ગુજરાતની રાજનીતિના સમીકરણ બદલાશે! આવતીકાલે આ દિગ્ગજ પાટીદાર નેતા AAPમાં જોડાશે
Gujarat Election 2022: અલ્પેશ કથિરિયાના આપમાં જોડાવાથી રાજનીતિના સમીકરણ બદલાશે. વર્ષ 2017ની ચૂંટણી વખતે અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું.
Trending Photos
Gujarat Election 2022: પાટીદાર અનામત આંદોલનનો વધુ એક મોટો ચેહરો રાજકારણમાં ઝંપલાવવા જઈ રહ્યો છે. પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા આવતી કાલે આમ આદમી પાર્ટીમાં જોડાશે. ભાવનગરના ગારિયાધાર ખાતે કેજરીવાલની સભામાં અલ્પેશ સાથે ધાર્મિક માલવિયા પણ આપમાં જોડાશે.
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. ત્યારે આવતીકાલે ગારિયાધરમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની સભામાં અલ્પેશ કથીરિયા આપમાં જોડાઈ તેવું જાણવા મળી રહ્યું છે. અલ્પેશ કથિરીયા પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલના સાથી રહી ચૂક્યા છે અને સમાજમાં આગવી ચાહના ધરાવતા હોવાથી AAPને આગામી ચૂંટણીમાં સારો ફાયદો થઇ શકે છે.
નોંધનીય છે કે, અલ્પેશ કથિરિયાના આપમાં જોડાવાથી રાજનીતિના સમીકરણ બદલાશે. વર્ષ 2017ની ચૂંટણી વખતે અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. ત્યારે હવે વર્ષ 2022ની ચૂંટણી પહેલાં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.
15 જુલાઈએ હાઇકોર્ટે જામીન મંજૂર કર્યા હતા
ગુજરાત હાઈકોર્ટે 15 જુલાઈએ અલ્પેશ કથિરીયાનાં જામીન મંજુર કર્યા હતા. જેથી અલ્પેશ કથિરીયા જેલ મુક્ત થયો હતો.
મહત્વનું છે કે, અગાઉ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાઈ શકે છે તેવી શક્યતા સેવાઇ હતી. અગાઉ કોંગ્રેસમાં જોડાવાની વાતે પણ જોર પકડયું હતું. તેવામાં અલ્પેશ કથીરિયાએ આ વાત પર ખુલાસો કરીને ભાજપમાં જોડાવાની વાત માત્ર અફવા ગણાવી હતી. સરકાર પાટીદારોની માંગણીઓ નહીં સ્વીકારે ત્યાં સુધી હું ભાજપમાં નહિ જોડાવ તેવું નિવેદન પણ અલ્પેશ કથીરિયાએ આપ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે