લોકસભા ચૂંટણી 2024 માટે ગુજરાત કોંગ્રેસે કમર કસી; 53 નેતાઓની યાદી જાહેર, ઘડ્યો સીક્રેટ પ્લાન
ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિની ત્રણ દિવસની મહત્વની બેઠક છત્તીસગઢના રાયપુર ખાતે મળશે. ત્રણ દિવસની આ બેઠકને વર્ષ 2024ની લોકસભાની ચુંટણી પહેલાં કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ જગાડવા માટે એક પાયો તૈયાર કરવાના રૂપમાં જોવાઇ રહી છે.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: કોંગ્રેસની વર્કીગ સમિતિના ચુંટણી માટે મતદાન કરનાર ગુજરાત કોંગ્રેસની યાદી જાહેર થઇ. આ યાદીને કારણે કાંગ્રેસના આંતરિક વર્તુળોમાં ઉહાપોહ થયો છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિની ત્રણ દિવસની મહત્વની બેઠક છત્તીસગઢના રાયપુર ખાતે મળશે. ત્રણ દિવસની આ બેઠકને વર્ષ 2024ની લોકસભાની ચુંટણી પહેલાં કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ જગાડવા માટે એક પાયો તૈયાર કરવાના રૂપમાં જોવાઇ રહી છે.
આ બેઠક એટલા માટે મહત્વની છે કેમ કે આ બેઠકમાં એઆઇસીસીનીની વર્કીગ સમિતિની ચુંટણી થશે, જેમા મતદાન માટે ગુજરાત કોંગ્રેસના 53 નેતાઓની યાદી નક્કી કરવામાં આવી. 53 ઇલેક્ટેડ નેતાઓ સિવાય 16 કો ઓપ્ટ સભ્યોનો સમાવેશ થાય છે. 53 ઇલેક્ટેડ સભ્યોમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા રાજયસભાના વર્તમાન સાંસદ શક્તિસિંહ ગોહિલ અમી યાજ્ઞીક અને નારાયણ રાઠવાના સમાવેશ થાય છે.
આ ઉપરાત ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ, પુર્વ અધ્યક્ષ તથા ગુજરાત વિધાનસભાના પુર્વ વિપક્ષના નેતાઓને સ્થાન અપાયુ છે. ગુજરાત કોંગ્રેસના ફ્રંન્ટલ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ તથા ચુંટાયેલા 17 ધારાસભ્યોને સ્થાન મળ્યું આ સિવાય કોંગ્રેસના સિનિયર નેતાઓને કોઓપ્ટ સભ્ય તરિકે સ્થાન આપવામાં આવ્યું. એઆઇસીસીના ડેલીગેટ તરીકે જુની યાદીમાં રહેલા કુલ 46 નેતાઓના નામ નવી યાદીમાં કમી થયા છે તેના સ્થાને માત્ર 29 નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે.
કોંગ્રેસના નેતાના કહેવા પ્રમાણે ગુજરાત કોંગ્રેસ દ્વ્રારા નેતાઓના નામની ભલામણ એઆઈસીસીને કરવામાં આવે છે અને તેના આધારે એઆઇસીસીના ડેલીગેટની યાદી તૈયાર થાય છે. જો કે વર્તમાન યાદીમાં ગુજરાત કોંગ્રેસના કેટલાક સિનિયર નેતાઓના નામ ન હોવાથી કોંગ્રેસના આંતરિક વર્તુળોમાં ભડકો થયો છે.
કોંગ્રેસમાં વર્ષોથી સેવા આપતા બાલુ પટેલ અને કોંગ્રેસના સિનિયર વાઇ, પ્રેસીડેન્ટ જીતુ પટેલનું નામ યાદીમાં નથી તો ભીખુ ભાઇ વરોતરીયાનુ નામ કપાયુ છે આ સિવાય દિનશા પટેલનું નામ કો ઓપ્ટ સભ્ય તરીકે હાવાનો મુદ્દો ચર્ચાની એરણે છે કોંગ્રેસના આંતરિક વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે એઆઇસીસીના ડેલીગેટ રહેલા ઘણા નેતાઓ આજે પક્ષ છોડીને ભાજપામાં જોડાઇ ગયા છે, તેમણે કોના કહેવાથી નિયુક્ત કરવામાં આવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે