સુરતમાં કોમી તોફાન જેવી ઘટના ફાટી નીકળી! ગણેશ પંડાલ પર પથ્થરમારો, વાહનોમાં આગ...

સુરતમાં ગણપતિ પંડાલ પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. જેમાં મોટી સંખ્યામાં લોકો પોલીસ ચોકીએ એકઠાં થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. વરિયાવીમાં આવેલ ગણેશ પંડાલ પર પથ્થર મારતા બબાલ શરૂ થઈ હતી. 

સુરતમાં કોમી તોફાન જેવી ઘટના ફાટી નીકળી! ગણેશ પંડાલ પર પથ્થરમારો, વાહનોમાં આગ...

ઝી બ્યુરો/સુરત: સુરતના વરિયાવી વિસ્તારમાં કોમી તોફાન જેવી ઘટના સામે આવી છે. જી હા...સુરતમાં ગણપતિ પંડાલ પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. જેમાં મોટી સંખ્યામાં લોકો પોલીસ ચોકીએ એકઠાં થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. વરિયાવીમાં આવેલ ગણેશ પંડાલ પર પથ્થર મારતા બબાલ શરૂ થઈ હતી. ઘટનાની જાણ થતાં લાલગેટ અને ચોક બજાર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થિતિને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. 

ત્યારબાદ મોટી સંખ્યામાં લોકો પોલીસ ચોકી પર એકઠા થયા હતા. છેલ્લે મળતી માહિતી પ્રમાણે પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો છે. આ ઘટનામાં મોટો હોબાળો થયા બાદ ધારાસભ્ય કાંતિ બલ્લર ઘટનાસ્થળે પહોંચ્યા છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. માહિતી એવી પણ મળી રહી છે કે વાહનોમાં આગ લગાડવામાં આવી છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) September 8, 2024

ધારાસભ્ય કાંતિ બલર પણ ઘટનાસ્થળે પહોંચી સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ગણપતિ મંડપ પર પથ્થરમારો કરનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં નહીં આવે. પોલીસ આરોપી સામે યોગ્ય કાર્યવાહી કરશે. છેલ્લે મળતી માહિતી પ્રમાણે તોફાની તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા પોલીસે બાંયેધરી આપી છે. હાલ તમામ આગેવાનોને શાંતિની અપીલ કરવામાં આવી છે. પથ્થરમારો કરનાર તમામ અસામાજિક તત્વોને ઝડપી લેવામાં આવ્યા છે.

પોલીસે હિન્દુ સમુદાયના લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી અને ખાતરી આપી હતી કે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સ્થાનિક નેતાઓ અને સામાજિક કાર્યકરો પણ લોકોને શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news