Gujarat Election 2022: અરવિંદ કેજરીવાલને કોંગ્રેસના કયા નેતાએ ગણાવ્યા પ્રધાનમંત્રીના છોટા રિચાર્જ?
Gujarat Election 2022: ભાજપ અને આપ ઉપર ગુજરાત કોંગ્રેસના મીડિયા પ્રભારી આલોક શર્માએ પ્રહાર કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના છોટા રિચાર્જ આજકાલ આદિવાસી વિસ્તારમાં ફરે છે. દિલ્હી દુનિયાનું સૌથી પ્રદુષિત શહેર બન્યું છે
Trending Photos
Gujarat Election 2022: વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ સભા કરીને ચૂંટણી માહોલ બનાવી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના મીડિયા પ્રભારી આલોક શર્માએ કેજરીવાલને આજે આડે હાથ લઈને અનેક આક્ષેપો કર્યા હતા.
ભાજપ અને આપ ઉપર ગુજરાત કોંગ્રેસના મીડિયા પ્રભારી આલોક શર્માએ પ્રહાર કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના છોટા રિચાર્જ આજકાલ આદિવાસી વિસ્તારમાં ફરે છે. દિલ્હી દુનિયાનું સૌથી પ્રદુષિત શહેર બન્યું છે, અને તે ગુજરાતમાં જુઠ્ઠાણાં ફેલાવે છે. ગુજરાતમાં આ વખતે ચૂંટણીમાં ભાજપ હારે છે એટલે આપને આગળ કરે છે. ભાજપ આદિવાસીઓના અધિકાર છીનવે છે. આદિવાસીઓને મોદી વોટબેંક સમજવાનું બંધ કરે. ભાજપ આદિવાસી વિરોધી છે. ભાજપે આદિવાસી લોકો માટે આરોગ્ય અને શિક્ષણની કોઈ વ્યવસ્થા કરી નથી.
ગુજરાત કોંગ્રેસના મીડિયા પ્રભારી આલોક શર્માએ ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા હતા. ચૂંટણી પંચ અંગે આલોક શર્માએ વેધક સવાલ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ ગુજરાતની ચૂંટણી કેમ જાહેર કરતું નથી. ચૂંટણી પંચ પ્રધાનમંત્રીના ઇશારે કામ કરે છે. કોંગ્રેસના ઉમેદવારને પ્રચારનો ઓછો સમય મળે એટલે મોડું કરવામાં આવે છે. ચૂંટણી જાહેર નથી થઈ છતાં ચૂંટણી પંચ અધિકારીઓની બદલી કરે છે.
આ પણ જુઓ વીડિયો:-
આલોક શર્માના નિશાને મન કી બાત
પ્રધાનમંત્રીની મન કી બાત અંગે ગુજરાત કોંગ્રેસના મીડિયા પ્રભારી આલોક શર્માએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, રીન્યુઅલ એનર્જીનો ટાર્ગેટ ચાર વર્ષ પાછળ ધકેલાઈ ગયો છે. રીન્યુઅલ એનર્જીમા ગુજરાત કરતા રાજસ્થાન સરકાર વધુ લાભ આપે છે. રીન્યુઅલ એનર્જીના નાણાં પ્રધાનમંત્રી પોતાના ચૂંટણી પ્રચારમાં વાપરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે