વેક્સીન લેવા અંગે કેટલાક લોકોમાં પ્રવર્તી રહેલી અંધશ્રદ્ધા, ડર અને ભ્રમને દૂર કરવાનો આ ટ્રસ્ટ દ્વારા પ્રયાસ કરાયો છે.
જે લોકો વેક્સીન લેવા માગે છે પરંતુ વેક્સીનેશન સેન્ટર સુધી એમને લાવવા અને લઈ જવાવાળું કોઈ નથી અથવા આવવા જવામાં જે અશક્ત છે તેવા લોકો માટે આ સુવિધા મદદરૂપ બનશે. અમદાવાદ શહેરમાં આ માટે 120 ગાડીઓ તૈનાત કરાઈ છે. આ ગાડીઓની મદદથી અલગ અલગ વિસ્તારમાં વેક્સીનેશન સેન્ટર સુધી લાવવા લઈ જવાની નિઃશુલ્ક સુવિધા આપવામાં આવશે. ઘરેથી વેક્સીનેશન સેન્ટર સુધી અને વેક્સીનેશન સેંટરથી ઘર સુધી મુકવાની આ સુવિધા બિલકુલ નિઃશુલ્ક રહેશે.
નિશુલ્ક સેવાનો લાભ લેવા શહેરીજનોએ મિસ કોલ કરવાનો રહેશે. 8955405051 નંબર પર મિસ કોલ કર્યા બાદ એક મેસેજના માધ્યમથી લિંક આવશે. આ લિંકમાં માંગેલી વિગત ભરતાની સાથે જ જે તે સ્થળે કાર સુવિધા પહોંચી જાય છે. જે વેક્સીનેશન સેન્ટર સુધી આવવા અને જવા માટે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે.
તો બીજી તરફ, ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અપીલ કરાઈ છે કે જે લોકો અમારી સાથે જોડાઈ આ સેવામાં જોડાવવા માંગ છે, તે કારચાલકોને પણ જોડવામાં આવશે. જેથી વધુમાં વધુ લોકોને મદદરૂપ થઇ શકાય. આગામી 1 મહિના સુધી ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ સુવિધા નિઃશુલ્ક આપવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે