વાઇન નહીં તો લગ્ન નહીં! અહીં તો લગ્નમાંથી કન્યાને ઉઠાવી જવાની છે પરંપરા
Weirdest Alcohol: હસનારા રડવા લાગે છે અને રડતા હસવા લાગે છે. જેમ આ દારૂ ખૂબ જ વિચિત્ર છે, તેવી જ રીતે આખી દુનિયામાં તેનાથી સંબંધિત રિવાજો પણ ખૂબ જ વિચિત્ર છે.
Trending Photos
Weird Alcohol Tradition: દારૂ પીનારા અને દારૂ પીને નાટક કરનારા દરેક જગ્યાએ જોવા મળી જશે. દારૂને શિક્ષક કહેવામાં આવે તો ખોટું નહીં કહેવાય કારણ કે અભણ લોકો પણ દારૂ પીધા પછી અંગ્રેજી બોલવા લાગે છે. હસનારા રડવા લાગે છે અને રડતા હસવા લાગે છે. જેમ આ દારૂ ખૂબ જ વિચિત્ર છે, તેવી જ રીતે આખી દુનિયામાં તેનાથી સંબંધિત રિવાજો પણ ખૂબ જ વિચિત્ર છે.
આવો જાણીએ કયા છે તે અસામાન્ય રિવાજો?
1. વાઇન નહીં તો લગ્ન નહીં!
નાઇજીરીયામાં લગ્ન દરમિયાન એક નવપરિણીત દુલ્હનને તેના પિતા દ્વારા વાઇનનો કપ આપવામાં આવે છે. આ પછી છોકરીએ લગ્નમાં આવેલા લોકોની વચ્ચે તેના પતિને શોધીને તે ગ્લાસ આપવાનો હોય છે, જ્યારે છોકરી તેના વરને શોધીને ગ્લાસ આપે છે તો લગ્ન પૂર્ણ માનવામાં આવે છે.
આ પણ વાંચો: સુહાગરાતે જ કહી દીધું મારી ગર્લફ્રેન્ડને સ્વિકારવી પડશે અને પછી તો શું કહેવું...
આ પણ વાંચો: ઓફિસથી માંડીને આ જગ્યાઓ પર રતિક્રિડા માણવાનું સપનું જોતી હોય છે મહિલાઓ
આ પણ વાંચો: Dandruff Treatment: મોંઘીદાટ પ્રોડક્ટ મોહમાયા છોડો, અપનાવો આ ઘરેલૂ નુસખા
2. La Batalla de Vino
પાણી અને રંગો સાથેની હોળી તો સાંભળી જ હશે, પરંતુ દર વર્ષે 29 જૂને સ્પેનિશ ટાઉન હારોમાં વાઇનની હોળી રમવામાં આવે છે, જેને 'વાઇન વૉર' અથવા La Batalla de Vino તરીકે પણ ઓળખવામાં આવે છે. આમાં લોકો એકબીજા પર દારૂની નદીઓ વહાવે છે.
3. ભારતમાં લોકો શું કરે છે
ભારતમાં દારૂ પીતા પહેલા, દારૂના થોડા ટીપાં બહાર છાંટવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ અસંતુષ્ટ આત્માઓ અને પૂર્વજોને રાહત આપે છે. તો ત્યાં બોટલ ખોલ્યા પછી, કેટલાક લોકો જમીન પર થોડા ટીપાં નાખીને પૂર્વજો પ્રત્યે આદર વ્યક્ત કરે છે.
આ પણ વાંચો: દિલની વાત: મારી સાસુ મારી સાથે એકતા કપૂરની સિરિયલની જેમ ગંદી ગેમ્સ રમે છે
આ પણ વાંચો: Dil Ni Vat: મારા પતિના બીજી સ્ત્રી સાથે છે લફરાં, એને અનેક રાતો કરી છે રંગીન પણ હવે મને કહે છે કે...
4. Vodkaમાં કંઈપણ ભેળવવું સખત પ્રતિબંધિત છે
રશિયા અને પોલેન્ડમાં Vodkaને જ્યુસ કે મિક્સરમાં ભેળવીને પીવું ખરાબ માનવામાં આવે છે અને નીટ પીવું જ યોગ્ય મનાય છે.
5. દારૂ માટે વરની વહુનું કરાય છે અપહરણ
જર્મનીમાં લગ્ન દરમિયાન વરરાજાનો મિત્ર કન્યાનું અપહરણ કરે છે અને તેને એક બારમાં લઈ જાય છે પછી વરરાજાના ત્યાં આવવાની રાહ જુએ છે. વરરાજા આવે છે અને તેની કન્યાને છોડાવવા માટે દરેક માટે ડ્રીન્કસ ખરીદે છે અને કન્યાને સુરક્ષિત રીતે લઈ જાય છે.
6. Seven Years Of Bad Sex!
ચીયર્સ કરતી વખતે દરેક વ્યક્તિએ એકબીજાની આંખોમાં જોવું એ ઠીક છે, પરંતુ જો તમે ન કરો તો કોઈ વાંધો નથી. ફ્રાન્સ અને જર્મનીમાં આવું કરવાથી સેક્સ લાઈફ પર ખરાબ અસર પડે છે. ખરેખર, જો ચીયર્સ કરતી વખતે આંખનો સંપર્ક તૂટી જાય તો 7 વર્ષ સુધી સેક્સ લાઈફ બગડી જાય એવું માનવામાં આવે છે. જેને Seven Years Of Bad Sex કહેવાય છે!
7. કન્યાના જૂતામાં પીરસાય છે દારૂ
ભારતમાં જૂતા-ચોરી સમારોહમાં વરરાજાના જૂતાની ચોરી થાય છે પરંતુ યુક્રેનમાં કન્યાના જૂતાની ચોરી થાય છે, જે પછી જૂતાની ચોરી કરનાર વ્યક્તિ લગ્નમાં હાજર રહેલા લોકોને કન્યાના જૂતામાં વાઇન પીવા માટે કહે છે. તો ત્યાં ઓસ્ટ્રેલિયામાં પણ લોકો ખુશીના પ્રસંગે શૂઝમાં દારૂ પીવે છે. તેને Do A Shoey કહેવાય છે.
8. શૉટને સ્પર્શ કર્યા વિના પીવો લાભદાયી
નેધરલેન્ડ્સમાં કોપ-સ્ટો-ચે (Kopstootje) નામનો એક રિવાજ છે, જેમાં બારટેન્ડર ટ્યૂલિપ આકારના ગ્લાસમાં જીનેવર (એક પ્રકારનું ડચ જિન) અને બીજામાં બીયર પીરસે છે. પછી દારૂ પીનાર વ્યક્તિ જીનેવર પીધા પછી તેને સ્પર્શ કર્યા વિના બીયર પીવે છે.
9. પોતાના માટે ડ્રીન્ક નહીં બનાવવાની
કોરિયામાં ડ્રિંક પીરસવાનું સારું માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે જો કોઈ તમને ડ્રિંક આપે તો તેને બંને હાથથી લો અને જે વ્યક્તિ તેને બનાવી રહ્યો છે તે પણ બોટલને બંને હાથથી પકડે એ જરૂરી છે. આ સિવાય એ પણ ધ્યાન રાખવું કે જેનો ગ્લાસ ખાલી થઈ જાય તેને તાત્કાલિક ભરવો જોઈએ.
10. ચીયર્સ બોલવા પર પ્રતિબંધ
દરેક જગ્યાએ લોકો દારૂ પીતા પહેલા Cheers કરે છે, પરંતુ હંગેરીમાં એકબીજાના ગ્લાસ અથડાવવા સમયે Cheers કહેવું ખરાબ માનવામાં આવે છે કારણ કે 1849 માં કેટલાક હંગેરિયન ક્રાંતિકારીઓની હત્યા પછી, ઑસ્ટ્રિયન લશ્કરી અધિકારીઓએ ગ્લાસને અથડાવી Cheersકર્યું હતું. સ્થાનિક લોકો આવું કરતા નથી. દારૂ પીવો જેટલો હાનિકારક છે, તેટલો જ આ રિવાજોનું ઉલ્લંઘન કરવું પણ નુકસાનકારક છે.
આ પણ વાંચો: આ મંદિરમાં મૂર્તિની નહીં પણ યોનિની થાય છે પૂજા, 3 દિવસ નદીનું પાણી થઈ જાય છે લાલ
આ પણ વાંચો: સુહાગરાતની Reels બાદ હવે સુહાગરાતનો આખેઆખો આલ્બમ વાયરલ
આ પણ વાંચો: Chanakya Niti: સ્ત્રી પોતાના પતિથી સંતુષ્ટ છે કે અસંતુષ્ટ? આ ઇશારાઓથી પડી જશે ખબર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે