incident

યુવકે ભાભીને કહ્યું ગાડીનો ગીયર નહી મારા જીવનનો ગીયર તારા હાથમાં આપી દેવો છે અને...

કાપોદ્રા વિસ્તારમાં રહેતા મેહુલ વાવલીયા નામના ઇસમે કાર ટ્રેનિંગ સેન્ટરમાં કાર શીખવા આવેલી માહિલાને કાર શીખવી લાઇસન્સના ટેસ્ટ  માટે નવસારી જવું પડશે તેવું કહ્યું અને ત્યાર બાદ દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઇ હતી.

Aug 23, 2021, 09:19 PM IST

Bhavnagar: સમગ્ર ગુજરાતનાં રાજકારણને શરમમાં મુકે તેવી ઘટના, તમામ રાજકારણીઓ નતમસ્તક

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે તાલુકા અને જિલ્લા પંચાયતોના ફોર્મ ભરવા માટેનો અંતિમ દિવસ હોવાનાં કારણે મોટા પ્રમાણમાં ઉમેદવારો ફોર્મ ભરવા માટે પડાપડી કરી રહ્યા છે. તેવામાં ભાવનગરમાં પણ વિવિધ તાલુકા અને જિલ્લા સ્તરે ઉમેદવારો ફોર્મ ભરવા માટે પહોંચી રહ્યા છે. જો કે ભાવનગરમાં રાજકારણમાં ખુબ જ શરમજનક હરકત સામે આવી છે. આ પ્રકારની ઘટના રાજકારણમાં લગભગ ક્યારે પણ જોવા નહી મળી હોય. આ ઘટનાને કારણે ભાવનગરને નીચા જોણું થાય તેવી શક્યતા છે. 

Feb 13, 2021, 06:26 PM IST

AHMEDABAD: ગુજરાતમાં ઓનર કિલિંગની ચોંકાવનારી ઘટના, યુવકના કટકા કરી કેનાલમાં ફેંકી દીધો

* શું ગુજરાતમાં પણ આવુ બની શકે ખરૂ?
* કિસ્સો વાંચીને તમારા રૂંવાડે રૂંવાડે આગ લાગી જશે
* ગુજરાતમાં ઓનરકિલિંગનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે

Feb 13, 2021, 05:16 PM IST

સમાજમાટે શરમજનક ઘટના: 60 વર્ષીય વૃદ્ધા પર ચાકુની અણીએ દુષ્કર્મની ઘટનાથી ચકચાર

રાજ્યમાં દિનપ્રતિદિન ગુનાઓની સંખ્યામાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. તેવામાં બળાત્કારનાં કિસ્સાઓ પણ આશ્ચર્યજનક રીતે વધી રહ્યા છે. જો કે બનાસકાંઠામાં એક ખુબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સાને કારણે સમગ્ર સમાજ હચમચી ગયો છે. 60 વર્ષની વૃદ્ધા દ્વારા દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસ સહિત સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બનાસકાંઠાના ડીસા તાલુકાના એક ગામે 60 વર્ષના વૃદ્ધા પર 30 વર્ષીય યુવક દ્વારા ચાકુની અણીએ દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. જો કોઇને કહેશે તો મારી નાખવાની ધમકી પણ આપી હતી. 

Nov 24, 2020, 05:41 PM IST

અમદાવાદ : ઠક્કરનગરમાં ધોળા દિવસે અશોક ગોસ્વામી નામના વ્યક્તિ પર ગૌરવ ચૌહાણનું ફાયરિંગ

શહેરમાં જતા દિવસે ગુનેગારો બેફામ બની રહ્યા છે. લોકોમાં પોલીસનો ડર ધીરે ધીરે ખતમ થઇ રહ્યો હોય તે પ્રકારની ઘટનાઓ છાશવારે બને છે. પોલીસ અને કાયદો તથા વ્યવસ્થા જાણે બેઅસર બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. શહેરનાં નારોલ નરોડા હાઇવે પર ઠક્કરબાપા નગર વિસ્તારમાં ધોળા દિવસે ફાયરિંગની ઘટના બની છે. સિદ્ધિ સેલ્સ નામની એક દુકાન પર ગાડીમાં આવેલા ચાર વ્યક્તિઓ દ્વારા અશોક ગોસ્વામી નામના શખ્સ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ બાદ તમામ આરોપીઓ ગાડીમાં નાસી છુટ્યા હતા.

Nov 1, 2020, 06:34 PM IST

રાજકોટમાં ભૂમાફિયાઓ દ્વારા ખંડણીની વધારે એક ઘટના સામે આવી

* રાજકોટ ભુમાફિયા અને ખંડણીની વધુ એક ઘટના સામે આવી
* અગાઉ 9 જેટલા ગુનામાં સંડોવાયેલા ભુપત બાબુતરની પોલીસે કરી ધડપકડ
* 70 લાખની ખંડણીમાં પોલીસે કરી ધરપકડ

Oct 13, 2020, 10:04 PM IST

જૂનાગઢમાં ઓનર કિલિંગ? પુત્રીએ પ્રેમ લગ્ન કર્યા પિતાની આત્મહત્યા અને ભાઇએ...

  જૂનાગઢમાં ઓનર કિલિંગની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. વંથલી નજીક કેશોદ હાઇવે પર પ્રેમી યુગલની હત્યા થઇ હતી. માંગરોળ તાલુકાનાં દરસાલી ગામનાં યુવક અને યુવતીએ ચારેક મહિના પહેલા ભાગીને પ્રેમ લગ્ન કરી લીધા હતા. જેનાં આઘાતમાં યુવતીનાં પિતાએ આત્મહત્યા કરી લીધી હતી.

May 28, 2020, 06:45 PM IST

મુસ્લિમ સંગઠનોએ છપાવ્યા માફી પત્રો, કહ્યું અમે શર્મિંદા છીએ માફી માટે શબ્દો નથી

મધ્યપ્રદેશનાં ઇંદોરના ટાટપટ્ટી બાખલ ઇલાકેમાં ગત્ત દિવસોમાં સ્વાસ્થય વિભાગની ટીમ કોરોના સંક્રમિતોની તપાસ કરવા માટે પહોંચી હતી. જ્યાં ટોળાએ સ્વાસ્થય વિભાગની ટીમ પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનાએ ઇંદોર જ નહી પરંતુ દેશનાં તમામ મુસ્લિમ સમુદાયના લોકોને શરમજનક સ્થિતીમાં મુક્યા છે. એવામાં ટાટપટ્ટી બાખલની ઘટના માટે ઇંદોરના પ્રમુખ મુસ્લિમ સંગઠને પોતાની તરફથી અખબારમાં માફીનામું છપાવીને જાહેર રીતે ડોક્ટર્સ અને નર્સ સહિત તમામ લોકોની માફી માંગી છે. 

Apr 7, 2020, 02:29 AM IST

વડોદરા: વેપારીને કસ્ટમનાં અધિકારીની ઓળખ આપી 15 લાખ રૂપિયાની લૂંટ

શહેરનાં અલકાપુરી વિસ્તારમાં લૂંટની ઘટના બનતા ચકચાર મચી ગઇ છે. વડોદરાનાં મની એક્સચેન્જનો ધંધો કરતા વેપારીને આંતરિને લૂંટી લીધો હતો. લૂંટારૂઓએ કસ્ટમનાં અધિકારી તરીકેની ઓળખ આપીને વેપારીને ઉભો રાખ્યો હતો. ત્યાર બાદ તેની પાસે રહેલો થેલો 15 લાખ રોકડા ભરેલી બેંગ લઇને લૂંટારૂઓ ફરાર થઇ ગયા હતા. બાઇક પર ત્રણ લૂંટારૂઓ આવ્યા હતા અને લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા. ઘટના અંગે જાણ થતા જ ગોત્રી પોલીસ ઘટના સ્થળે પહોંચી ચુકી છે.

Feb 8, 2020, 10:34 PM IST

મોડાસા દુષ્કર્મકાંડમાં CID-FSL દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન, સ્થાનિકોની પુછપરછ

ગુજરાતના બહુચર્ચિચ મોડાસા દુષ્કર્મ કેસમાં હવે સીઆઇડી ક્રાઇમે સ્થળ તપાસ ચાલુ કરી છે. આજે CID ક્રાઇમનાં DIG દ્વારા FSL ને સાથે રાખીને ઘટના સ્થળ પર રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ અંગે જણાવતા DIG ગૌતમ પરમારે જણાવ્યું કે, સમગ્ર ઘટનાનું વૈજ્ઞાનિક ઢબે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત અન્ય પાસાઓનો પણ વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. FSL રિપોર્ટ અંગે પુછવામાં આવતા તેમણે કહ્યું કે, યોગ્ય સમયે તેનો પણ ખુલાસો કરવામાં આવશે. હાલ સમગ્ર મુદ્દે તપાસ ચાલી રહી છે.

Jan 31, 2020, 06:11 PM IST
father and uncle rape daughter in Virpur PT1M46S

પિતા અને કાકાએ પરિવારની દીકરીને જ પીંખી નાંખી, વીરપુરની ઘટના

વીરપુરમાં પિતા અને કાકાએ બે સાવકી દીકરીઓ પર દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના બની છે. મળતી માહિતી પ્રમાણે આ ઘટનામાં છ મહિના પૂર્વે સગીરાને ગર્ભપાત પણ કરાવવો પડ્યો હતો. આ મામલામાં પોલીસે બંને નરાધમોને સકંજામાં લઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

Jan 20, 2020, 11:45 AM IST

આ હેવાનો વાસનામાં બન્યા અંધ, પરિવારની દીકરીઓને પણ ન છોડી

આ બંને દીકરીઓથી અત્યાચાર સહન ન થતા તેમણે સમાજસેવકને વાત કરી હતી અને 181 અભયમમાં ફોન કરતા આખો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

Jan 20, 2020, 09:26 AM IST

જુનાગઢમાં હિટ એન્ડ રનની ઘટનામાં 6 ઘાયલ, લોકોએ કારને સળગાવી દીધી

જુનાગઢમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. ખલીલપુર રોડ પર હીટ એન્ડ રનની ઘટનામાં છ લોકોને અડફેટે લીધા હતા. ડસ્ટર કાર ચાલકે બેફામ સ્પીડથી ગાડી ચલાવીને 6 લોકોને અડફેટે લેતા તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જે પૈકી 2 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનાં ટોળે ટોળા એકત્ર થવા લાગ્યા હતા. 

Jan 10, 2020, 11:48 PM IST

વડોદરામાં હીટ એન્ડ રન : ફૂટપાથ પર કામ કરી રહેલા 3 લોકોને અડફેટે લીધા

ગુજરાતમાં વારંવાર હીટ એન્ડ રનની ઘટનાઓ સતત વધતી જઇ રહી છે. આજે જ અમદાવાદમાં ડમ્પરની અડફેટે એક મહિલાનું મોત નિપજ્યું હતું. ત્યાં જ વડોદરામાંથી વધારે એક અકસ્માતનાં સમાચારો સામે આવી રહ્યા છે. જેમાં વડોદરાની પોલીટેક્નિક કોલેજ પાસે હીટ એન્ડ રનની ઘટના બની છે. પુરઝડપે આવેલી ગાડીએ એક જ પરિવારનાં 3 લોકોને અડફેટે લીધાનું સામે આવી રહ્યું છે. 

Dec 10, 2019, 09:24 PM IST

અમદાવાદ હિટ એન્ડ રનની ઘટના: ગાડી કોંગ્રેસી MLAનું હોવાનું સામે આવ્યું

શહેરમાં હિટ એન્ડ રનની વધારે એક ઘટના સામે આવી છે. મેમનગર નજીક થયેલા અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે. જેમાં પોતાના દીકરાને ટ્યુશનથી પરત લેવા જઇ રહેલા પ્રફુલ પટેલ નામનાં 42 વર્ષનાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. કાર ચાલક અકસ્માત બાદ ત્યાંથી નાસી છુટ્યો હતો. GJ 1 RX 9972 નંબરની સફેદ કલરની ઇનોવાની આગળ એમએલએ ગુજરાત (MLA Gujarat) લખેલું હોવાનું પણ સામે આવ્યું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે એક્ટિવાનો ડુચો થઇ ગયો હતો. 

Dec 2, 2019, 11:16 PM IST

ભચાઉ-સામખીયાળી હાઇવે પર હિટ એન્ડ રનની ઘટનામાં ત્રણ યુવાનોના કરૂણ મોત

કચ્છમાં ભચાઉ-સામખીયાળી હાઇવે પર હિટ એન્ડ રનની ઘટનામાં ત્રણ યુવકોનાં કરૂણ મોત નિપજ્યા હતા

Oct 27, 2019, 06:41 PM IST
40 years of machhu river incident PT5M

મચ્છુ દુર્ઘટનાને થયા 40 વર્ષ, હાલની સ્થિતિ એક ક્લિક પર

મોરબીની મચ્છુ જળ હોનારતની ઘટનાને કાલે 40 વર્ષ પુરા થઇ ગયા છે જો કે, ન માત્ર ગુજરાત પરંતુ દેશ વિદેશના લોકો પણ જે ઘટનાને આજની તારીખે ભૂલ્યા નથી. તે ઘટનાને મોરબીવાસીઓ ન ભૂલી શકે તે નક્કી છે. અને 40 વર્ષ વીતી ગયા હોવા છત પણ કાલે હોનારતની તારીખ આવતી હોવાથી જૂની યાદો તાજી થઇ જવાથી અનેક આંખોમાં ફરી પાછું હોનારત આવશે.

Aug 11, 2019, 01:15 PM IST
Hardik Patel's First Reaction After Slap Incident PT4M4S

તમાચાકાંડ બાદ હાર્દિકની ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત

હાર્દિક સાથેના થપ્પડકાંડ બાદ હાર્દિક પટેલે ઝી 24 કલાક સાથે કરી ખાસ વાતચીત

Apr 19, 2019, 06:35 PM IST
Ahmedabad Ramadan For Hardik Patel's Slap Incident PT4M52S

જુઓ હાર્દિક સાથેના તમાચાકાંડ મામલે કોંગ્રેસે કેવી રીતે નોંધાવ્યો વિરોધ

હાર્દિક સાથેના તમાચાકાંડ મામલે ગુજરાત કોંગ્રેસે કલેકટર કચેરીએ યોજી રામધૂન,રાજુ પરમાર, બદરુદ્દીન શેખ સહીતના કાર્યકરો હાજર

Apr 19, 2019, 05:45 PM IST

જામનગર: સ્પિડ બ્રેકર આવતા બોલેરો કારે ત્રણ પલટી મારી, ઘટના સ્થળે 2ના મોત

 ફલ્લા નજીક હાઇવે પર ગમખ્વાર અકસ્મતામાં ખંભાળિયાના વડત્રા ગામના 2 યુવાનોના મોત થયા હતા. જ્યારે એક યુવાનને ઇજા પહોંચતા તેને સ્થાનિકો દ્વારા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત થયેલી બોલેરો કારનો ભાગીને ભુક્કો થઇ ગયો હતો. 

Feb 17, 2019, 08:26 PM IST