જૂનાગઢના પૂર્વ મેયરના પુત્રની ધોળે દહાડે હત્યા, ચૂંટણીનું મનદુખ બન્યું મોતનું કારણ

ચૂંટણી મનદુઃખ ને કારણે હત્યા થઈ હોવાનો હાલ પ્રાથમિક અંદાજ લગાવાય રહ્યો છે. ઘટનાને લઈને એસ.પી., એલસીબી, એસઓજી સહીતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. 

જૂનાગઢના પૂર્વ મેયરના પુત્રની ધોળે દહાડે હત્યા, ચૂંટણીનું મનદુખ બન્યું મોતનું કારણ

સાગર ઠાકર, જુનાગઢ: જૂનાગઢ (Junagadh) ના પૂર્વ મેયર લાખાભાઈ પરમાર (Lakhabhai Parmar) ના પુત્ર ધર્મેન્દ્ર પરમારની ધોળે દિવસે હત્યા કરવામાં આવી છે. ચૂંટણી મનદુઃખ ને કારણે હત્યા થઈ હોવાનો હાલ પ્રાથમિક અંદાજ લગાવાય રહ્યો છે. ઘટનાને લઈને એસ.પી., એલસીબી, એસઓજી સહીતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આસપાસના વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજ ચેક કરી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ તરફ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં ધર્મેન્દ્ર પરમારને સારવાર અર્થે હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેનું મૃત્યુ થયું હતું.

જૂનાગઢ (Junagadh) શહેરના બિલખા રોડ પર સવારના 11 થી 11-30 વાગ્યાના અરસામાં કોંગ્રેસના પૂર્વ મેયર લાખાભાઈ પરમારના પુત્ર ધર્મેન્દ્ર પરમાર (Dharmendra Parmar) પર કેટલાંક લોકોએ તિક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરી નાસી છુટ્યા હતા. હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં ધર્મેન્દ્ર પરમારને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મૃત્યું (Murder) થતાં ગુન્હો હત્યામાં ફેરવાયો છે.

ઘટનાની જાણ થતાં જ આઈ.જી., એસ.પી. સહીતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આસપાસના વિસ્તારોના સીસીટીવી ફુટેજના આધારે એલસીબી (LCB) એસઓજી (SOG) સહીતની પોલીસની અલગ અલગ ટીમો દ્વારા આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે. 

પ્રાથમિક દ્રષ્ટિએ ચુંટણી મનદુઃખના કારણે ધર્મેન્દ્ર પરમારની હત્યા કરાઈ હોવાનું મનાઈ રહ્યું છે. મૃતકના પરિવારજનોએ સ્થાનિક ભાજપ આગેવાનો સામે અને પોલીસ (Police) રક્ષણને લઈને આક્ષેપો કર્યા છે, જ્યારે આ અંગે પોલીસ દ્વારા કોઈ ફરીયાદ ન મળી હોવાનું જણાવાયું છે, જો કે હજુ ફરીયાદની પ્રક્રિયા ચાલુ હોય, ફરીયાદ પૂર્ણ થયે સમગ્ર હકીકત બહાર આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news