દારૂ નહિ તો સસ્તા નશા : આયુર્વેદિક સિરપ બન્યો ગુજરાતીઓ માટે નવો દારૂ, સૌરાષ્ટ્રમાં દુકાનો ખૂલી

Alcoholic Ayurvedic Syrup : ગુજરાતમાં દવાની આડમાં નશાનો કારોબાર વધી રહ્યો છે. ગુજરાતમાં નશાકારક સિરપનો ખતરનાક વેપલો ચાલી રહ્યો છે. આ ખતરનાક સિરપ જીવલેણ સાબિત થઈ શકે છે

દારૂ નહિ તો સસ્તા નશા : આયુર્વેદિક સિરપ બન્યો ગુજરાતીઓ માટે નવો દારૂ, સૌરાષ્ટ્રમાં દુકાનો ખૂલી

Dwarka News : સસ્તા નશા... આ બે શબ્દ સોશિયલ મીડિયા પર મેમ્સ તરીકે ખૂબ જ પ્રચલિત છે... પરંતુ, દ્વારકામાં કેટલાક લોકો આ સસ્તા નશાની દુકાન ખોલીને બેઠા હતા. જેનો દ્વારકા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ભાંડો ફોડ્યો હતો. જોકે, આ નશાકારક છે કે નહીં તે અંગે પોલીસ અસમંજસમાં હતી. આ દરમિયાન આજે એક રિપોર્ટ સામે આવ્યો અને તેમાં જે ખુલાસો થયો તે ચોંકાવનારો છે. દેવભૂમિ દ્વારકામાં આયુર્વેદિક દવાના નામે થતું આલ્કોહોલયુક્ત પીણાનું વેચાણ થતું હોવાનો ખુલાસો થયો છે. પોલીસે ખંભાળિયના ભાણવડી ગામના એક ગોડાઉનમાંથી 15 હજારથી વધુ સિરપ બોટલ ઝડપી પાડી છે. જેની કિંમત 25 લાખથી વધુ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ખંભાળિયા પોલીસે ગેરકાયદે સીરપ અંગે વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા પણ આ પ્રકારની સીરપની 4 હજાર બોટલ કબજે કરવામાં આવી હતી. જે બાદ પોલીસે વધુ સઘન તપાસ કરી કુલ 19 હજાર નશાકારક સીરપનો જથ્થો કબ્જે કર્યો છે.

ગુજરાતમાં દવાની આડમાં નશાનો કારોબાર વધી રહ્યો છે. ગુજરાતમાં નશાકારક સિરપનો ખતરનાક વેપલો ચાલી રહ્યો છે. આ ખતરનાક સિરપ જીવલેણ સાબિત થઈ શકે છે. ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં નશાકારક સિરપનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. સૌરાષ્ટ્રમાં આયુર્વેદિક સિરપના નામે નશાનો કારોબાર ચાલી રહ્યો છે. પરંતુ આ સિરપ પીનારા લોકોને ખબર નથી કે, સિરપનો ઓવરડૉઝ મોત આપી શકે છે 

આયુર્વેદિક સીરપમાં શું હોય છે  
પાણી, ઈથેનોઈલ કેમિકલ (આલ્કોહલ), સાઈટ્રિક એસિડ, સ્વીટનર, ફલેવર

આયુર્વેદિક સીરપમાં આલ્કોહોલ કેટલો?

  • આયુર્વેદિક સીરપમાં 12 ટકાથી વધારે આલ્કોહોલ હોય છે
  • આયુર્વેદિક સીરપમાં બિયર કરતા બે ગણુ આલ્કોહોલ
  • 12 ટકાથી વધારે આલ્કોહોલ એટલે દારૂ જેટલો નશો
  • 300 ML, 400 ML,500 MLની બોટલમાં દારૂ જેટલો નશો
  • માર્કેટમાં નશાની આ સીરપ 130થી 180 રૂપિયામાં વેચાય છે

 

- આરોગ્ય મંત્રીની નશાના કારોબાર સામે લાલઆંખ... #Gujarat #syrup #ZEE24Kalak pic.twitter.com/NUBY2uWvOr

— Zee 24 Kalak (@Zee24Kalak) August 7, 2023

સીરપ વેચવાની મોડસ ઓપરેન્ડી 

  • આયુર્વેદિક દવામાં 12 ટકાથી ઓછુ આલ્કહોલ હોવું જોઈએ
  • 12 ટકાથી ઓછુ આલ્કહોલ હોય તો કાર્યવાહી થતી નથી
  • નશાબંધીની જોગવાઈ અનુસાર કાર્યવાહી થતી નથી
  • આરોપીઓ સીરપ પર 11 ટકાથી ઓછુ આલ્કોહોલ હોવાનું લખતા
  • જેથી કાયદાના દાવપેચથી બચી શકાય

 
નશાકારક સીરપની આડઅસર 
ચક્કર આવવા, બોલવામાં મુશ્કેલી થવી, ભ્રમ થવો, હૃદયના ધબકારા વધવા, હાઈ બ્લડપ્રેશર, ઓવરડોઝથી મૃત્યુની શક્યતા
 
શ્રી કૃષ્ણની દ્વારકા નગરી બદનામ થઈ રહી છે. જ્યા જગત મંદિર આવેલું છે, ત્યાં જ પાન-કરિયાણાની દુકાનમાં ખુલ્લેઆમ નશાની સિરપ વેચાઈ રહી છે. આયુર્વેદના નામે આવા સિરપનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર કચ્છ, અમદાવાદ સહિતના વિસ્તારોમાં વેચાણ થઈ રહ્યું છે. તો અમદાવાદમા ચાંગોદરમાં નશાના ફેકટરી ઝડપાઈ છે. દ્વારકામાં મોટા પ્રમાણમાં નશાની સિરપ ઝડપાઈ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news