Ajab Gajab: 5 અજીબોગરીબ જગ્યાઓ, એક છે 'ભૂતોનું ગામ'...ગુજરાતની આ જગ્યા વિશે જાણીને દંગ રહી જશો

Travel: અહીં તમને ભારતની એવી અજીબોગરીબ 5 જગ્યાઓ વિશે જણાવીશું કે જાણીને તમે દંગ રહી જશો. અહીં મુલાકાતનો તમારો અનુભવ એકદમ રોમાંચક રહેશે. ગુજરાતના અમદાવાદની આ જગ્યા વિશે તમે જાણો છો?

Ajab Gajab: 5 અજીબોગરીબ જગ્યાઓ, એક છે 'ભૂતોનું ગામ'...ગુજરાતની આ જગ્યા વિશે જાણીને દંગ રહી જશો

દેશમાં ફરવા માટે ગગનચુંબી ઈમારતો અને પહાડ જ નહીં પરંતુ અલગ અલગ પ્રકારની જગ્યાઓ પણ છે. જ્યાં તમને રોમાંચનો અનુભવ થશે. પછી ભલે તે રાજસ્થાનના જેસલમેરમાં ભૂતિયા શહેર કુલધરા હોય કે પછી ગુજરાતની આ પ્રખ્યાત કબરો ધરાવતી હોટલ, ભારતમાં દરેક માટે ફરવા માટે કઈક ને કઈક નવું અને રોમાંચ ભરેલું છે. આજે અમે તમને એવી જ પાંચ અસામાન્ય જગ્યાઓ વિશે જણાવીશું જે ખુબ અલગ છે અને તમે ત્યાં ફરવાનો પ્લાન કરી શકો છો. આ ટુરિસ્ટ પ્લેસ પર જવાથી તમને સૌથી અલગ એક્સપીરિયન્સ થવાનો છે. 

1. મેગ્નેટિક હિલ
લદાખ લેહથી લગભગ 30 કિલોમીટર દૂર મેગ્નેટિક હિલ નામની એક અનોખી જગ્યા છે. લેહની પર્યટન વેબસાઈટ મુજબ મેગ્નેટિક હિલને એક પીળા સાઈનબોર્ડ દ્વારા દેખાડવામાં આવી છે. જેના પર લખ્યું છે કે 'એ ઘટના જે ગુરુત્વાકર્ષણને પડકાર આપે છે.' અહીં એવી ચુંબકિય સડક છે કે સંકેતિત સ્થાન પર પાર્ક કરતા જ વાહન ઢાળ ઉપર પણ લગભગ 20 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધવા લાગે છે. 

2 ન્યૂ લકી રેસ્ટોરન્ટ
ગુજરાતના અમદાવાદમાં આવેલી આ હોટલ લોકો માટે એક નવો જ અનુભવ કરાવે છે. અહીં આવતા મહેમાનોને તે મૃતકો સાથે ભોજન કરવાનો ડરામણો અનુભવ આપે છે. આ રેસ્ટોરન્ટ હાલ એવી જગ્યાએ ચાલે છે જ્યાં પહેલા કબ્રસ્તાન હતું. રેસ્ટોરન્ટમાં તમને કેટલીક કબરો પણ જોવા મળશે.

3 કુલધરા ગામ
રાજસ્થાન પર્યટન વેબસાઈટ મુજબ જેસલમેર શહેરથી લગભગ 18 કિમી દૂર આવેલું આ ગામ એક જૂનું શહેર છે જેને 18મી સદીમાં અહીંના  ગ્રામીણોએ છોડી દીધુ હતું. એવું માનવામાં આવે છે કે સમગ્ર શહેર રાતોરાત ગાયબ થઈ ગયું. લગભગ 85 ગામ વચ્ચે આજે પણ આ ગામ એક રહસ્યમય ગામ બની રહ્યું છે. કારણ કે તે સમયે કોઈએ પણ તેમને અહીંથી કોઈને નીકળતા જોયા નહતા. આ ગામ આજે પણ ખાલી છે, એ જ સ્થિતિમાં છે જે સ્થિતિમાં સેંકડો વર્ષો પહેલા ગામવાળાઓએ આ ગામ છોડ્યું હતું. આ જેસલમરના પર્યટન આકર્ષણોમાંથી એક છે. 

4. કરણી માતાનું મંદિર
રાજસ્થાનના બીકાનેરમાં કરણીમાતા મંદિર છે. જ્યાં અનોખી પરંપરા મુજબ ઉંદરની પૂજા થાય છે. રાજ્ય પર્યટન વેબસાઈટ મુજબ અહીં 25000 કરતા વધુ ઉંદરોનું ઘર છે જે મંદિર પરિસરમાં રહે છે અને સ્વતંત્ર રીતે ઘૂમે છે. તેમને દીવાલો અને ફર્શની તિરાડોમાંથી બહાર નીકળતા જોઈ શકાય છે. જે મોટાભાગે આવનારા લોકો અને ભક્તોના પગો પરથી પસાર થાય છે. તમામ ઉંદરોમાંથી સફેદ ઉંદર ખાસ કરીને પવિત્ર હોય છે. કારણ કે તેમને કરણી માતા અને તેમના પુત્રોનો અવતાર માનવામાં આવે છે. આ મંદિરમાં ભૂલેચૂકે પણ ઉંદરને ઈજા પહોંચાડવી કે મારવા એ ગંભીર પાપ ગણાય છે. જો કોઈ આ પાપ કરે તો તેણે પ્રાયશ્ચિત સ્વરૂપે મરેલા ઉંદરની જગ્યાએ સોનાનો ઉંદર રાખવો પડશે. 

5. લિવિંગ રૂટ બ્રિજ
મેઘાલય પર્યટન વેબસાઈટ મુજબ મેઘાલયમાં એક ઝાડની મૂળિયાનો અસાધારણ પૂલ બનેલો છે. જૂના અને ખાસ બનાવટની સાથે ખુબ આશ્ચર્યજનક પૂલ છે. સ્થાનિક લોકો જંગલો વચ્ચેથી પસાર થતા અને તેજ પ્રવાહમાં વહેતી નદીઓને પાર કરવા માટે આ પુલનો સહારો લે છે. નોંગ્રિયાટનો ડબલ ડેકર બ્રિજ પોતાની બહુસ્તરીય સંરચનાના કારણે અદ્વિતિય છે. તે મેઘાલયના પ્રાકૃતિક આશ્ચર્યો અને પર્યટક આકર્ષણોમાંથી એક છે, જે લોકોમાં ખુબ લોકપ્રિય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news