KYC કર્યા વિના લોન આપે છે ગુજરાતની આ બેંક, હજારો લોકોએ ઉઠાવ્યો ફાયદો

જો તમને કોઇ કહે કે બેંક કેવાયસી(KYC)  કર્યા વિના લોન આપે છે, તો આ વાત સાંભીને તમને પહેલા તો વિશ્વાસ નહિ આવે. પરંતુ એક બેંક એવી છે. જે કેવાયસી કર્યા વિના ગ્રાહકોને લોન આપી રહી છે. 

KYC કર્યા વિના લોન આપે છે ગુજરાતની આ બેંક, હજારો લોકોએ ઉઠાવ્યો ફાયદો

કેતન જોશી/નવી દિલ્હી: જો તમને કોઇ કહે કે બેંક કેવાયસી(KYC)  કર્યા વિના લોન આપે છે, તો આ વાત સાંભીને તમને પહેલા તો વિશ્વાસ નહિ આવે. પરંતુ એક બેંક એવી છે. જે કેવાયસી કર્યા વિના ગ્રાહકોને લોન આપી રહી છે. એપણ એક બે નહિ પરંતુ હજારો ગ્રાહકોને આ બેંક લોન આપી રહી છે. જેમાં આશ્ચર્ય વાળી વાતતો એ છે, કે કેવાયસી વિના બેંક તરફથી લોન આપવામાં આવી હોવા છતા પણ બેંકનો એનપી શૂન્ય કરી દેવામાં આવ્યો છે. આ બેંક છે અમદાવાદ કોઓપરેટિવ બેંક જ્યાં કેવાયસી વિના લોન મળી છે. 

1970માં થઇ હતી સ્થાપના 
અમદાવાદ કાલુપુર કોમર્શિયલ કોઓપરેટિવ બેંક 1970માં કાલુપુર એરિયામાં શરૂ કરવામાં આવી હતી. એ માટે બેંકનું નામ પણ એરિયાના નામ પર રાખવામાં આવ્યુ્ં છે. તમને જાણીને નવાઇ લાગશે કે બેંકનો એનપીએ ઝીરો છે. તો પણ અમુક પ્રકારની લોન એવી રીતે કરે છે, જેમાં કોઇ પણ કેવાયસી નથી હોતો. બેંક તરફથી આ લોન વણઝારોનઓને આપવામાં આવે છે, જે આજે અહિ તો કાલે ત્યાં, મતલબ કે આ સમાજ સ્થાઇ નથી તેમનું રહેણાક સ્થિર નથી હોતું. તેમણે પણ મોટી માત્રા લોન આપવામાં આવી રહી છે. 

ભારત સરકારે સુરતને જાહેરમા શૌચમુક્ત ઓડીએફ પ્લસ શહેર જાહેર કર્યુ

કેવાયસી વિના 1800 લોકોને મળી લો
આશરે 1800 લોકોને લોન આપવામાં આવી જેમાંથી મોટા ભાગના લોકોને કેવાયસી થઇ જ નથી અને અમૂક એનજીઓની મધ્યસ્થતાના કારણે બેંક તેમને લોન આપવા માટે આગળ આવ્યું હતું. આ પાછળ બેંકનો પણ હેતું છે, કે પછાત લોકોને પણ બેંકની સિસ્ટમનો લાભ મળી રહે. તમને જાણીને આશ્ચર્ય થશે કે અત્યાર સુધીમાં 1800 લોકોને કુલ 7 કરોડથી પણ વધારેની લોન આપવામાં આવી છે. અને લોકો બેંકની લોન ચૂકતે પણ કરી રહ્યા છે. ગત 10 વર્ષમાં કેવાયસી વિનાની લોકનમાં માંત્ર દોઢ લાખ રૂપિયા જ પાછા નથી આવી શક્યા.

હવે પાણી પર પણ રહેશે પહેરો: સૌરાષ્ટ્ર્માં પાણી અછતને કારણે થઇ રહી છે ચોરી

લોનની રકમ આશરે 50 હજાર 
લોનની વધુમાં વઘુ રકમ 50 હજાર રૂપિયા રાખવામાં આવે છે. જ્યારે અહિં એવા લોકોનો લોન આપવામાં આવે છે. જેવા લોકોને ઘર નથી હોતા અને કોઇ રહેઠાણ પણ નથી હોતા. જ્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો પહેલો નિયમ છે, કે ઘર વિના અને સરનામાની તપાસ કર્યા વિના લોન આપી શકાતી નથી. પરંતુ આ બેંક ખાસ છે. આ બેંક વિશે કાલુપુર કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના સીનિયર એક્ઝીક્યૂટીવ એચ કે શાહે કહ્યું કે, અમે શહેરમાંથી એવા લોતકો શોઘ્યા જે લોકો પાસે ઘર નથી લોન આપવાનું યથા વાત રાખીને તેમને કેવાયસી ના બરાબર હતી. અમે અમદાવાદના ઓઢવનામના વિસ્તારમાંથી સોધી લેવામાં આવ્યા છે. જે કચ્છના રહેવાસી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news