આણંદમાં આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો, 7 બોગસ ડોક્ટર ઝડપી પાડ્યા
આણંદ (Anand) જિલ્લામાં અલગ અલગ તાલુકામાં કોરોના (Coronavirus) જેવી મહામારીમાં પણ દર્દીઓના સ્વાસ્થ્ય (Health) સાથે ચેડા કરતા ૭ જેટલા બોગસ ડોક્ટર પકડાયા છે.
Trending Photos
જપ્તવ્ય યાજ્ઞિક, આણંદ: આણંદ (Anand) જિલ્લામાં અલગ અલગ તાલુકામાં કોરો (Coronavirus) ના જેવી મહામારીમાં પણ દર્દીઓના સ્વાસ્થ્ય (Health) સાથે ચેડા કરતા ૭ જેટલા બોગસ ડોક્ટર પકડાયા છે. મેડીકલ ડીગ્રી વિના મેડીકલ પ્રેકટીસ કરી દર્દીઓની સારવાર કરતા ઉંટવૈદ્ય તબીબોનાં કારણે કોરોનાં સંક્રમણ વધુ ફેલાયું હોવાથી રાજય સરકાર દ્વારા આવા બોગસ તબીબો સામે કાર્યવાહી કરવાનો આપ્યો છે.
જેથી આણંદ (Anand) જિલ્લા આરોગ્ય વિભાગ અને પોલીસે સંયુકત ઓપરેશન કરી ડીગ્રી વિના મેડીકલ પ્રેકટીસ કરતા સાત જેટલા ઝોલાછાપ તબીબોને પોલીસે ઝડપી પાડયા હતા.
આરોગ્ય વિભાગનાં મેડીકલ ઓફીસરો તેમજ એસઓજી પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા સંયુકત રીતે ઓપરેશન કરીને આણંદ શહેરમાં ગણેશ ચોકડી નજીક ડીગ્રી વિના મેડીકલ પ્રેકટીસ (Medical Practice) કરતા બોગસ તબીબ (Bogus Doctor) તેમજ ગામડી વિસ્તારમાં એલોપેથીકની સારવાર માટેની ડીગ્રી નહી હોવા છતાં એલોપેથીક સારવાર (Allopathic Treatment) કરતા તબીબ ઝડપાયા હતા.
આ ઉપરાંત આંકલાવ તાલુકાનાં ગંભીરા તેમજ ભેટાસી ગામનાં બારીયા ભાગ વિસ્તાર, અને ખંભાત તાલુકાનાં રોહીણી અને આણંદ તાલુકાનાં કરમસદ ગામમાં અને બોરસદ તાલુકાનાં વ્હેરા ગામમાં છાપાઓ મારીને ડીગ્રી વિના દવાખાનાં ખોલીને સારવાર કરી પ્રજાનાં આરોગ્ય સાથે ચેંડા કરતા સાત ઝોલાછાપ તબીબોને ઝડપી પાડી તેઓની વિરૂદ્ધ જુદા જુદા પોલીસ મથકમાં ગુનાઓ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ, વડોદર, પંચમહાલ, દાહોદમાં વગર ડિગ્રીએ દવાખાનાં ખોલીને સારવાર કરી પ્રજાનાં આરોગ્ય સાથે ચેંડા કરતા ડોક્ટરો ઝડપાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે