અમરેલીના ખેડૂતનો કમાલ, આર્ગેનિક રીતે કરી મરચાની ખેતી, 1 વિઘામાં થયું 150 મણનું ઉત્પાદન
આ પ્રગતીશીલ ખેડૂતને રાજ્યપાલ તરફથી ઓર્ગેનિક ખેતીને લઈને એવોર્ડ પણ મળ્યા છે.
Trending Photos
કેતન બગડા, અમરેલીઃ અમરેલી જિલ્લાના નાના આકડિયા ગામના પ્રગતિશીલ ખેડૂતે ઓર્ગેનિક ખેતી કરીને મરચાનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન કર્યું છે. આ ખેડૂત 1 વિઘામાં 150 મણ મરચાનું દર વર્ષે ઉત્પાદન કરે છે. 1 વિઘામાં 1.50 લાખનો ઉતારો થાય છે. આ પ્રગતીશીલ ખેડૂતને રાજ્યપાલ તરફથી ઓર્ગેનિક ખેતીને લઈને એવોર્ડ પણ મળ્યા છે.
પ્રધાનમંત્રીના ઓર્ગેનિક ખેતીના સૂત્રને ધ્યાને રાખીને હવે ખેડૂતો એ રસ્તે વળી રહ્યા છે. નાના આકડિયા ગામના આ ખેડૂત છેલ્લા 7 વર્ષથી આ ખેતી કરે છે. ખેતીમાં જીવામૃતનો ઉપયોગ કરીને પુષ્કળ પ્રમાણમાં પાક ઉતારે છે. ગાયનું છાણ, ગૌમુત્ર, દેશી ગોળ વગેરેથી બનેલા જીવામૃતના ઉપયોગથી પુષ્કળ પ્રમાણમાં મરચાનો પાક ઉતરે છે. ખેડૂતને ખેતીમાં ખુબ જ ફાયદો થઈ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે