અમૂલે નાગરિકોનાં 'દૂધ'મલિયા દાંત 'ખાટા' કરી દીધા, દહીં છાશમાં કમરતોડ ભાવ વધારો ઝીંક્યો

અમૂલ દ્વારા પોતાની એક પછી એક પ્રોડક્ટમાં ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે. દુધમાં ભાવ વધારો કર્યા બાદ હવે દહી અને છાશની કિંમતમાં પણ વધારો ઝીંક્યો છે. જેના પગલે સામાન્ય નાગરિકની કમર તોડી નાખી છે. જેના પગલે ગૃહીણીનું બજેટ હવે વધારે ખોરવાશે. શાકભાજી, દુધ બાદ હવે છાશની કિંમતમાં પણ વધારો થયો છે. જેના પગલે ગૃહિણીનું બજેટ હવે અસ્તવ્યસ્ત થાય તેવી શક્યતાઓ છે. 
અમૂલે નાગરિકોનાં 'દૂધ'મલિયા દાંત 'ખાટા' કરી દીધા, દહીં છાશમાં કમરતોડ ભાવ વધારો ઝીંક્યો

બુરહાન પઠાણ/આણંદ : અમૂલ દ્વારા પોતાની એક પછી એક પ્રોડક્ટમાં ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે. દુધમાં ભાવ વધારો કર્યા બાદ હવે દહી અને છાશની કિંમતમાં પણ વધારો ઝીંક્યો છે. જેના પગલે સામાન્ય નાગરિકની કમર તોડી નાખી છે. જેના પગલે ગૃહીણીનું બજેટ હવે વધારે ખોરવાશે. શાકભાજી, દુધ બાદ હવે છાશની કિંમતમાં પણ વધારો થયો છે. જેના પગલે ગૃહિણીનું બજેટ હવે અસ્તવ્યસ્ત થાય તેવી શક્યતાઓ છે. 

અમુલ દૂધ બાદ હવે દહીં અને છાસના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. અમુલ દૂધ બાદ હવે છાસ અને દહીંમાં પણ ભાવ વધારો ઝીંકાતા સામાન્ય નાગરિક હેરાન પરેશાન અમુલ જીરા છાસના 180 મિલી પાઉચમાં 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 200 ગ્રામ મસ્તી દહીનાં ભાવમાં 1 રૂપીયાનો વધારો કરવામાં આવ્યો છે. 400 ગ્રામ મસ્તી દહીનાં પાઉચમાં બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 1 કિલો મસ્તી દહીનાં પાઉચમાં 2 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. 

અમૂલ જીરા છાસનાં જુના ભાવ પાંચ રૂપિયા નવા ભાવ છ રૂપિયા થઇ ચુક્યાં છે. અમૂલ મસ્તી દહી 200 ગ્રામ જુનો ભાવ 15 નવો ભાવ 16 થઇ ચુક્યો છે. અમૂલ મસ્તી દહી 400 ગ્રામ જુનો ભાવ 28  નવો ભાવ 30 થઇ ચુક્યો છે. અમૂલ મસ્તી દહી  1 કિલો પાઉચ  જુનો ભાવ 63  નવો ભાવ 65 થઇ ચુક્યો છે. દૂધ બાદ હવે ગરીબોની છાસ અને દહીમાં પણ ભાવ વધારો ઝીંકાયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news